Propose Day Gift Ideas : આજના દિવસે પસંદગીનાં પાત્રને ભેટ આપતા પહેલા જાણી લો શું આપવાથી પાર્ટનર થશે રાજી

TV9 GUJARATI

|

Updated on: Feb 08, 2022 | 8:10 AM

નવ દંપતી કપલ અથવા પહેલી વાર પ્રેમમાં પ્રેમી-પ્રેમીકાઓ માટે સમય ખાસ હોય છે. આજના દિવસે કપલ્સ એક-બીજાને પ્રેમનો એકરાર કરે છે, અને એક બીજાને ગિફ્ટ્સ પણ આપે છે.

Propose Day Gift Ideas : આજના દિવસે પસંદગીનાં પાત્રને ભેટ આપતા પહેલા જાણી લો શું આપવાથી પાર્ટનર થશે રાજી
symbolic image

Propose Day 8 February 2022 : પ્રેમના સપ્તાહની ઉજવણી થઇ રહી છે, ત્યારે દરેક યુવાન પોતાના પ્રિય પાત્રને કંઇકને કઇ યાદી આપવા માગે જેથી તે ખુશ થઇ જાય અને તેના પ્રેમ સુગંધ પ્રસરી જાય, આ આખુ સપ્તાહ કપલ, હસબેંડ-વાઇફ, પ્રેમી-પ્રેમિકા  આ ​​સપ્તાહને એક ફેસ્ટિવલની જેમ સેલિબ્રેટ કરે છે. નવ દંપતી કપલ અથવા પહેલી વાર પ્રેમમાં પ્રેમી-પ્રેમીકાઓ માટે સમય ખાસ હોય છે. ચાઇનામાં વેલેન્ટાઇન ડે ને ‘નાઇટ્સ ઑફ સેવેન્સ’, દક્ષિણ કોરિયામાં ‘વાઇટ ડે’ના નામથી ઓળખવામાં આવે છે. આજના દિવસે કપલ્સ એક-બીજાને પ્રેમનો એકરાર (Propose Day) કરે છે, અને એક બીજાને ગિફ્ટ્સ (Gift) પણ આપે છે.

જો તમે પણ વેલેન્ટાઇન વીક પર તમારા ગર્લફ્રેન્ડ, બૉયફ્રેન્ડ અથવા કોઇ પસંદગીના પાત્રને ગીફ્ટ આપવાનું વિચારી રહ્યા છો તો તે વાત તમારે પહેલા જાણી લેવી જોઇએ કે કઇ ગીફ્ટ તેમને ખુશ કરી શકે છે ,જેથી તમરી મહેનત પર પાણી ન ફરી વળે. તમારે માટે એ વિચારવુ કદાચ મુશ્કેલી ભર્યુ હોઇ શકે કે તમારે પ્રિયતમ કે પ્રિયતમાને શું આપવુ પણ તમારે આ બાબત ચિંત કરવાની જરૂર નથી કારણ કે અને તમને આજે જણાવશુ કે તમે તમારા પાત્રને શું આપી શકો જેથી તે ખુશ થઇ જાય.

પ્લાનિંગ કરી રહ્યા છે, તો તે પહેલા જોર જાન લેન કે સાગીફ્ટ તેઓ ખુશ કરી શકે છે પરના સારી પ્લાનિંગ પર પાણી ફરી જશે અને વેલેન્ટાઈન ડે પર સબકુછ બિગ થશે. પણ ટેન્શન મત લીજીએ તો કંઈ નહિ થવા વાળું. અહીં અમે તમને આના જેવા ગિફ્ટ્સ પસંદ કરો જ તમને તમારા માટે જણાવો ખુશી આપો.

મેન્સ બ્યુટી પ્રોડક્ટ -સૌદર્ય પ્રસાધનો પર માત્ર મહિલાઓનો ઇજારો નથી પરંતુ હવે તે પુરૂષોની પણ જરૂરીયાત બની ગઇ છે. આજ કાલ યુવાનો પણ આવા સૌદર્ય નિખારના સાધનોનો ભરપૂર ઉપયોગ કરે છે. માટે કોઇ યુવતી પોતાની પતિ, પ્રેમી કે પસંદગીના વ્યક્તિને કોઇ મેન્સવેર ક્રિમ અથવા સનસ્કિન કે પરફ્યુમ જેવી વસ્તુ આપી શકે છે.

પરફ્યુમ – પરફ્યુમ પુરુષોની મેકઅપ કિટ માનવામાં આવે છે. કપડા બાદ તેમને જો કોઇ વસ્તુ વધારે પસંદ હોય તો તે છે પરફ્યુમ, આ વેલેન્ટાઇન વીકમાં તમારા પાર્ટનરને પરફ્યુ ખરીદીને ચોક્કસ આપો.

આ ઉપરાંત તમે પુરૂષો માટે પર્સ, બ્રેસલેટ, કસ્ટમ મોબાઇલ કવર, કસ્ટમ ટીશર્ટ, પાવર બેન્ક, નામ લખી બનાવેલુ કિચેન વગેરે ગીફ્ટ આપી શકો છો.

ફિમેલ પાર્ટનર માટે ગિફ્ટસ

મેકઅપ કિટ– જ્યા સ્ત્રીઓની વાત આવે ત્યાં શણગારની વાત આવે જ, માટે તમે તમારી પ્રિયતમાને મેકઅપ કિટ, ઉપરાંત લિપસ્ટિક, કાજળ, મસ્કરા આઇસેડો, નેઇલપેઇન્ટ જેવી વસ્તુઓ આપી શકો, ઉપરાંત આજકાલ બજારમાં અલગ અલગ પ્રકારની હેર એસેસરીઝ અને પીન પણ ઉપલબ્ધ છે એ પણ ગીફ્ટ આપવા માટે યોગ્ય છે.

જુતા– સ્રીઓ હિલ પાછળ દિવાની હોય છે, તો કોઇને મોજડી કે બ્રાન્ડેડ સ્પોર્ટ શુઝનો શોખ હોય છે આવામાં જુતા એ સારી ગિફટ માની શકાય

ડ્રેસ– કપડા માનુનીઓની પહેલી પસંદ હોય છે, દરેક પ્રસંગ પ્રમાણે પરિધાન પહેરવા એ દરેક સ્ત્રીનું શમણું હોય છે આવામાં તમે આપેલા સેલિબ્રેશન વેર એને ખુશ કરી શકે છે અને તમારો વેલેન્ટાઇ બની શકે છે.

આ પણ વાંચો : Auto Loan : જો તમે લોન પર કાર લઈ રહ્યા છો તો આ બાબતોનું ધ્યાન રાખો, ફાયદામાં રહેશો

આ પણ વાંચો :True caller એ કરી સ્માર્ટફોન ઉત્પાદકો સાથે ભાગીદારી, એન્ડ્રોઈડ ફોનમાં પ્રી-ઈન્સ્ટોલ જ આવશે આ એપ

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati