U19 World Cup Final: રાજ બાવા-રવિ કુમારે ઇંગ્લેન્ડનો નિકાળ્યો દમ, ભારતને ટાઇટલ જીતવા માટે 190 રનની જરૂર

ઈંગ્લેન્ડે માત્ર 91 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ તે પછી જેમ્સ ર્યુ અને જેમ્સ સેલ્સ વચ્ચે આઠમી વિકેટ માટે 93 રનની ભાગીદારીએ ઈંગ્લેન્ડને બચાવી લીધું હતું.

U19 World Cup Final: રાજ બાવા-રવિ કુમારે ઇંગ્લેન્ડનો નિકાળ્યો દમ, ભારતને ટાઇટલ જીતવા માટે 190 રનની જરૂર
રાજ બાવાએ ભારત તરફ થી સૌથી વધુ 5 વિકેટ ઝડપી હતી
TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

Feb 05, 2022 | 10:37 PM

ICC અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલ (ICC U19 World Cup Final) માં ભારતના ફાસ્ટ બોલરોના પાયમાલ સામે ઇંગ્લેન્ડની ટીમ ચકનાચૂર થઇ ગઇ હતી. રાજ અંગદ બાવા (Raj Angad Bawa) અને રવિ કુમાર (Ravi Kumar) ની જબરદસ્ત બોલિંગના જોરે ટીમ ઈન્ડિયાએ તેની આઠમી ફાઇનલમાં ઈંગ્લેન્ડને માત્ર 189 રન પર રોકી દીધું. એન્ટિગુઆમાં રમાઈ રહેલી આ ફાઈનલમાં ઈંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરી હતી, પરંતુ ટીમનો ટોપ અને મિડલ ઓર્ડર સંપૂર્ણપણે નિષ્ફળ ગયો હતો. જેમ્સ રિયુએ જો કે શાનદાર ઇનિંગ્સ રમીને ટીમને સંભાળી હતી, પરંતુ તે તેની સદી ચૂકી ગયો હતો અને 95 રન બનાવીને આઉટ થયો હતો. ભારત તરફથી ઓલરાઉન્ડર રાજ બાવાએ 5 વિકેટ ઝડપી હતી જ્યારે રવિએ પણ 4 વિકેટ પોતાના નામે કરી હતી.

નોર્થ સાઉન્ડના સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડના કેપ્ટન ટોમ પર્સ્ટે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જો કે, તેની સારી શરૂઆત ત્યાં જ રહી ગઇ હતી અને ટીમના ટોચના ક્રમના બેટ્સમેનો ભારતીય ઝડપી બોલરોની સામે ઢીલા પડી ગયા હતા. ડાબોડી ઝડપી બોલર રવિ કુમાર, જેણે ક્વાર્ટર ફાઈનલ અને સેમિફાઈનલમાં પાયમાલી મચાવી હતી. તેણે ફરીથી દેખાવ કર્યો અને દાવની બીજી અને ચોથી ઓવરમાં જેકબ બેથેલ (2) અને પર્સ્ટ (0)ને પેવેલિયન પરત કર્યા.

ભારતીય ફાસ્ટ બોલરોએ નિકાળ્યો દમ

ઇંગ્લેન્ડને તેમાંથી બહાર આવવાની તક પણ મળી ન હતી કે મધ્યમ ઝડપી બોલર-ઓલરાઉન્ડર રાજ બાવા તેમના માર્ગમાં આવી ગયો. બાવાએ પોતાની 4 ઓવરમાં જ 4 વિકેટ લઈને ઈંગ્લેન્ડની અડધીથી વધુ ટીમને પેવેલિયન પરત કરી દીધી હતી. ઈંગ્લેન્ડની 6 વિકેટ માત્ર 61 રનમાં જ પડી ગઈ હતી. તેણે જોર્થ થોમસ (27), વિલિયમ લક્સટન (4), જ્યોર્જ બેલ (0) અને રેહાન અહેમદ (10)ની વિકેટ લીધી હતી. એલેક્સ હોર્ટન ટૂંક સમયમાં કૌશલ તાંબેનો શિકાર બન્યો અને ઈંગ્લેન્ડનો સ્કોર 24.3 ઓવરમાં 91/7 થઈ ગયો.

જેમ્સ રિયુ સદી ચૂકી ગયો

એક સમયે એવું લાગતું હતું કે ઈંગ્લેન્ડની ટીમ 110-120 પર સમેટાઈ જશે, પરંતુ જેમ્સ રિયુનો ઈરાદો અલગ હતો. રિયુએ નવમા નંબરના બેટ્સમેન જેમ્સ સેલ્સ સાથે ઇનિંગ્સને સંભાળી અને ભારતીય બોલરોને વિકેટ માટે તરસાવ્યા હતા. બંનેએ સાથે મળીને આઠમી વિકેટ માટે 93 રનની જબરદસ્ત ભાગીદારી કરી હતી. જોકે, ડાબોડી બેટ્સમેન રિયુ તેની યાદગાર ઇનિંગ્સને સદીમાં બદલી શક્યો નહોતો. રવિ કુમારે તેને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી. રિયુએ 116 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 95 રન બનાવ્યા હતા.

રાજ બાવાએ રેકોર્ડ બનાવ્યો

રિયુની વિકેટ પડ્યા બાદ ભારતને ઈંગ્લેન્ડની ઈનિંગ્સને સમેટી લેવામાં વધુ સમય લાગ્યો ન હતો અને પછીના 5 રનમાં બાકીની બંને વિકેટો પણ ગઈ હતી. બાવાએ 9.5 ઓવરમાં માત્ર 31 રન આપીને 5 વિકેટ ઝડપી હતી, જે અંડર-19 વર્લ્ડ કપ ફાઈનલના ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ બોલિંગ રેકોર્ડ છે. તે વર્લ્ડ કપ ફાઇનલમાં 5 વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર પણ બન્યો હતો. તે જ સમયે, રવિ કુમારે 9 ઓવરમાં 34 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચોઃ U19 World Cup: ભારતીય ફતેહ સિંહ અંગ્રેજોની સાથે મળી ભારત સામે મેદાને ઉતરશે, જે 5 વર્ષ પહેલા ટીમ ઇન્ડિયાને ચીયર કરી રહ્યો હતો, જાણો

આ પણ વાંચોઃ  Sabarkantha: આખરે તલોદ નગર પાલિકાનુ ગુંચવાયેલુ કોકડું ઉકેલાયુ, 7 ભાજપના નારાજ કોર્પોરેટરોએ સમાધાન કર્યુ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati