દિવાળીના તહેવારને જશ્ન-એ-રિવાજ કહેવું આ કંપનીને પડ્યુ ભારે, ટ્વીટર પર બહિષ્કાર કરવાની ઉઠી માંગ

#BoycottFabIndia ટ્વિટર પર ટોપ પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આ મુદ્દે બેંગ્લોરના સાંસદ તેજસ્વી સૂર્યાએ ટ્વિટ કરીને લખ્યું કે, 'દિપાવલીનો તહેવાર જશ્ન-એ-રિવાજ નથી. તેનો વિરોધ કરવો જોઈએ

દિવાળીના તહેવારને જશ્ન-એ-રિવાજ કહેવું આ કંપનીને પડ્યુ ભારે, ટ્વીટર પર બહિષ્કાર કરવાની ઉઠી માંગ
People are protesting FabIndia's Diwali campaign, there is a strong demand for boycott on Twitter

સોશિયલ મીડિયાની દુનિયામાં ક્યારે અને કયો મુદ્દો ચર્ચાનો વિષય બને છે તે વિશે કશું કહી શકાય નહીં. ફેબ ઇન્ડિયા, જશ્ન-એ-રિવાઝ (FabIndia, Jashn-e-Riwaaz) ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. હકીકતમાં, કપડાં, ઘરની સજાવટ અને જીવનશૈલી ઉત્પાદનો સાથે સંકળાયેલી કંપની ફેબ ઇન્ડિયાએ ટ્વિટ કર્યું, ‘અમે પ્રેમ અને પ્રકાશના તહેવારનું સ્વાગત કરીએ છીએ. ફેબ ઇન્ડિયા તરફથી જશ્ન-એ-રિવાજ સંગ્રહ પ્રસ્તુત. કંપનીના આ ટ્વીટને લઈને હંગામો થયો છે. લોકો કહે છે કે દિવાળી ક્યારે ‘જશ્ન-એ-રિવાજ’ બની. ત્યારથી ટ્વિટર પર ફેબ ઇન્ડિયાના બહિષ્કારની માંગ ઉગ્ર બની હતી.

#BoycottFabIndia ટ્વિટર પર ટોપ પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આ મુદ્દે બેંગ્લોરના સાંસદ તેજસ્વી સૂર્યાએ ટ્વિટ કરીને લખ્યું કે, ‘દિપાવલીનો તહેવાર જશ્ન-એ-રિવાજ નથી. તેનો વિરોધ કરવો જોઈએ અને બહિષ્કાર કરવો જોઈએ. ફેબ ઈન્ડિયા જેવી કોઈપણ બ્રાન્ડને આવા કૃત્ય માટે આર્થિક નુકસાન સહન કરવું જોઈએ.

આ હેશટેગ સાથે પોતાની પ્રતિક્રિયા શેર કરતા એક યુઝરે લખ્યું, ‘આપણે આવી દુકાનોમાંથી કંઈપણ ખરીદવાનું ટાળવું જોઈએ, જે આપણા તહેવારોનું મહત્વ ન સમજે. અન્ય એક યુઝરે લખ્યું, આનાથી સારા અમારા સ્થાનિક દુકાનદારો છે. આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ હેશટેગને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. જો કે, આ અભિયાનને લઈને સોશિયલ મીડિયામાં હંગામો થયા બાદ, ફેબ ઈન્ડિયાએ તેની તમામ જશ્ન-એ-રિવાઝ સંબંધિત પોસ્ટ્સ કાઢી નાખી છે.

આ પણ વાંચો –

કઈ બેંક 10 હજારની એફડી પર સૌથી વધુ વ્યાજ આપી રહી છે ? 1 થી 5 વર્ષ સુધીની એફડી અંગે જાણો વ્યાજ

આ પણ વાંચો –

Funny Video : ટ્રેનિંગ દરમિયાન વાંદરાએ તેના ટ્રેનરને ફટકારી દીધો, વીડિયો જોઇ તમે પણ હસી પડશો

આ પણ વાંચો –

Viral Video : આ કાચ જેવી સાફ નદી જોઇને ચોંક્યા આનંદ મહિન્દ્રા, ટ્વીટ કરીને આપ્યો આ ખાસ મેસેજ

Click on your DTH Provider to Add TV9 Gujarati