કઈ બેંક 10 હજારની એફડી પર સૌથી વધુ વ્યાજ આપી રહી છે ? 1 થી 5 વર્ષ સુધીની એફડી અંગે જાણો વ્યાજ

Bank FD Rate: ત્રણ વર્ષની એફડીમાં (FD) આરબીએલ બેંકનું નામ ટોચ પર છે. અહીં 6.30 ટકા વ્યાજ સાથે 10 હજારના રોકાણ પર 12,062 રૂપિયા પરત આપવામાં આવે છે. ઇન્ડસઇન્ડ બેંક 3 વર્ષની એફડી (FD) પર 6 ટકા વ્યાજ સાથે 10 હજારનું 11,956 રિટર્ન આપી રહી છે.

કઈ બેંક 10 હજારની એફડી પર સૌથી વધુ વ્યાજ આપી રહી છે ? 1 થી 5 વર્ષ સુધીની એફડી અંગે જાણો વ્યાજ

બેંક ફિક્સ્ડ ડિપોઝિટ (Bank Fix Deposit) સૌથી લોકપ્રિય રોકાણ છે. સિક્યોરિટી સાથે ગેરંટીડ રિટર્ન માટે લોકો તેમાં નાણાંનું રોકાણ કરે છે. આમાં, તમે રોકાણ કરતા પહેલા વધુ લાભ મેળવી શકો છો, જાણો કે કઈ બેંકની FD પર વધુ વ્યાજ મળી રહ્યું છે. આ તમારી કમાણીમાં વધારો કરશે. તમારી જમા મૂડી પર વધુ નફો થશે. ઇન્ડસઇન્ડ બેંક, આરબીએલ બેંક, ડીસીબી બેંક, બંધન બેંક અને કર્ણાટક બેંક એ એક વર્ષની એફડી ઉપર શ્રેષ્ઠ વળતર આપી રહ્યા છે.

દરેક બેન્ક એફડીનો વ્યાજ દર પોતાની રીતે નક્કી કરે છે. આમાં રોકાણની રકમ અને એફડીનો સમયગાળો જોવામાં આવે છે. તે સ્પષ્ટ છે કે જેટલા દિવસો માટે FD કરવામાં આવે છે, તે મુજબ વળતર પ્રાપ્ત થશે. ઘણી બેંકો થોડાક દિવસોથી લઈને 5 વર્ષ સુધીના સમયગાળા સાથે FD ઓફર કરે છે. ગ્રાહકો તેમની સુવિધા અનુસાર FD સ્કીમ લઇ શકે છે. એફડી તોડવી મુશ્કેલ છે અને દંડની જોગવાઈ છે, તેથી ગ્રાહકે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આ સ્કીમ લેવી જોઈએ.

1 વર્ષની FD ઇન્ડસઇન્ડ બેંક અને આરબીએલ બેંક એક વર્ષની એફડી પર 6 ટકા વ્યાજ આપી રહ્યા છે. આ બે બેંકોમાં 10 હજાર રૂપિયાની ડિપોઝિટ પર 10,614 રૂપિયા ચૂકવી રહ્યી છે. DCB બેંકનો વ્યાજ દર 5.55 ટકા છે અને 10 હજારના 10,567 રૂપિયા પરત કરે છે. બંધન બેંક 5.50 ટકા વ્યાજ આપી રહી છે અને તેની એફડીમાં 10 હજારના 10,561 રૂપિયા આપી રહી છે. જ્યારે કર્ણાટક બેંક 5.20 ટકા વ્યાજ આપી રહી છે અને 10,000ના 10,530 રૂપિયા એક વર્ષ પછી આપી રહી છે.

2 વર્ષની FD બે વર્ષની FD ની વાત કરીએ તો ઇન્ડસઇન્ડ બેંક અને RBL બેંક 6 ટકા વ્યાજ આપી રહ્યા છે. આ બે બેન્કોમાં 10 હજાર રૂપિયાની એફડી પર, 2 વર્ષમાં 11,265 રૂપિયા પરત કરાય છે. બંધન બેંક અને ડીસીબી બેંકનો વ્યાજ દર 5.50 ટકા છે અને અહીં 10 હજારના રોકાણ પર 11,154 રૂપિયાનું વળતર આપવામાં આવી રહ્યું છે. એક્સિસ બેંક 2 વર્ષની FD પર 5.40 ટકા વ્યાજ આપી રહી છે અને 10,132 રૂપિયા ચૂકવી રહી છે.

3 વર્ષની FD ત્રણ વર્ષની FD માં RBL બેંકનું નામ ટોચ પર છે. અહીં 6.30 ટકા વ્યાજ સાથે 10 હજારના રોકાણ પર 12,062 રૂપિયા આપવામાં આવે છે. ઇન્ડસઇન્ડ બેંક 3 વર્ષની FD પર 6 ટકા વ્યાજ સાથે 10 હજારનું 11,956 રિટર્ન આપી રહી છે. DCB બેન્ક 5.95 ટકા વ્યાજ સાથે 10 હજાર રૂપિયા પર 11,939 રૂપિયાનું વળતર આપી રહી છે. કર્ણાટક બેન્ક અને સાઉથ ઇન્ડિયન બેન્ક 5.50 ટકાના દરે 10,000 રૂપિયાના રોકાણ પર 11,781 રૂપિયાનું વળતર આપે છે.

5 વર્ષની FD હવે વાત કરીએ 5 વર્ષના ફિક્સ ડિપોઝીટના રોકાણની. આરબીએલ બેંક 6.30 ટકા વ્યાજ સાથે 10 હજારના રોકાણ પર 13,669 રૂપિયાનું વળતર આપી રહી છે. ઇન્ડસઇન્ડ બેંક 6 ટકા વ્યાજ સાથે 10 હજારના રોકાણ પર 13,469 રૂપિયાનું વળતર આપી રહી છે. DCB બેન્ક 5.95 ટકા વ્યાજ સાથે 10 હજારના 13,435 રૂપિયાનું વળતર આપી રહી છે. એક્સિસ બેંક 5.75 ટકા વ્યાજ દર સાથે 10 હજારમાંથી 13,304 રૂપિયા આપી રહી છે. સાઉથ ઇન્ડિયન બેંક 5.65 ટકા વ્યાજ સાથે 13,238 રૂપિયાનું વળતર આપી રહી છે.

આ પણ વાંચોઃ

  • Follow us on Facebook

Published On - 7:25 am, Tue, 19 October 21

Click on your DTH Provider to Add TV9 Gujarati