AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : આ કાચ જેવી સાફ નદી જોઇને ચોંક્યા આનંદ મહિન્દ્રા, ટ્વીટ કરીને આપ્યો આ ખાસ મેસેજ

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા પોતે આ તસવીર જોયા બાદ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયો શેર કરીને તેમણે લોકોને મોટો સંદેશ આપ્યો છે. તેમણે એક લાઇનમાં લખ્યું, 'આ એક અદભૂત દૃશ્ય છે.

Viral Video : આ કાચ જેવી સાફ નદી જોઇને ચોંક્યા આનંદ મહિન્દ્રા, ટ્વીટ કરીને આપ્યો આ ખાસ મેસેજ
Viral Video: Anand Mahindra shocked to see this glass clear river
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2021 | 7:12 AM
Share

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા (Anand Mahindra) દરરોજ તેમના ચાહકો સાથે પ્રેરણાદાયી વીડિયો અને ફોટોઝ શેર કરતા રહે છે. તાજેતરના સમયમાં આનંદ મહિન્દ્રાએ તેના ફોલોવર્સ માટે વધુ એક સરસ તસવીર શેર કરી છે. તે જોયા પછી, તમે પણ થોડા સમય માટે વિચારતા થઇ જશો.

તસવીરમાં તમે જોઈ શકો છો કે એક બોટ નદીમાં તરતી દેખાય છે, ખલાસીઓ સહિત ઘણા લોકો તેના પર બેઠા છે. આ ફોટો મનોજ કુમાર દ્વારા શેર કરવામાં આવ્યો હતો, જે નંદી ફાઉન્ડેશનના CEO છે.

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા પોતે આ તસવીર જોયા બાદ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયો શેર કરીને તેમણે લોકોને મોટો સંદેશ આપ્યો છે. તેમણે એક લાઇનમાં લખ્યું, ‘આ એક અદભૂત દૃશ્ય છે. આપણી બધી નદીઓ કેવી હોવી જોઈએ તેની આ યાદ અપાવે છે.

આનંદ મહિન્દ્રાના આ ટ્વીટને 13 હજારથી વધુ લોકોએ પસંદ કર્યુ છે, જ્યારે 1100 થી વધુ લોકોએ રીટ્વીટ પણ કર્યું છે. આ સાથે, લોકો આ ટ્વીટ પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ નદીનું નામ ઉમંગોટ છે. ઉમંગોટ નદીને દૌકી પણ કહેવાય છે. દૌકી એક નાનું શહેર છે, જે ભારત-બાંગ્લાદેશ સરહદ પર આવેલું છે. તે શિલોંગથી 95 કિલોમીટર દૂર છે. તેને ભારતની સૌથી સ્વચ્છ નદી માનવામાં આવે છે, જે દેખાવમાં કાચ જેવી લાગે છે. તેના પર દોડતી હોડીઓ જાણે હવામાં તરતી હોય તેવું લાગે છે.

આ પણ વાંચો –

સ્વીટી પટેલ હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચે 1290 પાનાની દળદાર ચાર્જશીટ ફાઇલ કરી, 100 થી વધુ સાક્ષીઓ, મહત્વના પુરાવાઓનો સમાવેશ

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 19 ઓક્ટોબર: પ્રેમીઓને ઘરમાંથી મળી શકે છે લગ્નની મંજૂરી, ઇમ્પોર્ટ-એક્સપોર્ટ સંબંધિત વ્યવસાયને વેગ મળશે

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, તુલા 19 ઓક્ટોબર: જમીન-મકાન સબંધિત કામો આજે ઉકેલાશે, આર્થિક વ્યવહારો સંભાળીને કરવા

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">