કોહલી સેન્ચુરી પે સેન્ચુરી લગાયેંગે…કપ લાયેંગે, ICC વર્લ્ડ કપને લઇને સોશિયલ મીડિયામાં છવાયો ઉત્સાહ, જુઓ વીડિયો
બે વખતની ચેમ્પિયન ભારતીય ક્રિકેટ ટીમ રવિવારે ICC ક્રિકેટ વર્લ્ડ 2023 કપની ફાઇનલમાં 5 વખતની વિજેતા ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. આ શાનદાર મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતી કાલે રવિવારે ICC વર્લ્ડ કપ ફાઇનલ મેચ છે, મેચને લઇને લોકોમાં ખુબ ઉત્સાહ છે, બે વખતની ચેમ્પિયન ભારતીય ક્રિકેટ ટીમ રવિવારે ICC ક્રિકેટ વર્લ્ડ 2023 કપની ફાઇનલમાં 5 વખતની વિજેતા ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.
આ શાનદાર મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. યજમાન ભારત ચાલુ વર્લ્ડ કપમાં અત્યાર સુધી અપરાજિત છે જ્યારે ઓસ્ટ્રેલિયા લીગ તબક્કામાં 2 મેચ હારી ગયું હતું. ભારતે લીગમાં કાંગારૂ ટીમને હરાવ્યું છે. મેચના દિવસે વરસાદની કોઈ આગાહી નથી. ચાહકો સંપૂર્ણ 50 ઓવરની રમત જોવા મળશે.
સોશિયલ મીડિયાના આ જમાનામાં લોકો વીડિયો બનાવી સતત પોતાનો ક્રિકેટને લઇને ઉત્સાહ જતાવી રહ્યા છે.આવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે કપ લાયેંગે, દિવાળી હમણા પુરી થઇ છે ત્યારે એક સોન્ગ સતત વાયરલ થઇ રહ્યું હતું રામ આયેંગે , સ્વાતી મિશ્રાના આ સોન્ગ પરથી કપ લાયેંગે વાયરલ થઇ રહ્યું છે
જુઓ વીડિયો
View this post on Instagram
@wajahathasan ઇન્સાગ્રામ પેજ પરથી આ સોન્ગ વાયરલ થઇ રહયું છે, આ સમાચાર લખાઇ રહ્યા છે ત્યારે તેમાં 1,022,952 જેટલા લોકો આ વીડિયોને લાઇ કરી ચુક્યા છે.