આ પિતા અને આરોગ્યકર્મીને સલામ ! ચારે તરફ ભરાયેલા પાણીમાં બાળકને વાસણમાં લઇ જઇ આપી પોલિયોની રસી, Video થયો Viral

TV9 GUJARATI

|

Updated on: Oct 01, 2021 | 7:27 AM

આ તસવીર રવિવારે સિંઘેશ્વર ગામમાં લેવામાં આવી હતી. માતા પૂરના પાણીમાં ચાલી શકતી ન હતી. આવી સ્થિતિમાં, નવજાત બાળકને પોલિયો પીવડાવવા માટે, પિતા પુરના પાણીમાં એક મોટા વાસણમાં બાળકને લઇને પહોંચ્યા.

આ પિતા અને આરોગ્યકર્મીને સલામ ! ચારે તરફ ભરાયેલા પાણીમાં બાળકને વાસણમાં લઇ જઇ આપી પોલિયોની રસી, Video થયો Viral
Newborn baby floating in cooking pot for polio dose

Follow us on

સોશિયલ મીડિયા (Social Media) પર ઘણું બધું જોવા જેવું હોય છે. ઘણી વાર કંઈક એવું બને છે જે લોકોના દિલમાં સ્થાન બનાવી જાય છે. હવે એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જે દરેકને પસંદ આવી રહી છે.

તસવીર જોઈને તમારા બધાને ચોક્કસપણે થોડું વિચિત્ર લાગશે, પરંતુ આ ફોટામાં આરોગ્ય કર્મચારી નવજાત બાળકને પોલિયોનો ડોઝ આપી રહી છે. આ તસવીર જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ પણ આરોગ્ય કર્મચારીની પ્રશંસા કરી રહ્યા છે. આ ફોટો જોઈને અનુમાન લગાવી શકાય છે કે ભારતમાં આજે પણ પોલિયોના ટીપાંની જરૂર છે.

આરોગ્ય કર્મચારીઓની વાત કરીએ તો આજે પણ આરોગ્ય કર્મચારીઓ ભારતને પોલિયો મુક્ત બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છે. તમામ સંજોગો સામે લડતા, તેઓ જીંદગીના બે ટીપાં એટલે કે પોલિયો ડોઝ ઘરે ઘરે પહોંચાડી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, આ તસવીર પશ્ચિમ બંગાળના સુંદરબનની છે, જ્યાં કામદારો પુરની સ્થિતિમાં પણ બાળકોને પોલિયો ડોઝ અપાવવા પહોંચી રહ્યા છે. આ ચિત્રમાં તમે એક વાસણમાં નવજાત શિશુને જોઈ શકો છો.

હવે આ તસવીર તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વધુને વધુ વાયરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર જોવા મળી છે. તસવીર દિલ્હી એમ્સના ડોક્ટર યોગીરાજ રાય @IddocYogiraj દ્વારા શેર કરવામાં આવી છે. ફોટો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું, ‘ગંગાના ડેલ્ટા સુંદરવનમાં પલ્સ પોલિયો રસીકરણ. જળભરાવના ક્ષેત્રોમાં પણ હેલ્થ વર્કર અથાક મહેનત કરી રહ્યા છે.

જણાવી દઈએ કે, ટ્વિટર યુઝર @skbadiruddin ના જણાવ્યા મુજબ, આ તસવીર રવિવારે સિંઘેશ્વર ગામમાં લેવામાં આવી હતી. માતા પૂરના પાણીમાં ચાલી શકતી ન હતી. આવી સ્થિતિમાં, નવજાત બાળકને પોલિયો પીવડાવવા માટે, પિતા પુરના પાણીમાં એક મોટા વાસણમાં બાળકને લઇને પહોંચ્યા.

ફોટોમાં જોઈ શકાય છે કે એક બાળક વાસણમાં છે અને તેની ચારે બાજુ પાણી ભરાયેલું છે. તસવીરમાં તેના પિતા પણ બાળકને પકડીને ઉભા. તસવીરમાં, આરોગ્ય કાર્યકર બાળકને પોલિયોનો ડોઝ આપી રહ્યો છે અને તેની આંગળી પર ચિન્હ બનાવી રહ્યો છે.

આ પણ વાંચો –

Surat: શિક્ષણનું પદ લજવ્યું, ચાલુ કલાસે માત્ર 12 વર્ષની બાળકીની સતત છેડતી કરવાનો શિક્ષક પર આરોપ

આ પણ વાંચો –

અમેરિકાના કેલિફોર્નિયામાં લાગી ભીષણ આગ, 115 ફાયર બ્રિગેડની ગાડીઓ આગ કાબૂ કરવા લાગી કામે

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 01 ઓક્ટોબર: લાંબા સમયથી ચાલતા વિવાદનો આજે અંત આવી શકે, દિવસ સામાન્ય રહે

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati