Surat: શિક્ષણનું પદ લજવ્યું, ચાલુ કલાસે માત્ર 12 વર્ષની બાળકીની સતત છેડતી કરવાનો શિક્ષક પર આરોપ

સુરત કાપોદ્રામાં શિક્ષક પર વિદ્યાર્થિનીની છેડતીનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. ધોરણ 7 માં ભણતી બાળકીની સતત છેડતી કરવાનો આરોપમાં સુરતના કાપોદ્રા પોલીસે શિક્ષકની ધરપકડ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 6:46 AM

સુરતથી (Surat) શિક્ષણ જગતને શરમાવે એવી ઘટના સામે આવી છે. કાપોદ્રામાં શિક્ષક (Teacher) પર વિદ્યાર્થિનીની છેડતીનો (Molest) ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. ધોરણ 7 માં ભણતી બાળકી કે જે માત્ર 12 વર્ષની છે તેની સતત છેડતી કરવાનો આરોપ સુરતના શિક્ષક પર લાગ્યો છે. જો કે પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી છે. અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જણાવી દઈએ કે છેલ્લા એક મહિનાથી બાળકીની છેડતી કરતા હોવાનો શિક્ષક પર આરોપ છે.

અહેવાલો અનુસાર માત્ર 12 વર્ષીય પુત્રી જગદગુરુ શ્રી વલ્લભાચાર્ય સ્કુલના 7 માં ધોરણમાં અભ્યાસ કરે છે. અન્ય એક અહેવાલમાં જણાવાયું છે કે આ ઘટના ત્યારે સામે આવી જ્યારે બાળકીએ તેની સાથે થયેલા વ્યવહાર વિશે દાદીને વાત કરી. લગભગ એક મહિના અગાઉ સ્કૂલેથી ઘરે પરત ફરેલી નેહાએ દાદીને કહ્યું હતું કે સ્કૂલમાં વિજ્ઞાનના સર ચાલુ ક્લાસે તેની છાતીના ભાગે, સાથળ પર અને પાછળના ભાગે હાથ ફેરવે છે.

જો કે આ ફરિયાદમાં પ્રથમતો બાળકીના દાદીને લાગ્યું હતું કે નેહા સ્કૂલે નહીં જવાના બહાના કાઢે છે. એટલે વાત ધ્યાન બહાર કાઢી દીધી. પરંતુ આવી ફરિયાદ સતત થતા દાદીએ ગંભીર રીતે સમગ્ર ઘટનાને જોઈ. પરંતુ તે સમયે દીકરીએ કહ્યું કે હવે આવું કરશે તો હું તમને જણાવીશ. જો કે બાદમાં ઘટના ખુબ ગંભીર બની ગઈ. એક દિવસ બાળકીએ સ્કૂલમાં નહીં જવાની વાત કરતા કહ્યું કે ગતરોજ પણ સરે ફરી ગંદી હરકત કરી. બાદમાં તેનો પરિવાર શાળાએ ગયો હતો, ત્યારે શિક્ષક આવ્યો ન હતો. અને પ્રિન્સીપાલે પણ સરનો તેમ કહી બચાવ કર્યો હતો કે તેને અમે કાઢી મુક્યો છે. આ બાદ બાળકીના દાદીએ બનાવ અંગે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: અમદાવાદ બન્યું ખાડા-વાદ: મેટ્રોસિટીના દરેક રસ્તાની હાલત બિસ્માર અને AMC ની ગણતરી માત્ર થીગડા જ મારવાની!

આ પણ વાંચો: Surat : મેટ્રો રેલ પ્રોજેક્ટ – ચોકબજાર સ્થિત SBI બેકનું થશે સ્થળાંતર, જાણો વિગત

Follow Us:
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી તક મળશે
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી તક મળશે
ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને
ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને
મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ
મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ
સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત
કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ આપ્યુ રાજીનામુ- વીડિયો
કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ આપ્યુ રાજીનામુ- વીડિયો
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈનકાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈનકાર
પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન
ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન
વિદેશી વિદ્યાર્થીઓને ફાળવાઈ અદ્યતન સુવિધાથી સજ્જ નવી NRI હોસ્ટેલ
વિદેશી વિદ્યાર્થીઓને ફાળવાઈ અદ્યતન સુવિધાથી સજ્જ નવી NRI હોસ્ટેલ
પાટીદાર દીકરીઓ અંગે કરેલા નિવેદન પર કાજલ હિન્દુસ્તાનીએ કરી સ્પષ્ટતા
પાટીદાર દીકરીઓ અંગે કરેલા નિવેદન પર કાજલ હિન્દુસ્તાનીએ કરી સ્પષ્ટતા
g clip-path="url(#clip0_868_265)">