Viral Video : નેપાળી મહિલાએ બોલીવુડ ગીત ‘ડફલી વાલે ડફલી બજા’ પર કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો થયો વાયરલ
ભારતની સાથે-સાથે પડોશી દેશ નેપાળમાં પણ લગ્નની સિઝન ચાલી રહી છે. જેના કારણે ત્યાંના પણ કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

અત્યારે દેશભરના ઘણા રાજ્યોમાં લગ્નની સિઝન ચાલી રહી છે. જાનૈયા અને સગા-સંબંધીઓ કોઈપણ લગ્નમાં ડાન્સ કરતા જોવા મળે છે. લગ્ન દરમિયાન કરવામાં આવતો ડાન્સ ગામની શેરીથી લઈને સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે. દરેક વ્યક્તિ આવા વીડિયો જોવાનું પસંદ કરે છે. હાલના દિવસોમાં લગ્નના ઘણા વીડિયોએ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.
આ પણ વાંચો : Viral Video : છોટા પેકેટ બડા ધમાકા ! બાળકીઓએ કર્યો ધમાકેદાર ડાન્સ, વીડિયો જોઈ યુઝર્સ થયા ફેન, કહ્યું- આગ લગા દી
ભારતની સાથે-સાથે પડોશી દેશ નેપાળમાં પણ લગ્નની સિઝન ચાલી રહી છે. જેના કારણે ત્યાંના પણ કેટલાક વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક નેપાળી મહિલા લગ્ન દરમિયાન બોલીવુડના ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે.
નેપાળી મહિલાનો ડાન્સ થયો વાયરલ
યુઝર્સ આ વાયરલ વીડિયોને સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર શેર કરી રહ્યા છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર everythingaboutnepal નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક નેપાળી મહિલા બોલીવુડ ફિલ્મ ‘સરગમ’ના સદાબહાર ગીત ‘ડફલી વાલે ડફલી બજા’ પર ડાન્સ કરતી જોવા મળે છે. જેમાં યુઝર્સેને મહિલાના ડાન્સ સ્ટેપ્સ પસંદ આવ્યા હતા.
વીડિયોને 9 લાખથી વધુ વ્યુઝ મળ્યા
હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. અત્યાર સુધી આ વીડિયોને સોશિયલ મીડિયા પર 71 હજારથી વધુ લાઈક્સ અને 9 લાખ 81 હજારથી વધુ વ્યુઝ મળ્યા છે. વીડિયો જોઈને યુઝર્સ મહિલાના ડાન્સની પ્રશંસા કરી રહ્યાં છે. તે જ સમયે, કેટલાક લોકો વીડિયોમાં મહિલા સાથે ડાન્સ કરવાનો પ્રયાસ કરી રહેલા એક વ્યક્તિને ડાન્સ બગાડવાની ટીકા કરી રહ્યા છે.