Music Video: સ્નેહદીપે 5 ભાષામાં ગાયુ કેસરિયા ગીત, PM મોદી થયા પ્રભાવિત, કહ્યુ- એક ભારત શ્રેષ્ઠ ભારતને દર્શાવતી શ્રેષ્ઠ અભિવ્યક્તિ

TV9 GUJARATI

|

Updated on: Mar 18, 2023 | 2:20 PM

Music Video: એક પંજાબી સિંગર સ્નેહદીપ તેના એક ગીતને કારણે ઘણા ચર્ચામાં છે. જેમા ખાસ બાબત તો એ છે કે PM મોદીએ પણ તેના ગીતનો એક વીડિયો ટ્વીટ કર્યો છે. ત્યારે આવો જોઈએ આ સોંગમાં એવુ તો શું છે ખાસ..

Music Video: સ્નેહદીપે 5 ભાષામાં ગાયુ કેસરિયા ગીત, PM મોદી થયા પ્રભાવિત, કહ્યુ- એક ભારત શ્રેષ્ઠ ભારતને દર્શાવતી શ્રેષ્ઠ અભિવ્યક્તિ

ગત વર્ષે આવેલી ફિલ્મ બ્રહ્માસ્ત્રનું કેસરિયા સોંગ ફરી એકવાર ચર્ચામાં આવ્યુ છે. જેનુ કારણ છે સિંગર સ્નેહદીપસિંહ. PM મોદીએ સિંગર સ્નેહદીપના આ સોંગનો વીડિયો તેમના ટ્વીટર હેંડલ પર ટ્વીટ કરી એક ભારત શ્રેષ્ઠ ભારતનું શ્રેષ્ઠ કમ્પોઝિશન ગણાવ્યુ છે.

સ્નેહદીપે પાંચ ભાષામાં ગાયેલુ કેસરિયા સોંગ જેની PM મોદીએ કરી પ્રશંસા

‘કેસરિયા’ સોંગ ઘણુ હિટ રહ્યુ છે. જો કે ફરી એકવાર સોંગની ચર્ચા થઈ રહી છે. સ્નેહદીપે આ સોંગને ભારતની પાંચ ભાષાઓમાં ગાયુ છે. જેમા મલયાલમ, તમિલ, તેલુગુ, કન્નડ અને હિંદીમા ગાયુ છે. આ સોંગનો વીડિયો અનેકવાર જોવાઈ ચુક્યો છે. હવે પીએમ મોદીએ પણ સ્નેહદીપની પ્રશંસા કરી છે.

PM મોદીએ આ સોંગનો વીડિયો ટ્વીટ કરતા લખ્યુ છે કે આ અદ્દભૂત પ્રસ્તુતીને જુઓ. સ્નેહદીપ સિંહના મધુર અવાજ ઉપરાંત આ એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાની મહાન અભિવ્યક્તિ છે. શાનદાર ! એકજૂટ ભારતનો સંદેશ આપતા સોંગનો વીડિયોની ઘણી પ્રશંસા થઈ રહી છે.

PM મોદી ઉપરાંત દેશની અન્ય હસ્તીઓએ પણ આ વીડિયો શેર કર્યો છે. નામાંકિત ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ પણ આ વીડિયોને રીટ્વીટ કર્યો છે. આનંદ મહિન્દ્રએ લખ્યુ છે કે ઘણુ જ સુંદર. ભારત એક્દમ આવુ જ સાઉન્ડ કરે છે.

અન્ય લોકોએ પણ તેની પ્રશંસા કરી છે. લોકોને સ્નેહદીપનું આ સોંગ ઘણુ પસંદ આવી રહ્યુ છે. સ્નેહદીપસિંહ સિંગર છે અને તે તેના યુટ્યુબ ચેનલ પર સોંગ્સ સાથે એવા પ્રયોગ કરતા રહે છે.

આ પણ વાંચો: વિપક્ષમાં જ વિભાજન, એક મુદ્દા પર સરકારનો વિરોધ કરવા અલગ અલગ પ્લેટફોર્મ, શું 2024 માટે PM મોદીનો રસ્તો સાફ?

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati