વિપક્ષમાં જ વિભાજન, એક મુદ્દા પર સરકારનો વિરોધ કરવા અલગ અલગ પ્લેટફોર્મ, શું 2024 માટે PM મોદીનો રસ્તો સાફ?
Loksabha election: આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું કે અમે અલગ અલગ પાર્ટીના છે તો અલગ અલગ રીતે વિરોધ કરી રહ્યા છે પણ મુદ્દો અમારો એક છે.
2024માં ફરી એકવાર મોદી સરકાર સામે લડવા સંસદ ભવનમાં વિપક્ષી એકતા જોવા મળી રહી છે. આજ બુધવારે સંસદ ભવનમાં અદાણી અને તપાસ એજન્સીઓના મુદ્દા પર વિપક્ષી પાર્ટીઓએ વિરોધ પ્રદર્શન કર્યુ પણ અલગ અલગ રીત વહેંચાઈને. એક તરફ આમ આદમી પાર્ટી અને બીઆરએસ પોતાના પોસ્ટરો સાથે હડતાળ પર બેઠા હતા, ત્યારે તૃણમૂલ કોંગ્રેસ અલગથી ગાંધીજીની મૂર્તિ નીચે અલગ સ્લોગન સાથે નજર આવ્યું.
Opposition leaders take out protest march from Parliament to ED office on Adani issue
Read @ANI Story | https://t.co/KlzNCQARL0#opposition #ED #Adaniissue pic.twitter.com/1LT9pb1nMu
— ANI Digital (@ani_digital) March 15, 2023
ત્યારે ત્રીજા પક્ષની વાત કરીએ તો કોંગ્રેસની સાથે ઘણા વિપક્ષી દળોના સાંસદ 1 નંબરના ગેટ પર પોતાના અલગ બેનરોની સાથે મોદી સરકાર પર પ્રહાર કરતા નજરે આવ્યા. ત્રણે વિપક્ષી પાર્ટીઓના મુદ્દા એક જ હતા પણ વિરોધ કરવાનું અલગ અલગ પ્લેટફોર્મ બતાવી રહ્યું હતું કે વિપક્ષી પાર્ટીઓ મોદી સરકારની વિરોધી છે પણ પ્લેટફોર્મમાં એક સાથે નજર આવી રહ્યા નથી. હાલમાં તમામ મોદી સરકારના વિરોધને પોતાની પ્રથમ પ્રાથમિકતા જણાવીને પોતાની શરમ દૂર કરતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો: 2024 માટે RSS ફીડબેક ટીમ તૈયાર! 10,000 સ્વયંસેવકો કરશે સર્વે, પુછશે આ સવાલ
સરકાર અદાણી મામલે જવાબ આપે
ત્યારે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે કહ્યું કે અમે અલગ અલગ પાર્ટીના છે તો અલગ અલગ રીતે વિરોધ કરી રહ્યા છે પણ મુદ્દો અમારો એક છે. ત્યારે કોંગ્રેસ સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ કહ્યું કે દરેક લોકો પોતાની રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે પણ બધા જ લોકોનો મુદ્દો છે ‘સરકાર અદાણી મામલે જવાબ આપે’.
ચોથો પક્ષ ક્યાંય દેખાતો નથી
તમને જણાવી દઈએ કે વિરોધ માત્ર ત્રણ પક્ષના લોકો જ કરતા નથી, પરંતુ ચોથો પક્ષ પણ છે જે ક્યાંય દેખાતો નથી. તેઓ BJD, BSP અને YSR કોંગ્રેસ જેવા પક્ષો છે. એટલે કે એક તરફ મોદી સરકાર અને બીજી તરફ વિપક્ષ ચાર ટુકડામાં વહેંચાઈ ગયા છે, શું આ જ છે 2024ની વિપક્ષી એકતાનો સાર?