AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પુત્રવધુ દરરોજ ઝઘડો કરે તો સાસુ-સસરા તેને ઘરમાંથી બહાર કાઢી શકે છે, જાણો આ સ્થિતિમાં પુત્રવધુ શું કરી શકે ?

આ ચુકાદાની પંક્તિ વાંચ્યા પછી તમને લાગશે કે તે ચોક્કસપણે સાસુ-વહુની લડાઈનો મામલો હશે, જ્યારે આ મામલો પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનો હતો, જેમાં 69 વર્ષીય સાસુ અને 74 વર્ષના સસરાને વચ્ચે આવવું પડ્યું.

પુત્રવધુ દરરોજ ઝઘડો કરે તો સાસુ-સસરા તેને ઘરમાંથી બહાર કાઢી શકે છે, જાણો આ સ્થિતિમાં પુત્રવધુ શું કરી શકે ?
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2022 | 8:04 AM
Share

ઘરેલુ હિંસાના એક મામલામાં મહત્વપૂર્ણ આદેશ આપતાં દિલ્હી (Delhi)હાઈકોર્ટે કહ્યું કે ‘ઝઘડાખોર સ્વભાવની પુત્રવધૂ (Daughter in law)ને સંયુક્ત મકાનમાં રહેવાનો અધિકાર નથી અને મિલકતનો માલિક તેને બેદખલ કરી શકે છે.’ આ ચુકાદાની પંક્તિ વાંચ્યા પછી તમને લાગશે કે તે ચોક્કસપણે સાસુ-વહુની લડાઈનો મામલો હશે, જ્યારે આ મામલો પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનો હતો, જેમાં 69 વર્ષીય સાસુ અને 74 વર્ષના સસરાને વચ્ચે આવવું પડ્યું.

હવે જાણો આવી બાબતો સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નોના જવાબ

પ્રશ્ન 1- આ આખો મામલો શું હતો?

જવાબ- મામલો પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનો હતો.

પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. પતિએ પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પત્નીએ નીચલી કોર્ટમાં કેસ પણ દાખલ કર્યો હતો. પુત્ર અને પુત્રવધૂ વચ્ચે રોજબરોજના ઝઘડાઓથી સાસુ પરેશાન થઈ ગઈ હતી. જે બાદ પુત્ર ઘર છોડીને ભાડાના મકાનમાં શિફ્ટ થઈ ગયો, પરંતુ પુત્રવધૂ તેની વૃદ્ધ સાસુ વિરૂદ્ધ ઉભી રહી. તે ઘર છોડવા માંગતી ન હતી. તે જ સમયે, સાસુ તેની વહુને ઘરની બહાર કાઢવા માંગતી હતી. આ માટે સસરાએ કોર્ટમાં અરજી પણ કરી હતી.

પ્રશ્ન 2- ઘરની બહાર કાઢી મૂક્યા પછી પુત્રવધૂ ક્યાં જશે?

જવાબ- સાસરિયાં વાળા જ અન્ય જગ્યાએ રહેવાની વ્યવસ્થા કરશે.

હાલના કિસ્સામાં, જ્યાં સુધી પુત્રવધૂ લગ્નના બંધનમાં રહે છે, ત્યાં સુધી તેને ઘરેલું હિંસા અધિનિયમની કલમ 19(1) (f) હેઠળ બીજું ઘર આપવામાં આવશે. તે સ્પષ્ટ છે કે જો પુત્રવધૂ છૂટાછેડા ન આપે અને સાસુ તેને ઘરની બહાર કાઢી મૂકે, તો તેઓ પુત્રવધૂના રહેવા માટે અન્ય વ્યવસ્થા કરશે. જેની સાસરા પક્ષની જવાબદારી રહેશે.

પ્રશ્ન 3- શું સાસુ-સસરા પુત્રવધૂને મિલકતમાંથી બેદખલ કરી શકે છે?

જવાબ- હા, થઈ શકે છે.

દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ યોગેશ ખન્નાએ કહ્યું કે સંયુક્ત પરિવારના મકાનના કિસ્સામાં સંબંધિત મિલકતનો માલિક પુત્રવધૂને મિલકતમાંથી બેદખલ કરી શકે છે. જો કે, અગાઉના એક કેસમાં, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે ઘરેલું હિંસાથી પીડિત પત્નીને ફક્ત પતિના માતા-પિતા (સાસુ)ના ઘરમાં રહેવાનો જ કાયદેસર અધિકાર છે, પરંતુ પતિ દ્વારા બાંધવામાં આવેલ ઘર પર પત્નીનો અધિકાર રહેશે.

પ્રશ્ન 4- પુત્રવધૂનો સાસરિયાઓની મિલકત પર ક્યારે અને કેવી રીતે અધિકાર છે?

જવાબ: વિવિધ પરિસ્થિતિઓમાં જુદા જુદા નિયમો હોય છે.

પરણીત અને વિધવા પુત્રવધુને સંપત્તિનો અધિકાર, પરણીત મહિલા જોઈન્ટ હિન્દુ ફેમિલીની સભ્ય હોય છે પરંતુ સમાન ઉત્તરાધિકારી નહીં. પુત્રવધુને પોતાના સાસરીયાની સંપત્તિમાં કોઈ અધિકાર હોતો નથી. જોઈન્ટ ફેમિલીમાં પતિએ જો સંપત્તિ બનાવી હોય તો તેમાં પત્નીનો અધિકાર હોય છે.

પુત્રવધુ સાસરીયાની સંપતિ પર અધિકાર પોતાના પતિના માધ્યમથી જ લઈ શકે છે. સાસુના નિધન બાદ તેની સંપત્તિ પર બાળકોનો અધિકાર રહેશે. પુત્રવધુ એ ભાગની હકદાર રહેશે જે તેના પતિના ભાગમાં આવી છે. પુત્રવધુને ઘરમાં ત્યાં સુધી રહેવાનો અધિકાર છે જ્યાં સુધી તે પરણીત છે. સાસરીયા વાળા જો ભાડાના મકાનમાં છે તો પણ પુત્રવધુને રહેવાનો અધિકાર છે.

સસરાએ ખુદએ બનાવેલી સંપત્તિમાં પુત્રવધુનો કોઈ કાયદાકીય અધિકાર નથી. વિધવા પુત્રવધુને પોતાના પતિ દ્વારા છોડી ગયેલી સંપત્તિ પર અધિકાર છે. પરણીત મહિલાનો સાસરીયા વાળાની સ્વયં અર્જિત સંપત્તિ પર અધિકાર નથી.

પ્રશ્ન 5 – મિલકતના વિવાદ અને મારપીટ અંગે વડીલોના અધિકારો શું છે?

જવાબ: વિવિધ પરિસ્થિતિઓ માટે અલગ-અલગ નિયમો છે. નીચે પ્રમાણે

વૃદ્ધ માતા-પિતા પોતાના પુત્રો અથવા પુત્રો ન હોવા પર ઉત્તરાધિકારીઓનું ભરણ-પોષણ લેવા માટે કોર્ટ જઈ શકે છે. પ્રોપર્ટી લેણદેણ બાદ વૃદ્ધને હેરાન કરનાર પુત્રોએ તેમની સંપત્તિ પરત પણ આપવી પડે શકે છે. દર મહિને 10 હજાર સુધીનો ખર્ચ વૃદ્ધ માતા-પિતાને રેવેન્યુ કોર્ટથી મેળવી શકાય છે. વૃદ્ધોને શાંતિથી રહેવા માટે પુત્ર-પુત્રી અથવા પુત્રવધુથી પોતાનું ઘર ખાલી કરવાનો અધિકાર છે.

પ્રશ્ન 6-દિલ્હી હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય શું હતો?

જવાબ – કોર્ટે પુત્રવધૂની અપીલ ફગાવી દીધી. સાસુ-સસરાની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો હતો. કોર્ટે કહ્યું- વૃદ્ધ સાસુને શાંતિથી જીવવાનો અધિકાર છે. તેઓ પુત્રવધૂને તેમની શાંતિ માટે ઘરની બહાર કાઢી શકે છે. સંયુક્ત કુટુંબમાં મિલકતનો માલિક પુત્રવધૂને પણ મિલકતમાંથી બેદખલ કરી શકે છે.

જો કે, જ્યારે પુત્રવધૂએ મિલકતનો દાવો કર્યો હતો, ત્યારે સસરાએ 2016 માં નીચલી કોર્ટમાં તેમના ઘરના કબજા માટે દાવો કર્યો હતો. જે મુજબ તે મિલકતનો સંપૂર્ણ માલિક છે અને તેનો પુત્ર (પુત્રવધૂનો પતિ) અન્ય કોઈ જગ્યાએ શિફ્ટ થઈ ગયો છે. તે જ સમયે, બંને વડીલો તેમની વહુ સાથે રહેવા માંગતા નથી, કારણ કે પુત્રવધૂ દરરોજ લડે છે. કોર્ટે પોતાનો ચુકાદો આપતાં કહ્યું કે ઘરેલું હિંસા અધિનિયમની કલમ 19 હેઠળ રહેઠાણનો અધિકાર સંયુક્ત મકાનમાં રહેવા માટે જરૂરી અધિકાર નથી. ખાસ કરીને એવા કિસ્સાઓ કે જ્યાં પુત્રવધૂ તેની વૃદ્ધ સાસુ સામે લડતી હોય.

આ પણ વાંચો: WhatsApp Tips and Tricks: શું તમારાથી કોઈ જરૂરી મેસેજ થઈ ગયો છે ડિલીટ અથવા ‘Delete For Me’ તો આ ટિપ્સથી મેળવી શકો છો પરત

આ પણ વાંચો: Funny: ચકડોળ ઘુમતા ટેણીયાની હવા ટાઈટ થઈ ગઈ, લોકોએ કહ્યું ‘લેન્ડ કરવા દો’નું બીજુ વર્ઝન

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">