Funny: ચકડોળ ઘુમતા ટેણીયાની હવા ટાઈટ થઈ ગઈ, લોકોએ કહ્યું ‘લેન્ડ કરવા દો’નું બીજુ વર્ઝન

હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો (Viral Video)સામે આવ્યો છે. જેને જોયા પછી તમારા બાળપણની યાદ ચોક્કસપણે તાજી થઈ જશે. ત્યારે લોકોને આ વીડિયો ખુબ પસંદ આવી રહ્યો છે.

Funny: ચકડોળ ઘુમતા ટેણીયાની હવા ટાઈટ થઈ ગઈ, લોકોએ કહ્યું 'લેન્ડ કરવા દો'નું બીજુ વર્ઝન
Boy felt fear while swinging (Image Credit Source: Instagram)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2022 | 6:59 AM

ઘણીવાર બાળકો જ્યારે મેળામાં જાય છે ત્યારે તેમનું ધ્યાન સૌથી પહેલા ઝુલા તરફ જાય છે. એમાં કોઈ શંકા નથી કે આજે પણ જ્યારે પણ આપણે મેળામાં જઈએ છીએ ત્યારે આપણું ધ્યાન સૌથી પહેલા એ જ ઝૂલાઓ તરફ જાય છે, જેને જોઈને બાળપણની યાદો ચોક્કસથી મનમાં તાજી થઈ જાય છે. જેના પર બેસતા પહેલા આપણે મોટા સ્વેગ બતાવતા હતા પરંતુ જ્યારે પણ સ્વિંગ શરૂ થાય છે ત્યારે હવા ટાઈટ થઈ જાય છે. હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો (Viral Video) સામે આવ્યો છે. જેને જોયા પછી તમારા બાળપણની યાદ ચોક્કસપણે તાજી થઈ જશે.

વાયરલ થઈ રહેલો આ વીડિયો મહારાષ્ટ્રનો હોવાનું લાગી રહ્યું છે. વીડિયોમાં એક છોકરો મેળામાં ઝુલા પર સવારી કરી રહ્યો છે. ઝુલો શરૂ થાય ત્યાં સુધી છોકરો ખૂબ જ ઉત્સાહિત હતો. અને ઘણો સ્વેગ બતાવી રહ્યો છે. તે very Interesting very interesting કહીને પોતાની ખુશી વ્યક્ત કરે છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

જેમ જેમ ઝુલો સ્વિંગ કરે છે છોકરો ડરવા લાગે છે. અને ચિલ્લાઈને કહે છે કે ઉડજા હવા કી ઉચાઈઓમેં વાહ! જેમ જેમ ઝૂલો આકાશની ઊંચાઈએ પહોંચે છે, તે ગભરાઈને પ્રાર્થના કરે છે અને ભગવાનનું નામ બોલે છે ‘જય મહારાષ્ટ્ર! હર હર મહાદેવ! જય બજરંગ બલી,” કહેતો સંભળાય છે.

View this post on Instagram

A post shared by GiDDa CoMpAnY (@giedde)

બાળકને એક પછી એક પરિવારના તમામ લોકો યાદ આવવા લાગે છે. તે પછી તે સંપૂર્ણપણે પાગલ થઈ જાય છે અને તેના પિતા અને પરિવારના અન્ય સભ્યો માટે બૂમો પાડતા રડવા લાગે છે. “પાપા, મામા, કાકા, કાકી” આ દરમિયાન તેની સામે બેઠેલો વ્યક્તિ મોબાઈલથી આખી ઘટનાનો વીડિયો રેકોર્ડ કરે છે. જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ ફની વીડિયો GiDDa CoMpAnY નામના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોયા પછી તમે હસવાનું રોકી નહીં શકો. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, ‘એકસાથે બધા પરિવાર અને ભગવાનના નામ યાદ આવી ગયા.’ જ્યારે બીજાએ લખ્યું, ‘આ ફની વીડિયો જોયા પછી મને લેન્ડ કરા દો વાળા ભાઈ યાદ આવ્યા.’ આ સિવાય બીજા ઘણા યુઝર્સે આ વીડિયો પર ફની કોમેન્ટ્સ કરી છે.

આ પણ વાંચો: Russia Ukraine War: યુક્રેનને પુતિનની ચેતવણી, કહ્યું- શસ્ત્રો મૂકી અને ક્રેમલિનની તમામ માંગણીઓ પૂરી કરશે તો જ યુદ્ધ અટકશે

આ પણ વાંચો: Russia Ukraine War: રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને યુક્રેનમાંથી બહાર કાઢવાની તૈયારીમાં USA અને UK, લિથુઆનિયામાં 150 નેવી સીલ કમાન્ડો તૈનાત

g clip-path="url(#clip0_868_265)">