AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp Tips and Tricks: શું તમારાથી કોઈ જરૂરી મેસેજ થઈ ગયો છે ડિલીટ અથવા ‘Delete For Me’ તો આ ટિપ્સથી મેળવી શકો છો પરત

ઘણી વખત ભૂલથી, આપણે જરૂરી ચેટ ડીલીટ કરી દેતા હોઈએ છીએ. જેના કારણે આપણે પાછળથી પસ્તાવો થાય છે અને તેને રિસ્ટોર કરવા માટે તમામ ટિપ્સ અપનાવીએ છીએ. તો ચાલો તમને એક એવી ટ્રિક (WhatsApp Retrieve Deleted Messages)જણાવીએ જેની મદદથી ડિલીટ થયેલા મેસેજને રિકવર કરી શકાય છે.

WhatsApp Tips and Tricks: શું તમારાથી કોઈ જરૂરી મેસેજ થઈ ગયો છે ડિલીટ અથવા 'Delete For Me' તો આ ટિપ્સથી મેળવી શકો છો પરત
Symbolic Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 07, 2022 | 7:00 AM
Share

વોટ્સએપ (WhatsApp)એ એક એવું મેસેન્જર પ્લેટફોર્મ છે જેનો સમગ્ર વિશ્વમાં ઉપયોગ થાય છે. ત્યારે WhatsApp પણ તેના વપરાશકર્તાઓને ધ્યાનમાં રાખીને વિવિધ સુવિધાઓ પ્રદાન કરતું રહે છે. આમાંની એક ખાસ સુવિધા એ છે કે જે મેસેજને ડિલીટ કરી શકાય છે (WhatsApp Deleted Messages).આવી સ્થિતિમાં, ચેટ્સમાં મોકલેલા સંદેશને મોકલ્યા પછી, તમે ડિલીટ ફોર મી (Delete For Me)અથવા બધા માટે ડિલીટ (Delete For Everyone)પણ કરી શકો છો.

કેટલીકવાર એવી કેટલીક ચેટ્સ અથવા મેસેજ હોય ​​છે જેની જરૂર હોતી નથી, આવી સ્થિતિમાં આપણે તેને ડિલીટ કરી શકીએ છીએ. જો કે, ઘણી વખત ભૂલથી, આપણે જરૂરી ચેટ ડીલીટ કરી દેતા હોઈએ છીએ. જેના કારણે આપણે પાછળથી પસ્તાવો થાય છે અને તેને રિસ્ટોર કરવા માટે તમામ ટિપ્સ અપનાવીએ છીએ. જો તેમ છતા તમારો મેસેજ રિસ્ટોર નથી થતો, તો ચાલો તમને એક એવી ટ્રિક (WhatsApp Retrieve Deleted Messages)જણાવીએ જેની મદદથી ડિલીટ થયેલા મેસેજને રિકવર કરી શકાય છે.

વોટ્સએપ ક્લાઉડમાંથી મેસેજ પરત મેળવવો

જો તમે ડિલીટ કરેલા મેસેજ (WhatsApp Chat Backup)પાછા લાવવા માંગતા હો, તો તમે WhatsApp ક્લાઉડ દ્વારા રિસ્ટોર કરી શકો છો. WhatsApp પર ચેટ્સ અને મેસેજનો બેકઅપ લેવાનો વિકલ્પ છે, જે WhatsApp ક્લાઉડમાં બેકઅપ દ્વારા મેસેજ લાવે છે. દરરોજ, રાત્રે 2 થી 4 વાગ્યાની વચ્ચે, Android વપરાશકર્તાઓ WhatsApp પર બેકઅપ થાય છે. આવી સ્થિતિમાં, જો ફોન ખોવાઈ જાય અથવા તમે અન્ય ફોનમાં WhatsAppનો ઉપયોગ કરવા માંગતા હો, તો ચેટ્સનું બેકઅપ પુનઃપ્રાપ્ત કરી શકાય છે.

આ રીતે પણ કરી શકાય છે મેસેજને રીટ્રીવ

તમારા સ્માર્ટફોનના ફાઈલ મેનેજર પર જાઓ અહીં તમને એન્ડ્રોઇડ ફોલ્ડરની ફાઇલ મળશે. તેના પર ક્લિક કરો અને WhatsApp ફોલ્ડર પસંદ કરો. અહીં ડેટાબેઝ ફોલ્ડર હશે, તેને પસંદ કરો. જૂના બેકઅપ ફોલ્ડરનું નામ અહીં બદલો. ઉદાહરણ તરીકે “msgstore-YYYY-MM-DD.1.db.crypt12” ને બદલી “msgstore.db.crypt12” કરો

આ પ્રક્રિયા દ્વારા તમારા સંદેશાઓ અથવા ચેટ્સ WhatsApp પર પુનઃસ્થાપિત કરવામાં આવશે. ધ્યાનમાં રાખો કે જૂની ચેટ્સ અથવા સંદેશાઓ પાછા લાવવાની આ પ્રક્રિયામાં, જૂના દિવસોના સંદેશાઓનું બેકઅપ લેવામાં આવશે. આવી સ્થિતિમાં, તેના પછી આવેલા સંદેશાઓ આપમેળે ડિલીટ થઈ શકે છે.

આ પણ વાંચો: 30 દિવસમાં ડોક્ટર બનાવી દેવાનો દાવો કરતી એપ, યુઝર્સના રિવ્યુ વાંચી થઈ જશો હસી હસીને લોટપોટ

આ પણ વાંચો: Tech News: રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે મોટો સાયબર અટેક, યુરોપના હજારો યુઝર્સનું ઈન્ટરનેટ ઠપ્પ

Follow Us
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">