Viral Video: તહેવારો સીઝન હોય કે ઓફ સીઝન હોય મીઠાઈની (Sweet) માંગ હંમેશા રહે છે. સાથે જ મીઠાઈ ખાવાના શોખીનો ઘણીવાર અલગ-અલગ જગ્યાએથી પોતાની પસંદગીની મીઠાઈઓ મંગાવીને ખાતા જોવા મળે છે. સામાન્ય રીતે તહેવારોની સિઝનમાં (Festival Season) મીઠાઈની કિંમત આસમાને પહોંચી જતી હોય છે. ત્યારે તાજેતરમાં દિલ્હીની (Delhi) એક મીઠાઈની કિંમત લોકોમાં ચર્ચાનો વિષય બની છે.
જો કે આ મીઠાઈની વિશેષતા તેની કિંમત પરથી જાણી શકાય છે. વાયરલ થઈ રહેલા વીડિયો અનુસાર આ મીઠાઈનું નામ ‘ગોલ્ડ પ્લેટેડ’ સ્વીટ (Golden Plated Sweet) છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે દુકાનદાર પહેલા મીઠાઈ તૈયાર કરે છે અને પછી તેના પર સોનાનો વરક લગાવીને તેના પર કેસર લગાવે છે, જેના કારણે આ મિઠાઈની કિંમત ખુબ જ વધારે છે. જો તેની કિંમતની વાત કરીએ તો કેપ્શનમાં કહેવામાં આવ્યુ છે કે આ મીઠાઈની કિંમત 16 હજાર રૂપિયા પ્રતિ કિલો છે.
View this post on Instagram
આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ કોમેન્ટ દ્વારા પોત પોતાની પ્રતિક્રિયા (Comments) આપી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યુ ‘ કિંમત ગમે તેટલી હોય, મીઠાઈ જોવામાં શાનદાર છે તો સ્વાદમાં મજેદાર હશે.
‘જ્યારે અન્ય એક યુઝરે લખ્યું, ‘કિંમત સાંભળ્યા પછી મોટાભાગના લોકો ગોળ ખાઈને સંતુષ્ટ થઈ જશે.’ જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ, આ મીઠાઈને ખરીદવામાં એક મહિનાનો પગાર લાગશે.” આ સિવાય અન્ય ઘણા યુઝર્સે પણ ફની કમેન્ટ્સ (Funny Comments) કરી રહ્યા છે.તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી oye.foodieee નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે અને એકબીજા સાથે શેર કરી રહ્યા છે.
આ પણ વાંચો : વાંદરાએ ફુગ્ગા સાથે કર્યા જબરા ખેલ પણ અચાનક ફુગ્ગો ફૂટતા થયું કંઈક આવું, જુઓ આ વાયરલ વીડિયો