મચ્છરોનું તોફાન ! તમે પહેલા ક્યારે આવા તોફાનનો વીડિયો નહીં જોયો હોય

રસ્તા પર જઇ રહેલા એક ડ્રાઇવરે મચ્છરોના આ તોફાનને પોતાના કેમેરામાં કંડારી લીધુ. તે જ્યારે પોતાની કાર ડ્રાઇવ કરી રહ્યો હતો ત્યારે અચાનક જ તેની સામે મચ્છરોનું આ તોફાન આવીને ઉભુ રહ્યુ.

  • Publish Date - 3:10 pm, Thu, 22 July 21 Edited By: Bhavyata Gadkari
મચ્છરોનું તોફાન ! તમે પહેલા ક્યારે આવા તોફાનનો વીડિયો નહીં જોયો હોય
Mosquito storm in Russia

રશિયા (Russia) ના પૂર્વ ભાગમાં મચ્છરોના તોફાનનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે. તમે હમણાં સુધી તોફાનના ઘણા બધા વીડિયો જોયા હશે પરંતુ વાયરલ થયેલા આ વીડિયોમાં તમને મચ્છરોનું ખૂબ મોટું ઝૂંડ ટોરનેડોની (Mosquito Tornado) જેમ ફરતુ જોવા મળશે. આ તોફાન એક વિસ્તારથી બીજા વિસ્તાર તરફ ઝડપથી આગળ વધી રહ્યુ છે.

 

એક મીડિયા હાઉસ દ્વારા પબ્લીશ થયેલા સમાચાર અનુસાર, રસ્તા પર જઇ રહેલા એક ડ્રાઇવરે મચ્છરોના આ તોફાનને પોતાના કેમેરામાં કેદ કર્યુ છે. તે જ્યારે પોતાની કાર ડ્રાઇવ કરી રહ્યો હતો ત્યારે એચાનક જ તેની સામે મચ્છરોનું આ તોફાન આવીને ઉભુ રહ્યુ. પહેલા તો આ ડ્રાઇવરને ખબર જ ન પડી કે આ શુ થઇ રહ્યુ છે.

 

 

આ ડ્રાઇવરના રસ્તામાં મોટી સંખ્યામાં મચ્છર આવી જતા તેને આગળ કઇં પણ દેખાવાનું બંધ થઇ ગયુ. તેણે ગાડી રોકીને આ મચ્છરોનો વીડિયો બનાવવાનો શરૂ કર્યો. મચ્છરોના તોફાનનો આ વીડિયો હવે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ ઘટના રશિયાના Kamchatka Krai માં બની હતી.

 

દુનિયાભરમાં સૌથી વધુ તોફાન અમેરીકામાં જ આવે છે. અને આ તોફાનોના ચોંકવનારા વીડિયો સામે આવતા રહે છે. આ તોફાનો મોટા પ્રમાણમાં નુક્સાન કરીને જાય છે. પરંતુ રશિયામાં જે આ તોફાન આવ્યુ છે તેને જોઇને દુનિયાભરના લોકો ચોંકી ગયા છે. સોશિયલ મીડિયામાં લોકો આ વીડિયોને ખૂબ શેયર કરી રહ્યા છે અને વીડિયો પર જુદી જુદી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે

 

આ પણ વાંચો – Gujaratમાં સીએમ રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાની આવી રીતે કરાશે ઉજવણી, ઓગસ્ટમાં માસમાં વિવિધ કાર્યક્રમો

આ પણ વાંચો – NRI Player of India : ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના NRI ખેલાડી ભાગ લેશે, ખેલાડીઓ હૉકી અને ટેનિસના મેડલ પર દાવેદાર