નીતા અંબાણીએ NMACCના મહેમાનોને રૂપિયા 500 ની નોટ સાથે પીરસ્યો હલવો ! Memes થયા viral

અંબાણીએ મુંબઈમાં NMACC ના ઉદ્ઘાટન માટે એક ભવ્ય સમારોહનું આયોજન કર્યું હતું. મહેમાનો માટે મેનૂમાં પૈસાથી ભરેલી મીઠાઈ હતી, પરંતુ ટ્વિસ્ટ સાથે.

નીતા અંબાણીએ NMACCના મહેમાનોને રૂપિયા 500 ની નોટ સાથે પીરસ્યો હલવો ! Memes થયા viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2023 | 2:12 PM

1લી એપ્રિલે યોજાયેલા NMACC પર્વ કોઈ ભવ્ય કાર્યક્રમથી ઓછું ન હતું ! અંબાણી પરિવારે સુનિશ્ચિત કર્યું કે બધું જ પરફેક્ટ હોય અને તેમના મહેમાનો બેસ્ટ અનુભવ હોય. શું તમે જાણો છો કે NMACCમાં આવેલા મહેમાનોને ચાંદીની પ્લેટમાં ભોજન પીરસવામાં આવ્યું હતું ! એટલું જ નહીં, તેમને 500 રૂપિયાની નોટોથી ભરેલી મીઠાઈ પણ પીરસવામાં આવી હતી. જો કે તેમાં એક ટ્વિસ્ટ છે.

આ પણ વાંચો : NMACC: ચાંદીની થાળીમાં ભોજન, 500 રૂપિયાની નોટો સાથે ચાટ પીરસવામાં આવી, મુકેશ અંબાણીની પાર્ટીના ઈનસાઈડ ફોટો વાયરલ

55 દિવસમાં 120000 કરોડ... IPL કરતા 10 ગણી વધારે કમાણી
Gut Cleaning : સવારે ઉઠ્યા બાદ કરો આ 5 કામ, પેટ થશે બરાબર સાફ
પૂર્વ મુખ્યમંત્રીના પૌત્ર સાથે જાહ્નવી કપૂર તિરુપતિ પહોંચી, જુઓ Photos
Vastu Tips : ઘરની દક્ષિણ દિશામાં રાખશો આ 5 વસ્તુઓ, તો થોડા દિવસોમાં થઈ જશો કંગાળ !
આ ગુજરાતી કંપનીનો શેર છે નોટ છાપવાનું મશીન, 21 ટકા વધ્યો સ્ટોકનો ભાવ
Weight Loss Tips : ઝડપી વજન ઘટાડવાથી સ્વાસ્થ્ય પર થાય છે ખરાબ અસર ! જાણો કારણ

વાસ્તવમાં તે માત્ર મહેમાનો અને પરફોર્મન્સ જ ચર્ચાનો વિષય બન્યો ન હતો, પરંતુ ઇવેન્ટમાં પીરસવામાં આવતું ભોજન પણ ચર્ચાનો વિષય હતું – જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. સાથે મીમ્સ પણ વાયરલ થઈ રહ્યા છે.

NMACC મહેમાનોને હલવા સાથે પીરસવામાં આવી રૂપિયા 500ની નોટ

NMACC પર્વની કેટલીક તસવીરો જે હાલમાં વાયરલ થઈ રહી છે, તેમાં 500 રૂપિયાની ઘણી નોટો સ્વીટ ડિશમાં જોવા મળી રહી છે. જો કે તસવીરમાં દેખાતી ખાદ્ય વસ્તુને ‘દૌલત કી ચાટ’ કહેવામાં આવે છે, જે ઉત્તર ભારતમાં ખૂબ જ પ્રિય રેસિપી છે. તેમાં નકલી નોટો છે. NMACC લૉન્ચ પર અંબાણીની પાર્ટીમાં મહેમાનોને રૂપિયા 500 ની નોટોવાળી વાનગી પીરસવામાં આવી હતી, પરંતુ અસલી પૈસા નહીં.

જુઓ વાયરલ થઈ રહેલા મીમ્સ

NMACC Menu

આ સ્વીટ ડીશ ઉપરાંત નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ના લોકાર્પણમાં ઉપસ્થિત મહેમાનોને પાલક પનીર, દાળ, કરી, હલવો, ડેઝર્ટ, પાપડ અને લાડુ સહિત અનેક ભારતીય વાનગીઓ પીરસવામાં આવી હતી.

NMACC લોન્ચ વિશે

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર, જેને NMACC તરીકે પણ ઓળખવામાં આવે છે. તે મુંબઈમાં જિયો વર્લ્ડ સેન્ટરમાં આવેલું છે. તેનું ઉદ્ઘાટન 31 માર્ચે ભવ્ય ઉદઘાટન સાથે કરવામાં આવ્યું હતું. લોન્ચનો બીજો દિવસ 1 એપ્રિલના રોજ યોજાયો હતો.

આ સેન્ટર, જે બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં જિયો વર્લ્ડ સેન્ટરમાં આવેલું છે, તે નીતા અંબાણીની ડ્રીમ પ્રોજેક્ટ છે. આ સાથે તેઓ ભારતીય કલાના સ્વરૂપોને સાચવવા અને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય રાખે છે. આ ભવ્ય લોન્ચિંગમાં ઘણા લોકપ્રિય હોલીવુડ અને બોલિવૂડ સેલેબ્સે હાજરી આપી હતી. પ્રિયંકા ચોપરા, નિક જોનાસ, ગીગી હદીદ, દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, કરીના કપૂર, સૈફ અલી ખાન, કરણ જોહર, ઝેન્ડાયા, ટોમ હોલેન્ડ અને અન્ય ઘણા લોકો હાજર હતા.

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">