AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NMACC: ચાંદીની થાળીમાં ભોજન, 500 રૂપિયાની નોટો સાથે ચાટ પીરસવામાં આવી, મુકેશ અંબાણીની પાર્ટીના ઈનસાઈડ ફોટો વાયરલ

આ કાર્યક્રમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આમાંના એક ફોટોમાં 500 રૂપિયાની નોટમાં મુકીને તે ખોરાક પીરસવામાં આવ્યો છે. ફોટોમાં દેખાતી આ વસ્તુને 'દૌલત કી ચાટ' કહેવામાં આવી રહી છે. ઉત્તર ભારતમાં તે ખૂબ ફેમસ છે.

NMACC: ચાંદીની થાળીમાં ભોજન, 500 રૂપિયાની નોટો સાથે ચાટ પીરસવામાં આવી, મુકેશ અંબાણીની પાર્ટીના ઈનસાઈડ ફોટો વાયરલ
inside photo of Mukesh Ambani party goes viral
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2023 | 4:35 PM
Share

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) નું તાજેતરનું લોન્ચિંગને લઈને આજકાલ ઘણા સમાચારો સામે આવી રહ્યા છે. અંબાણી પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમની ભવ્યતા અને આતિથ્ય લોકોમાં ચર્ચાનો વિષય છે. આ કાર્યક્રમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આમાંના એક ફોટોમાં 500 રૂપિયાની નોટમાં મુકીને ચાટ પીરસવામાં આવી છે જે ફોટોમાં દેખાતી આ વસ્તુને ‘દૌલત કી ચાટ’ કહેવામાં આવી રહી છે. ઉત્તર ભારતમાં તે ખૂબ ફેમસ છે.

ક્રિકેટ, રાજકારણ અને બોલિવૂડની હસ્તીઓ પણ સામેલ

NMACC લોન્ચ કાર્યક્રમ દરમિયાન, ફોટામાં દેખાતી સ્વીટ ડીશ સાથે રૂ. 500ની નોટો મૂકવામાં આવી હતી. આ નોટો સાથે પાર્ટીમાં આવનાર મહેમાનોને આ વાનગી પીરસવામાં આવી હતી. કદાચ તમે પણ પહેલીવાર ફોટો જોઈને ચોંકી જશો. પરંતુ તમને જણાવી દઈએ કે આ 500 રૂપિયાની નોટો વાસ્તવીક નથી. મુંબઈના Jio વર્લ્ડ સેન્ટર ખાતે 1લી એપ્રિલે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ની લોન્ચિંગ પાર્ટીના અવસર પર બોલિવૂડ-હોલીવુડની સાથે સાથે ક્રિકેટ અને બિઝનેસ જગતની અનેક હસ્તીઓ હાજર રહી હતી.

ambani

ચાંદીની થાળીમાં ભોજન પીરસાયું

આ દરમિયાન મહેમાનોને ભોજનમાં ખાસ ભારતીય થાળી પીરસવામાં આવી હતી. મહીપ કપૂરે પાર્ટીની એક તસવીર શેર કરી છે. આ ફોટામાં દેખાતી ચાંદીની થાળીમાં ઘણા બાઉલ રાખવામાં આવ્યા છે. આમાં તમે રોટલી, દાળ, પાલક પનીર, કઢી, હલવો, સ્વીટ ડીશ, પાપડ અને લાડુ વગેરે જેવી ઘણી વાનગીઓ જોઈ શકો છો.

પ્લેટ પર વાઇનનો ગ્લાસ પણ દેખાય છે. NMACCનું ઉદ્દઘાટન 31મી માર્ચે મુંબઈમાં થયું હતું. તે બીજા દિવસે એટલે કે 1 એપ્રિલે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કલાકારો સિવાય સ્પોર્ટ્સ અને બિઝનેસ જગત સાથે જોડાયેલી તમામ હસ્તીઓએ પણ ભાગ લીધો હતો.

આ હસ્તીઓ હતી હાજર

સુપરસ્ટાર રજનીકાંત, આમિર ખાન, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા, વરુણ ધવન, સોનમ કપૂર, અનુપમ ખેર, જાવેદ અખ્તર, શબાના આઝમી, સુનીલ શેટ્ટી, શાહિદ કપૂર, વિદ્યા બાલન, આલિયા ભટ્ટ, દિયા મિર્ઝા, શ્રદ્ધા કપૂર, શ્રેયા ઘોષાલ, રાજુ હિરાણી, તુષાર કપૂર જેવા બોલિવૂડ સ્ટાર્સ, કૈલાશ ખેર અને મામે ખાન પણ તેમના સુરીલા અવાજો સાથે હાજર રહ્યા હતા.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">