મોતના મોંમા જઈ ઉભો રહ્યો શખ્સ, વાયરલ વીડિયો જોઈ લોકો સ્તબ્ધ, જુઓ વીડિયો

એક વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક શખ્સ જ્વાળામુખીની એટલો નજીક જાય છે કે જોનાર પણ સ્તબ્ધ થઈ જાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં જે રીતે આગનો આખો મહાસાગર દેખાય છે તે ખરેખર ભયાનક છે.

મોતના મોંમા જઈ ઉભો રહ્યો શખ્સ, વાયરલ વીડિયો જોઈ લોકો સ્તબ્ધ, જુઓ વીડિયો
Shocking Viral VideoImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2022 | 2:11 PM

ન જાણે આપણી ધરતી પર કુદરતે કેટલા રૂપ અને રંગો પાથર્યા છે. ક્યાંક દૂર સુધી ફેલાયેલું પાણી છે તો ક્યાંક પર્વતો છે. ક્યાંક બરફની શીતળતા છે તો ક્યાંક રણની ગરમી છે. આ તે છે જે પૃથ્વીને અલગ અને સુંદર પણ બનાવે છે, પરંતુ અમુક એવા દૃશ્ય પણ છે જે ભયંકર હોય છે અને જો કોઈ વ્યક્તિ તેમાંથી કોઈપણનું ભયંકર સ્વરૂપ જુએ છે, તો વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જશે. આવો જ એક વીડિયો હાલમાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક શખ્સ જ્વાળામુખીની એટલો નજીક જાય છે કે જોનાર પણ સ્તબ્ધ થઈ જાય છે.

ગાલિબના શેરમાં ‘આગની નદી’ વિશે આપણે બધાએ સાંભળ્યું છે, પણ શું તમને આ આગની નદી જોવાનો મોકો મળ્યો છે? જો નહિ તો આ વીડિયો જરૂર જુઓ. સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં જે રીતે આગનો આખો મહાસાગર દેખાય છે, તે જોઈ કોઈ પણ વ્યક્તિ કંપી ઉઠશે. જો આપણે તેની નજીકથી પસાર થઈએ, તો પણ તે બળીને રાખ કરી શકે છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

લાવાનો સમુદ્ર

જ્વાળામુખી વિશ્વની સૌથી ખતરનાક વસ્તુઓમાંથી એક છે, જેની નજીક જવાથી વસ્તુઓ બળીને રાખ થઈ જાય છે. વાયરલ વીડિયોમાં એક વ્યક્તિએ ધગધગતા જ્વાળામુખી પાસે જઈને લોકોને ચોંકાવી દીધા છે. તે કોઈ પણ જાતની સલામતી વિના એવી જગ્યા પર ઉભો છે, જ્યાંથી લાવાનો આખો સમુદ્ર ઉકળતો હોય છે. ઉકળતા લાવાનું તાપમાન લગભગ 1000 ડિગ્રી સેલ્સિયસ છે, તો તે વ્યક્તિ તેની નજીક કેવી રીતે ગયો હશે, તેને ઉકળતા લાવાની કોઈ અસર કેમ ન થઈ ? જો કે આ જોતા, આ ભયાનક દ્રશ્ય વાસ્તવિક છે કે નહીં તે અંગે કોઈ માહિતી મળી નથી.

આ વીડિયોને @OTerrifying નામના યુઝરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે આ જગ્યા લાવા મહાસાગરના કિનારે લાગે છે. માત્ર 21 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 20 લાખ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 51 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. વીડિયો જોયા બાદ લોકોએ એકથી વધુ પ્રતિક્રિયાઓ આપી છે.

g clip-path="url(#clip0_868_265)">