રસ્તા પર નીકળી અનોખી સવારી, આખલાને બાઈક પર બેસાડી યુવકે મચાવી ધમાલ
આખલાનો વાયરલ થઈ રહેલો વીડિયો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ પોતાની બાઈક પર આગળ આખલાને બેસાડીને રસ્તા પર જઈ રહ્યો છે. આવી અનોખી રાઈડ તમે પહેલા ભાગ્યે જ જોઈ હશે.

દુનિયામાં રહેતા દરેક વ્યક્તિ અલગ માનસિકતા અને વિચારધારા ધરાવે છે. કેટલાક લોકોને બાઈક અને કારમાં પાળતુ પ્રાણીઓને ફરવા લઈ જવાનો શોખ હોય છે. એક-બે વર્ષ પહેલા ઈન્ટરનેટ પર એક વાંછડાનો વીડિયો વાયરલ થયો હતો. જે કારની સવારીનો આનંદ માણી રહ્યું હતુ. હાલમાં સોશિયલ મીડિયા પર આખલાનો અનોખો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આખલાનો વાયરલ થઈ રહેલો વીડિયો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ પોતાની બાઈક પર આગળ આખલાને બેસાડીને રસ્તા પર જઈ રહ્યો છે. આવી અનોખી રાઈડ તમે પહેલા ભાગ્યે જ જોઈ હશે. મોટા સિંગડાવાળો આખલો પણ આ બાઈક સવારીનો આનંદ માણતો જોવા મળે છે. રસ્તા પરથી પસાર થતા એક કાર સવારે પોતાના મોબાઈલમાં આ ઘટનાને રેકોર્ડ કરી હતી.
આ પણ વાંચો : લો બોલો, આ ડંકીમાંથી પાણીને બદલે નીકળે છે દારૂ, જોઈને બધા થયા આશ્ચર્યચકિત
This is how you ride the BULL in a rally. #nifty50 #StockmarketIndia pic.twitter.com/J1jpEkk4EM
— Naresh Nambisan | നരേഷ് ♂️ (@nareshbahrain) November 10, 2023
કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે આ વીડિયો નાઈઝીરિયાનો છે. વાયરલ થઈ રહેલો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @nareshbahrain નામની આઈડી પરથી શેયર કરવામાં આવ્યો છે. માત્ર 12 સેકેન્ડના આ વીડિયોને સોશિયલ મીડિયા પર લગભગ 2 લાખ જેટલા વ્યૂઝ મળ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
એક યુઝરે લખ્યુ છે કે, આને જ બુલ રન કહેવાય. બીજા એક યુઝરે લખ્યુ છે કે, દુનિયા કેટલી અને સ્કિલથી ભરેલી છે, જેની કોઈ કલ્પના જ નથી કરી શકાય. અન્ય એક યુઝરે લખ્યું છે કે આ વ્યક્તિએ આખલાને બાઈક પર સેટ કઈ રીતે કર્યો હશે ? આવી અનેક મજેદાર પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.
આ પણ વાંચો : સુરતના આ છોકરાએ ‘ખલાસી’ ગીતનું હિન્દી વર્ઝન કર્યું ક્રીએટ, જુઓ વાયરલ વીડિયો
Disclaimer : આ આર્ટિકલ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.
ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો