AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લો બોલો, આ ડંકીમાંથી પાણીને બદલે નીકળે છે દારૂ, જોઈને બધા થયા આશ્ચર્યચકિત

આ વીડિયો @Benarasiyaa નામના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોયા બાદ લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'દારૂ માફિયા આવું કરે છે.' અન્ય યુઝરે લખ્યું, 'એક ચોંકાવનારો કિસ્સો.' આ સાથે એક યુઝરે લખ્યું, 'આધુનિક હેન્ડપંપ.'

લો બોલો, આ ડંકીમાંથી પાણીને બદલે નીકળે છે દારૂ, જોઈને બધા થયા આશ્ચર્યચકિત
Desi Daru Viral video
| Updated on: Nov 09, 2023 | 9:29 AM
Share

પાણી ભૂગર્ભમાંથી બહાર આવે છે, કોલસો પણ ખાણમાંથી કાઢવામાં આવે છે તેમજ તેલ પણ નીકળે છે પરંતુ શું તમે ક્યારેય ભૂગર્ભમાંથી દારૂ નીકળતો જોયો છે. હકીકતમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો યુપીના ઝાંસી જિલ્લાના મૌરાનીપુરનો હોવાનું કહેવાય છે.

અહીં હેન્ડપંપ પરથી દારૂ આવવા લાગ્યો હતો. જ્યારે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરી તો જાણવા મળ્યું કે અંદર એક મોટું ટેન્કર દટાયેલું છે. જેમાં કાચો દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો રાખવામાં આવ્યો હતો. પોલીસે ટેન્કર પોતાના કબજામાં લઈ લીધું છે.

સિનિયર અધિકારીઓએ ઝડપ્યો દારૂનો જથ્થો

આ મામલો મૌરાનીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના બસરિયા ડેરાનો છે. આબકારી વિભાગને બાતમી મળી હતી કે અહીં કાચો દારૂ બનાવીને વેચવામાં આવતો હતો. આ પછી પોલીસે અહીં દરોડા પાડ્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે પાણીને બદલે દારૂનો વેપલો થઈ રહ્યો છે. આ પછી સિનિયર અધિકારીઓએ આવીને એક હેન્ડપંપ ચલાવીને કાચા દારૂનો જંગી જથ્થો ઝડપ્યો હતો.

જુઓ વીડિયો

(Credit Source : @Benarasiyaa)

દારૂ વેચનારની થઈ છે ધરપકડ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર જ્યારે આ મામલો સામે આવ્યો ત્યારે પોલીસે કડક કાર્યવાહી કરી હતી. દારૂ વેચનારની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચર્ચા ચાલી રહી છે અને દરેક લોકો તેની વાત કરી રહ્યા છે.

Disclaimer : આ આર્ટિકલ ફેક્ટ ચેક કરવામાં આવ્યો છે, આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી.

 ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">