આવો Resignation letter તમે ક્યારે નહીં જોયો હોય, આ વ્યકિતએ પોતાના દિલની વાત લખીને આપ્યુ ‘Resignation’
Viral Resignation Letter : કેટલાક લોકો પોતાની નોકરી ખુબ કંટાળી ગયા હોય છે.અને કેટલીક વાર કામના દબાવમાં આવી એવા વિચિત્ર કામ કરી દે છે, જે વાયરલ થઈ જતા હોય છે.

દરેક માણસ એવુ ઈચ્છતો હોય છે કે તેને પોતાના પસંદની નોકરી કરે. એવી નોકરી જેમાં તેનુ મન લાગે, જે કામ કરવામાં તેને મજા આવે. આજની બદલતી લાઈફસ્ટાઈલમાં લોકો પોતાની મેન્ટલ હેલ્થને વધારે પ્રાધાન્ય આપવાનું પંસદ કરે છે અને એટલે જે કામમાં તેમને વધારે તકલીફ પડતી હોય તેવા કામો તેઓ કરવાનું ટાળે છે. તમે રાજીનામા (Resignation Letter) તો ઘણા જોયા હશે પણ હાલમાં જે રાજીનામુ વાયરલ થયુ છે એ જોઈને તમે ખડખડાટ હસી પડશો. આ જમાનામાં લોકો ખુબ ક્રિએટિવ થઈ ગયા છે. આ વાયરલ Resignation Letter લખનારની ક્રિએટિવ આ વાયરલ ફોટોમાં દેખાય આવે છે. આ Viral Resignation Letterનો ફોટો જોઈ તમે કહી શકશો- સીધી વાત, નો બકવાસ.
થોડા દિવસ પહેલા આવો જ એક Resignation Letterનો ફોટો વાયરલ થયો હતો, જેમાં ફકત 3 અક્ષરમાં પોતાની વાત કહેવામાં આવી હતી- બાય બાય સર. હાલમાં જે Resignation Letter નો ફોટો વાયરલ થયો છે તેમાં પણ આટલા જ ટૂંકા શબ્દોમાં પોતાની વાત રજૂ કરવામાં આવી છે.
આ રહ્યો એ વાયરલ ફોટો
This letter is short but very deep. A serious problem that we all need to solve… pic.twitter.com/B35ig45Hhs
— Harsh Goenka (@hvgoenka) June 19, 2022
ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાએ ટ્વિટર પર આ ફોટો શેયર કર્યો છે. જેની સાથે તેણે કેપ્શન લખ્યું, ‘આ પત્ર ભલે નાનો હોય, પરંતુ તેની પાછળની સમસ્યા ગંભીર છે, જે આપણે બધાએ ઉકેલવી પડશે.’ આ Resignation Letterને લોકો ખુબ પંસદ કરી રહ્યા છે. આ Resignation Letter દેશ-વિદેશમાં ફેમસ થઈ ગયો છે. લોકો આ ફોટો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ Resignation Letter માં લખવામાં આવ્યુ છે કે – સર, હુ નોકરી છોડુ છું, કામ કરવામાં મજા નથી આવતી.
આ રહી લોકોની પ્રતિક્રિયા
Yes, we need to understand that why Rajesh has taken this step? Identification and understanding the problem should be the 1st step followed by its solution. pic.twitter.com/KniGz7eu6U
— Dr Suresh K Rathi, MBBS, PhD (@drsjrathi) June 19, 2022
How many people left? On LinkedIn you posted Same with a different verbatim.
— Karthik (@karthikuvacha) June 19, 2022
Sahab ko ye roj duty pr pilaye…… pic.twitter.com/qcbIe68KhB
— RT (@rajatan27) June 19, 2022