Viral Video: સિંહને અચાનક સામે આવતા જોઈ આ વ્યક્તિની હવા ટાઈટ થઈ, પછી જે થયુ તેને કારણે વાયરલ થયો વીડિયો
Jungle safari video : જંગલ સફારી દરમિયાન એક સિંહ ટુરિસ્ટ ગાડીના ટ્રેકર સીટના સાવ નજીક આવી પહોંચ્યો. ત્યાર પછી તે સીટ પર બેસેલા વ્યક્તિની જે હાલત થઈ તે જોવા જેવી હતી.

જંગલના ખતરનાક પ્રાણીઓ વિશે આપણે બાળપણથી જાણીએ છે. સ્કૂલમાં પણ જંગલના એ ખતરનાક પ્રાણીઓ વિશેની વાર્તાઓ શીખવવામાં આવતી. જંગલના તમામ પ્રાણીઓમાં સિંહને (Lion) સૌથી ખતરનાક જંગલી પ્રાણી માનવામાં આવે છે. તેથી જ તેને જંગલનો રાજા માનવામાં આવે છે. વાઘ, ચિંતા જેવ પ્રાણીઓ પણ તેનાથી ડરતા હોય છે. શું થાય જો તમારી સામે સિંહ આવી જાય? તમારી શું હાલત થશે તેની તમે કલ્પના કરી શકો છો. જો તમારે વન્યજીવનની સુંદરતાનો આનંદ માણવો હોય તો જંગલ સફારી ખુબ સારો વિકલ્પ છે જેના દ્વારા વન્ય પ્રાણીઓને પણ ખૂબ નજીકથી જોવાની તક મળે છે. હાલમાં જંગલ સફારીને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral video) થયો છે. જેમાં એક સિંહ પ્રવાસીઓના વાહનોની એકદમ નજીક પહોંચી જાય છે.
આ વાયરલ થઈ રહેલો વીડિયો થોડાક જ સેકન્ડનો છે. તે તેમાં જે દ્રશ્ય દેખાય છે તે સૌને દંગ કરી દે છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે જંગલ સફારી દરમિયાન ગાડી એક જગ્યાએ ઉભી છે. જેથી પ્રવાસીઓ તે સ્થળના ફોટોઝ પોતાના કેમેરામાં કેદ કરી શકે. પણ ત્યાર પછી જે થાય છે તે જોઈને બધાના હ્દયના ઘબકારા વધી ગયા. એક ખતરનાક સિંહ ટ્રેકર સીટ પર બેસેલા રેંજરના ખુબ નજીક આવી જાય છે. રેંજરની નજર બીજી તરફ હોય છે. તેની નજર સિંહ પર પડતા તે ગભરાઈ જાય છે. આ વીડિયો જે એંગલથી લેવામાં આવ્યો છે, તે તેને વધારે જોવા લાયક બનાવે છે. આ પછી શું થયુ તેની કોઈ જાણકારી મળી નથી. કારણ કે આ વીડિયો થોડી જ સેકન્ડનો હતો.
વાયરલ વીડિયો
View this post on Instagram
આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર wildtrails.in નામની આઈડી પરથી શેર કરવામાં આવ્યુ છે. તેના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે, આ ટ્રેકર સીટ પર જો તમે હોવ તો શું કરો? આ વીડિયો ખુબ જ ખતરનાક અને આકર્ષક છે, પણ આ વીડિયોને જોઈને ઘણા લોકો હેરાન થયા છે. તેમને તે વ્યકિતની હાલની સ્થિતી જાણવાની જીજ્ઞાશા જાગી છે.