AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્પીડમાં બાઈક પર સ્ટંટ દેખાડી રહ્યો હતો વ્યક્તિ, અચાનક બગડ્યુ બેલેન્સ જુઓ પછી શું થયુ

સોશિયલ મીડિયા (Social Media) પર છવાયેલા વીડિયોમાં એક માણસ બાઈક સાથે રસ્તા પર સ્ટંટ કરી રહ્યો હતો. પરંતુ આ સમય દરમિયાન તેનું સંતુલન અચાનક બગડી ગયું. પછી જે થયું તે કદાચ તે ક્યારેય નહીં ભૂલી શકે.

સ્પીડમાં બાઈક પર સ્ટંટ દેખાડી રહ્યો હતો વ્યક્તિ, અચાનક બગડ્યુ બેલેન્સ જુઓ પછી શું થયુ
Man Performs stunt on bike
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2021 | 9:08 PM
Share

દુનિયાની દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેની પાસે મોંઘુ બાઈક હોય, જેને સ્પીડ સાથે દોડાવીને તે આશ્ચર્યજનક સ્ટંટ કરીને બતાવી શકે. જેઓ પાસે બાઈક છે તેમાંથી કેટલાક લોકોને તેમના જીવનની પરવા કર્યા વિના ખતરનાક સ્ટંટ કરતા જોઈ શકાય છે. ઘણા લોકોના માથા પર સ્ટંટ કરવાનું એવું ભૂત હોય છે કે તેઓ પોતાનો જીવ પણ ગુમાવે છે  પણ આ એવા લોકો છે જે માનવાનું નામ નથી લેતા. આવા જ એક સ્ટંટનો વીડિયો લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

સોશિયલ મીડિયા (Social Media) પર છવાયેલા વીડિયોમાં એક માણસ બાઈક સાથે રસ્તા પર સ્ટંટ કરી રહ્યો હતો. પરંતુ આ સમય દરમિયાન તેનું સંતુલન અચાનક બગડી ગયું. પછી જે થયું તે કદાચ તે ક્યારેય નહીં ભૂલી શકે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે યુવક સ્પીડથી બાઈક ચલાવતી વખતે ખતરનાક સ્ટંટ કરી રહ્યો છે. પરંતુ, સંતુલન બગડતાં જ તે સીધો રસ્તા પર પડી ગયો. જો કે, તે નસીબદાર હતો કે તે બીજી બાજુથી આવતા વાહન તરફ ન પડ્યો નહીં તો તેનો જીવ ગુમાવવો પડ્યો હોત.

સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર થતાં જ લોકોએ બાઈકર્સને સલાહ આપવાનું શરૂ કર્યું. વીડિયો જોયા બાદ એક યુઝરે કહ્યું કે સાચે જ સ્ટંટ કરવાના ચક્કરમાં લોકો પોતાના જીવની પણ પરવા કરતા નથી. તે જ સમયે અન્ય યૂઝરે કહ્યું કે તે એક જીવલેણ સ્ટંટ છે. જ્યારે અન્ય એક યુઝરે કહ્યું કે મને ખબર નથી કે લોકો ક્યારે સમજશે કે તેમની ભૂલ કોઈનો પણ જીવ લઈ શકે છે.

ઈન્સ્ટાગ્રામ (Instagram) પર આ વીડિયો  vip.chobbar નામના યૂઝરે શેર કર્યો છે. જ્યારે કેટલાક લોકો વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા તો કેટલાક લોકો તેની ટીકા પણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે બાઈક પર સ્ટંટના કારણે ઘણા લોકો જીવ ગુમાવી દે છે. આવી સ્થિતિમાં એ જરૂરી છે કે બાઈક પર સ્ટંટબાજી ન કરવી જોઈએ કારણ કે આપણી નાની  ભૂલ ક્ષણમાં શોકનું સ્વરૂપ લઈ શકે છે.

 આ પણ વાંચોViral Video : રાહુલ ગાંધી તેમના જન્મના સાક્ષી નર્સને મળ્યા ,વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ પણ વાંચોFunny Video : લગ્નમાં વિધિ દરમિયાન દુલ્હન થઈ ગઈ ગુસ્સે, વીડિયો જોઈને તમે પણ થઈ જશો સ્તબ્ધ !

g clip-path="url(#clip0_868_265)">