Viral Video: 25,000 ફૂટની ઉંચાઈથી પેરાશૂટ વગર પ્લેનમાંથી માર્યો કૂદકો, વીડિયો જોઈને તમારા શ્વાસ અધ્ધર થઈ જશે
વાયરલ થઈ રહેલા આ જૂના વીડિયોમાં તમે જોશો કે એક સ્કાયડાઈવર પેરાશૂટ વિના 25,000 ફૂટની ઊંચાઈથી પ્લેનમાંથી કૂદકો મારી રહ્યો છે અને નીચે જમીન પર કઈ રીતે પહોચે છે.
એડવેન્ચર રમતોના શોખીન બહાદુર લોકો રોમાંચથી ભરપૂર ખતરનાક સ્ટંટ કરવાથી ડરતા નથી. પરંતુ તેમને આવું કરતા જોઈને દર્શકોનું દિલ ચોક્કસથી મોં સુધી પહોંચી જાય છે. હવે 25,000 ફૂટની ઊંચાઈથી પેરાશૂટ વિના નીચે પડવાનો આવો જ એક જૂનો વીડિયો સામે આવ્યો છે, જે ફરીથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ટ્વીટને એલોન મસ્કને પણ લાઈક કર્યું હતું, જે હવે ટ્વિટરના માલિક બની ગયા છે.
તમે ભાગ્યે જ કલ્પના કરી શકો છો કે કોઈ પેરાશૂટ વિના પ્લેનમાંથી 25,000 ફૂટની ઊંચાઈથી કૂદી શકે છે. અમેરિકન નાગરિક લ્યુક આઈકિન્સ સિવાય મોટાભાગના લોકો માટે તે અકલ્પનીય હશે. પરંતુ આવું 2016માં થયું હતું અને આવું પહેલીવાર બન્યું હતું જ્યારે કોઈ પેરાશૂટ વિના આટલી ઊંચી ઊંચાઈથી કૂદીને જાળમાં સુરક્ષિત રીતે ઉતર્યો હતો. રોમાંચથી ભરપૂર આ આખું દ્રશ્ય અનેક એંગલથી કવર કરવામાં આવ્યું છે, જેનો વીડિયો ફરી એકવાર સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
Have you ever seen a man jump out of a plane from 25,000 feet with no parachute and then land in a massive net on Earth?
Now you have. pic.twitter.com/6bBZk8vHD6
— Pomp 🌪 (@APompliano) August 18, 2022
આ વીડિયો 2016નો છે
આકાશમાંથી જમીન પર પડવાનો આ બે મિનિટનો વીડિયો ટ્વિટર પર ફરી સામે આવ્યો છે. જોકે, આ વિડિયો મૂળ રૂપે 2016માં ફોક્સ ટેલિવિઝન પર લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો. દક્ષિણ કેલિફોર્નિયાની સિમી વેલીમાં 100 x 100-ફૂટ જાળના કેન્દ્રમાં 42 વર્ષીય સ્કાયડાઇવર લ્યુક આઇકિન્સ, 25,000 ફૂટની ઊંચાઈએ પડ્યા પછી તેમના પુત્ર લોગાન સાથે ઉજવણી કરતો વીડિઓ જોવામાં આવે છે.
જોકે સોશિયલ મીડિયા વાયરલ વીડિયોનો ખજાનો છે અહીં ક્યારે શું વાયરલ થઈ જાય કંઈ કહી ન શકાય. લોકોને વાયરલ વીડિયોમાં ખાસ કરી ફની વીડિયો જોવા ખુબ ગમતા હોય છે. લોકો આ વીડિયો ન માત્ર જુએ જ છે પરંતુ તેમના મિત્રો સાથે પણ શેર કરે છે.
ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…