AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ગંભીરે પોતાનો ‘મેન ઓફ ધ મેચ’ એવોર્ડ આપી દીધો હતો કોહલીને, પછી કેમ બન્યા એકબીજાના વિરોધી? જાણો તેની પાછળની હકીકત

Kohli Vs Gambhir: વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર એકવાર ફરી ક્રિકેટના મેદાન પર સામસામે આવી ગયા હતા. તેમના વચ્ચેની લડાઈનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. પણ તે બધા વચ્ચે ગૌતમ ગંભીરે વિરાટ કોહલી માટે બતાવેલી ઉદારતાનો વીડિયો પણ હાલમાં વાયરલ થઈ રહ્યો છે.

Viral Video: ગંભીરે પોતાનો 'મેન ઓફ ધ મેચ' એવોર્ડ આપી દીધો હતો કોહલીને, પછી કેમ બન્યા એકબીજાના વિરોધી? જાણો તેની પાછળની હકીકત
Kohli Vs Gambhir
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2023 | 5:07 PM
Share

આઈપીએલ 2023માં લખનઉ સુપર જાન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાયેલી બંને મેચોમાં હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. લખનઉ અને બેંગ્લોર વચ્ચેની આ સિઝનની પ્રથમ મેચમાં લખનઉની 1 વિકેટથી રોમાંચક જીત થઈ હતી. જ્યારે ગઈકાલે રમાયેલી સિઝનની બીજી મેચમાં બેંગ્લોરની ટીમે ઓછા ટાર્ગેટને સારી ફિલ્ડિંગ અને બોલિંગની મદદથી ડિફેન્ડ કર્યો હતો. આ મેચ દરમિયાન વિરાટ કોહલી આક્રમક અંદાજમાં જોવા મળ્યો હતો. જેને કારણે ગંભીર અને વિરાટ વચ્ચે ટક્કર પણ થઈ હતી.

લખનઉના હોમ ગ્રાઉન્ડ એકાના સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલ 2023ની 43મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 18 રનથી જીતી હતી. મેચ દરમિયાન અને મેચ પછી વિરાટ કોહલીના આક્રમક અંદાજને કારણે તેની ઘણા ખેલાડીઓ સાથે બોલાચાલી થઈ હતી. બેંગ્લોરના ખેલાડી વિરાટ કોહલી અને લખનઉ સુપર જાયન્ટસના કોચ ગૌતમ ગંભીર વચ્ચે પણ મેદાન પર ટક્કર થઈ હતી.

ગંભીરે કોહલીને આપી દીધો હતો મેન ઓફ ધ મેચ

વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે આઈપીએલમાં બીજીવાર બોલાચાલી થઈ હતી. તેમના લડાઈના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તે બધા વચ્ચે ગૌતમ ગંભીરની ઉદારતાના જૂના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ગૌતમ ગંભીર અને વિરાટ કોહલી એક સમયે ખુબ સારા મિત્ર હતા. બંને ખેલાડીઓ દિલ્હી માટે સ્થાનીય ક્રિકેટ મેચો રમતા હતા. ગંભીર યુવા ખેલાડી વિરાટ કોહલીને પોતાના નાનો ભાઈ માનતા હતા. વર્ષ 2009માં વિરાટ કોહલીએ શ્રીલંકા સામે વનડેમાં પોતાના કરિયરની પહેલી સેન્ચુરી ફટકારી હતી. આ મેચમાં ગૌતમ ગંભીરે 150 રનની ઈનિંગ રમી હતી, જેને કારણે તેની મેન ઓફ ધ મેચ માટે પંસદગી કરવામાં આવી હતી.

વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે તે સમયે શ્રીલંકા સામેની વનડેમાં 224 રનની પાટર્નરશીપ પણ થઈ હતી. તે સમયે ગૌતમ ગંભીરે ઉદારતા બતાવીને પોતાનો મેન ઓફ ધે મેચ એવોર્ડ વિરાટ કોહલીને આપી દીધો હતો. ગૌતમ ગંભીરની આ ઉદારતાની સરાહના પણ થઈ હતી. કારણ કે તેણે એક યુવા ખેલાડીનો ઉત્સાહ વધારવા માટે એવોર્ડનો ત્યાગ કર્યો હતો.

બંને ખેલાડીઓ વચ્ચેની દરારનું કારણ ધોની?

ક્રિકેટ જગત સાથે જોડાયેલા લોકોનું માનવું છે કે ગૌતમ ગંભીર ભારતીય કેપ્ટન ધોનીને વધારે પસંદ કરતા ન હતા. વિરાટ કોહલી શરુઆતથી ધોનીના સૌથી નજીક રહ્યા હતા. જેના કારણે ગૌતમ ગંભીર વિરાટ કોહલીને પણ નાપસંદ કરવા લાગ્યો. ત્યારથી વિરાટ-ગંભીર વચ્ચે પણ ટક્કર જોવા મળે છે.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

હર્ષ સંઘવી પીડિતો માટે બન્યા દેવદૂત, ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન ચલાવ્યુ
હર્ષ સંઘવી પીડિતો માટે બન્યા દેવદૂત, ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન ચલાવ્યુ
હાડ થીજવતી ઠંડી. નલિયા 7.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર
હાડ થીજવતી ઠંડી. નલિયા 7.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર
બિઝનેસમાં તમને સફળતા મળશે, આધ્યાત્મિક ગુરુ પાસે જઈ શકો છો
બિઝનેસમાં તમને સફળતા મળશે, આધ્યાત્મિક ગુરુ પાસે જઈ શકો છો
વચનો છે, પુલ નથી, બનાસ નદી પાર કરી જીવના જોખમે શાળાએ જતા બાળકો
વચનો છે, પુલ નથી, બનાસ નદી પાર કરી જીવના જોખમે શાળાએ જતા બાળકો
પાણીજન્ય રોગચાળાની આશંકાએ AMCની મોટી કાર્યવાહી પાણીપુરી વાળાઓ પર તબાહી
પાણીજન્ય રોગચાળાની આશંકાએ AMCની મોટી કાર્યવાહી પાણીપુરી વાળાઓ પર તબાહી
ગાંધીનગર અને અમદાવાદ પાણીજન્ય રોગોમાં વધારો થતા રાજકારણ ગરમાયું
ગાંધીનગર અને અમદાવાદ પાણીજન્ય રોગોમાં વધારો થતા રાજકારણ ગરમાયું
ગિફ્ટ સિટીમાં ખાળકૂવામાં પડેલા બાળકનું મોત
ગિફ્ટ સિટીમાં ખાળકૂવામાં પડેલા બાળકનું મોત
સાબરકાંઠામાં ફરી ચંદન ચોરી, ખેડૂતોમાં ચિંતાનો માહોલ, જુઓ Video
સાબરકાંઠામાં ફરી ચંદન ચોરી, ખેડૂતોમાં ચિંતાનો માહોલ, જુઓ Video
મકરસંક્રાંતિ નજીક આવતા નર્મદામાં ગોળના કોલા ધમધમ્યા, જુઓ Video
મકરસંક્રાંતિ નજીક આવતા નર્મદામાં ગોળના કોલા ધમધમ્યા, જુઓ Video
સ્કૂલ બસને અકસ્માત નડ્યો
સ્કૂલ બસને અકસ્માત નડ્યો
g clip-path="url(#clip0_868_265)">