માણસે રસ્તામાં Armadilloને પીવડાવ્યું પાણી, હૃદય સ્પર્શી વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ
સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક મનમોહક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક માણસ આર્માડિલોને (Armadillo) પાણી આપતો જોવા મળે છે. દરેક વ્યક્તિ જે તેને જુએ છે તે વ્યક્તિની પ્રશંસા કરે છે.
ઉનાળાની ઋતુમાં (Summer Season) માણસો અને પશુઓ પણ તરસથી પરેશાન થઈ જાય છે. ઘણા પ્રાણીઓ તરસના કારણે અહીં-તહીં ભટકે છે. જો કે અબોલ હોવાને કારણે તેઓ તેમની વાત કોઈને કહી શકતા નથી, પરંતુ લાગણી વ્યક્ત કરીને તેમની ઇચ્છા વ્યક્ત કરે છે. ઉનાળાની ઋતુમાં પશુ-પંખી-પક્ષીઓ અવાર-નવાર તરસથી પીડાતા જોવા મળે છે. આવા અનેક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહ્યા છે. જ્યાં પશુ-પક્ષીઓ પાણી માટે વલખાં મારતા જોવા મળે છે. હાલના દિવસોમાં પણ આવો જ એક વીડિયો લોકોમાં ચર્ચામાં છે. જ્યાં એક વ્યક્તિ બપોરના સમયે પ્રાણીની પાછળ દોડે છે અને તેને પકડી લે છે. જેથી તેને પાણી આપીને રાહત મળે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક માણસ આર્માડિલોની પાછળ દોડતો જોવા મળી રહ્યો છે, પહેલા તો પ્રાણી ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરે છે પરંતુ તેને થોડી વાર પછી ખબર પડી હશે કે તે માણસ તેની પાસે કોઈ સારા ઈરાદાથી આવી રહ્યો છે. આ પછી તે વ્યક્તિ પાસેથી મળેલા પાણીથી સંતોષ અનુભવે છે. માણસે ધીમે-ધીમે મોઢામાં પાણી રેડવાનું શરૂ કર્યું. પછી પ્રાણીએ શાંતિથી પાણી પીધું.
અહીં વીડિયો જુઓ…
Offering few drops of water to the thirsty is the best offering to god… (Via Santosh sagar) pic.twitter.com/UHrwKzTHoy
— Susanta Nanda IFS (@susantananda3) April 26, 2022
આ વીડિયો ભારતીય વન સેવા અધિકારી સુશાંત નંદાએ પોતાના સોશિયલ મીડિયા ટ્વિટર એકાઉન્ટ પરથી શેયર કર્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 40 હજારથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ સાથે લોકો આ વીડિયોને જોયા બાદ પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
Ye bejubaan Bina lafzoon ke bhi duyayen dete Hain ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
— Raj (@Raj_bhy) April 26, 2022
बहुत सुंदर ,, गर्मी बहुत हो रही है मनुष्य के साथ साथ जीव भी परेशान हैं 👏👏👍
— 🚩आदिशक्ति🚩शिवशक्ति🚩 (@ShwetaMittal20) April 26, 2022
ઘણા લોકોએ તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું અને કહ્યું કે, આપણને શરમ આવવી જોઈએ કે પ્રાણીઓને પાણી માંગવું પડે છે. આપણે તેના ભાગનું બધું જ લઈ લીધું છે. જ્યારે એવા ઘણા લોકો છે, જેમણે આર્માડિલોને પાણી આપનારા વ્યક્તિના વખાણ પણ કર્યા છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો: પાન મસાલાના ગેરફાયદા: બોલીવુડમાં વકરેલી “Gutka Controversy” સ્વાસ્થ્ય માટે કેવી રીતે છે હાનિકારક?
આ પણ વાંચો: શનિવારી અમાસ અને ગ્રહણનો દુર્લભ યોગ, પૂર્ણ કરશે આપના સઘળા મનોરથ !