AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શનિવારી અમાસ અને ગ્રહણનો દુર્લભ યોગ, પૂર્ણ કરશે આપના સઘળા મનોરથ !

જેમની કુંડળીમાં શનિ, રાહુ, કેતુ કે અન્ય ગ્રહની પ્રતિકૂળતા ચાલતી હોય, કોઇ ગ્રહની દશા, શનિની નાની કે મોટી પનોતીની અસર હોય તેવી વ્યક્તિએ આ દિવસે ખાસ ઉપાયો અજમાવવા જોઈએ. પિતૃશાંતિ અર્થે પણ આ દિવસ ફળદાયી છે.

શનિવારી અમાસ અને ગ્રહણનો દુર્લભ યોગ, પૂર્ણ કરશે આપના સઘળા મનોરથ !
Surya grahan (symbolic image)
TV9 Bhakti
| Edited By: | Updated on: Apr 29, 2022 | 7:29 AM
Share

લેખકઃ ડો. હેમીલ પી લાઠીયા, જ્યોતિષાચાર્ય

ભક્તો પૂજા-પાઠ દ્વારા પરમાત્માની કૃપાને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરતા જ હોય છે. પણ, વર્ષ દરમિયાન એવાં ઘણાં દિવસો આવતા હોય છે કે જે પ્રભુની કૃપા પ્રાપ્ત માટે શ્રેષ્ઠ મનાય છે. આ વખતે તારીખ 30 એપ્રિલ, 2022ના રોજ એક આવો જ ફળદાયી દિવસ સાંપડ્યો છે. 30 એપ્રિલ, શનિવારના રોજ ચૈત્ર વદ અમાસ છે. એટલે કે શનિવારી અમાસનો યોગ સર્જાયો છે. તો, સાથે જ આ દિવસે સૂર્યગ્રહણ પણ છે. આ સૂર્ય ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી અને એટલે જ તે પાળવાનું પણ નથી. પણ, તેમ છતાં ગ્રહણને સિદ્ધયોગ (siddha yoga) તરીકે ઓળખવામાં આવે છે. વિદ્વાનો મંત્ર સિદ્ધિ કે અન્ય સિદ્ધ કાર્ય કરવા માટે આ દિવસને ખાસ પસંદ કરે છે. વિદ્વાનોના મત મુજબ આ દિવસે કરેલ મંત્ર જાપનું ફળ અનેક ગણું મળે છે. ગ્રહણના દિવસે દાન, પુણ્યનો મહિમા પણ વિશેષ હોય છે.

શનિવાર, અમાસ અને સૂર્ય ગ્રહણના સંયોગ પર હનુમાનજીની ભક્તિ કે અન્ય કોઈ વિદ્વાનોના માર્ગદર્શન મુજબ ભક્તિ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. જેમની કુંડળીમાં શનિ, રાહુ, કેતુ કે અન્ય ગ્રહની પ્રતિકૂળતા ચાલતી હોય, કોઇ ગ્રહની દશા, શનિની નાની કે મોટી પનોતીની અસર હોય તેવી વ્યક્તિ માટે આ દિવસે કરવાના ઉપાયો આજે આપને જણાવીએ.

ફળદાયી પૂજા

⦁ સવારે શિવ મંદિરમાં જઈને જળમાં દૂધ અને કાળા તલ મિશ્રિત કરીને શિવલિંગ પર અભિષેક કરવો તેમજ ત્યાં જો પીપળાનું વૃક્ષ હોય તો તેને પણ જળ વડે સિંચન કરતા પ્રદક્ષિણા કરવી.

⦁ સાંજે સૂર્યાસ્ત સમયે મંદિર પાસેના પીપળાના વૃક્ષ નીચે એક કોડીયામાં તેલનો ઉભી વાટ ( ફુલ બત્તિ ) નો દીવો પ્રગટાવવો હિતાવહ કહી શકાય.

⦁ રાત્રે ઘરે હનુમાન ચાલીસા, બજરંગ બાણ, શિવ મંત્ર જાપ કે માર્ગદર્શન મુજબ કહેલ મંત્ર યથાશક્તિ મુજબ જપવા હિતકારી કહી શકાય.

⦁ જો શક્ય હોય તો જરૂરિયાતમંદ વ્યક્તિને તમારી યથાશક્તિ મુજબ દાન કરવું ઇચ્છનીય છે.

⦁ યથાશક્તિ ભક્તિ કરવાથી ઇશ્વરકૃપાની પ્રાપ્તિ થાય છે. જીવનમાં આવતી મુસીબતો દૂર થાય છે.

પિતૃશાંતિ અર્થે

⦁ ચૈત્ર વદ અમાસનો દિવસ હોવાથી પોતાના પિતૃની શાંતિ, સદ્ગગતિ અને કૃપા મેળવવા માટે સવારે શિવ મંદિરમાં શિવલિંગ પર જળનો અભિષેક અને પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરતા પ્રદક્ષિણા કરવી તેમજ પીપળાના વૃક્ષ નીચે સીંગ કે સાકરનો એક દાણો મુકવો. ગાય, શ્વાસને રોટલી આપવી તેમજ જરૂરિયાતમંદને ભોજન કે દાન કર્મ કરવું પણ યોગ્ય છે.

⦁ અન્ય કોઈ કારણસર મંદિરમાં જઇ પૂજા ના કરી શકે તેવા લોકોએ આ દિવસે પોતાના પિતૃની શાંતિ, સદ્ગગતિ માટે ગજેન્દ્રમોક્ષના પાઠ વાંચી કે સાંભળીને પ્રાર્થના કરવી પણ યોગ્ય કહી શકાય.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ અહીં માતા વરુડીના હસ્તે થઈ હતી આઈશ્રી ખોડલની પ્રતિષ્ઠા ! જાણો વરાણાના ખોડલધામની મહત્તા

આ પણ વાંચોઃ ગૌમાતા સંબંધી આ ઉપાયો આજથી જ કરી દો શરૂ, તમામ સમસ્યાનું મળી જશે નિવારણ !

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">