OMG ! પેટમાં દુખાવાની ફરિયાદ લઇને ડૉક્ટર પાસે ગયો તો ખબર પડી 6 મહિનાથી પેટમાં ફોન લઇને ફરે છે વ્યક્તિ

આ પહેલીવાર નથી જ્યારે કોઈએ ફોન ગળી લીધો હોય. ભૂતકાળમાં પણ આવી જ કેટલીક ઘટનાઓ સામે આવી હતી. ઘણી વખત તે લોકોના જીવન પર આવી બને છે. એટલા માટે ડોક્ટરોએ તાત્કાલિક સર્જરી કરવી પડે છે

OMG ! પેટમાં દુખાવાની ફરિયાદ લઇને ડૉક્ટર પાસે ગયો તો ખબર પડી 6 મહિનાથી પેટમાં ફોન લઇને ફરે છે વ્યક્તિ
Man finds he had mobile in belly after a visit to doctor over stomach ache
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2021 | 8:16 AM

ઘણી વખત જ્યારે આપણને પેટમાં દુખાવાની (Stomach Pain) સમસ્યા થાય છે, ત્યારે આપણે તેને સામાન્ય સમસ્યા સમજીને અવગણીએ છીએ. પરંતુ અમુક વાર જ્યારે આપણે ડોક્ટર પાસે પહોંચીએ છીએ, ત્યારે જે સત્ય જાણવા મળે છે તે સાંભળ્યા પછી, લોકોના હોશ ઉડી જાય છે. આવું જ કંઇક તાજેતરમાં એક વ્યક્તિ સાથે થયું. હકીકતમાં, એક વ્યક્તિ પેટમાં દુખાવાની ફરિયાદ કરીને ડોક્ટર પાસે ગયો. પરંતુ જ્યારે ડોકટરોએ તપાસ માટે તેનો એક્સ-રે (X-Ray) કર્યો ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગયો.

એક રિપોર્ટ અનુસાર દર્દીના પેટમાંથી એક મોબાઈલ ફોન નીકળ્યો. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ મોબાઈલ લગભગ 6 મહિના સુધી દર્દીના પેટમાં પડેલો હતો. ઇજિપ્તની અસવાન યુનિવર્સિટી હોસ્પિટલમાં 33 વર્ષના વ્યક્તિનું પેટનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેના પેટમાંથી મોબાઈલ કાઢવા માટે ડોક્ટરોએ સર્જરી કરી હતી. આ મોબાઈલ છેલ્લા 6 મહિનાથી દર્દીના પેટમાં હતો. જોકે, દર્દીના પેટમાંથી મોબાઈલ ફોન નીકળશે તેનો ડોક્ટરોને કોઈ ખ્યાલ નહોતો.

જ્યારે ડોકટરોને ખબર પડી કે તેના પેટમાં મોબાઈલ ફોન છે, ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા. યુએઈના એક મીડિયા આઉટલેટ અનુસાર, અસ્વાન યુનિવર્સિટી હોસ્પિટલ્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના અધ્યક્ષ મોહમ્મદ અલ-દહસૌરીએ આ અંગે જણાવ્યું હતું કે તેમણે પણ પહેલી વાર આવો કેસ જોયો હતો જેમાં એક દર્દીએ આખો મોબાઈલ ગળી લીધો. તેથી તેની સર્જરી કરવી પડી હતી.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે કોઈએ ફોન ગળી લીધો હોય. ભૂતકાળમાં પણ આવી જ કેટલીક ઘટનાઓ સામે આવી હતી. ઘણી વખત તે લોકોના જીવન પર આવી બને છે. એટલા માટે ડોક્ટરોએ તાત્કાલિક સર્જરી કરવી પડે છે, જેથી લોકોને બચાવી શકાય. દુનિયામાં જ્યારે પણ આવી ઘટનાઓ સામે આવે છે, ત્યારે તે ચોક્કસપણે હેડલાઇન્સ બનાવે છે. તેથી જ લોકોનું ધ્યાન આવા સમાચારો તરફ જાય છે.

આ પણ વાંચો –

PM Modi Kushinagar Visit: CM યોગીએ કહ્યું, ‘અહીથી ફેલાશે ભગવાન બુદ્ધનો સંદેશ, શરૂ થશે વિકાસની ઉડાન’

આ પણ વાંચો –

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પહોંચશે માણસા, પરિવાર પહોંચ્યો બહુચર માતાજી મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં

આ પણ વાંચો –

UP Assembly Election 2022: પુર્વાંચલ અને બુંદેલખંડ બાદ Congressને પશ્ચિમ યુપીમાં ઝટકો, બે જાટ નેતાઓએ પાર્ટી છોડી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">