કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પહોંચશે માણસા, પરિવાર પહોંચ્યો બહુચર માતાજી મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં

કેન્દ્રીય ગૃહપ્રધાન માણસામાં બહુચર માતાના મંદિરમાં યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે. શાહનો પરિવાર અગાઉથી માણસા પહોંચ્યા છે, અને ગામલોકો સાથે તૈયારી શરૂ કરી છે.

TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Oct 20, 2021 | 7:39 AM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. આજે અમિત શાહ માણસામાં આવેલા બહુચર માતાના મંદિરમાં યોજાનાર કાર્યક્રમમાં હાજરી આપશે. માણસામાં આવેલા બહુચર માતાના મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. જેમાં અમિત શાહ હાજર રહેવાના છે. મંદિરમાં યોજાઈ રહેલા ઉત્સવને લઈને અમિત શાહનો પરિવાર અગાઉથી માણસા પહોંચ્યા છે, અને ગામના સામાન્ય માણસની જેમ જ ગામલોકો સાથે તૈયારી શરૂ કરી છે.

તમને જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસીય ગુજરાત મુલાકાતે વ્હ્હે. ત્યારે મંગળવાર મોડી રાત્રે અમિત શાહ અમદાવાદ પહોંચવાના હતા. અને બુધવાર સવારે 10 કલાકે અમિત શાહ માણસામાં પહોંચશે તેવા અહેવાલ છે. પરિવાર સાથે અમિત શાહ માણસામાં મંદિરના કાર્યક્રમમાં હાજરી આપશે. જણાવી દઈએ કે માણસા અમિત શાહનું વતન છે. તેઓ દર વર્ષે નવરાત્રીમાં પણ અહીં દર્શન કરવા આવે છે.

તમને જણાવી દઈએ કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું મૂળ વતન માણસા છે. તેમણે તેમનું બાળપણ નાનપણ માણસામાં જ વિતાવ્યું છે. તેઓ દર વર્ષે નવરાત્રિમાં માણસા આવે છે અને મંદિરમાં આરતીમાં ભાગ લે છે. અહીં આવેલા વર્ષો જૂના બહુચર માતાના મંદિરમાં પણ અમિત શાહ અનેક વખત દર્શન કરવા માટે આવે છે. ત્યારે હવે આ મંદિર મોટું મંદિર બનાવવામાં આવ્યું છે.

 

આ પણ વાંચો: કાવ્યાની કમાલ: મળો અમદાવાદની અનોખી કલાકારને, સ્પેશિયલી એબલ્ડ કાવ્યા બનાવે છે કમાલના દીવડા

આ પણ વાંચો: Ahmedabad: 2 જ મિનિટમાં કારીગરે સોનીના વેપારીને લગાવ્યો કરોડોનો ચૂનો, 4.6 કિલો સોનુ લઈને ફિલ્મી ઢબે ફરાર

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati