5માં માળની બારીમાંથી અચાનક નીચે પડી 2 વર્ષની બાળકી, શખ્સે ‘રિયલ લાઈફ હીરો’ બની બચાવ્યો જીવ, જુઓ વીડિયો
તમે ફિલ્મોમાં આવા ઘણા દ્રશ્યો જોયા હશે, જેમાં હીરો (Real Hero) બાળકોને અથવા છત પરથી પડતા લોકોને બચાવતો જોવા મળે છે, પરંતુ આ વીડિયોમાં 'રિયલ લાઈફ હીરો' જોવા મળી રહ્યો છે.
સોશિયલ મીડિયા (Social Media)પર દરરોજ હજારો પ્રકારના વીડિયો વાયરલ થાય છે, પરંતુ કેટલાક વીડિયો ખૂબ જ આશ્ચર્યજનક હોય છે. આવો જ એક ચોંકાવનારો વીડિયો આજકાલ ખૂબ જ વાયરલ (Viral Video)થઈ રહ્યો છે, જેને જોયા પછી તમારા રૂવાડા ઉભા થઈ જશે. આ વીડિયોમાં એક વ્યક્તિ ઊંચી ઈમારત પરથી નીચે પડી રહેલી છોકરીને બચાવતો જોવા મળી રહ્યો છે. તમે ફિલ્મોમાં આવા ઘણા દ્રશ્યો જોયા હશે, જેમાં હીરો બાળકોને અથવા છત પરથી પડતા લોકોને બચાવતો જોવા મળે છે, પરંતુ આ વીડિયોમાં ‘રિયલ લાઈફ હીરો’ જોવા મળી રહ્યો છે.
આ વીડિયો ચીનના ઝેજિયાંગ પ્રાંતનો જણાવવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હીરો બનીને છોકરીને બચાવનાર વ્યક્તિનું નામ શેન ડોંગ જણાવવામાં આવી રહ્યું છે. તે વ્યક્તિ વાસ્તવમાં તેની કાર રસ્તા પર પાર્ક કરી રહ્યો હતો જ્યારે તેણે બે વર્ષની છોકરીને અચાનક 5મા માળની બારીમાંથી પડતી જોઈ અને તેનો જીવ બચાવ્યો.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ અને એક મહિલા રોડની બાજુમાં ઉભા છે. આ દરમિયાન જ્યારે અચાનક બંનેની નજર નીચે પડી રહેલી બાળકી પર પડી જાય છે ત્યારે તેઓ આગળ દોડે છે. પછી થોડીક સેકન્ડમાં જોવા મળે છે કે ઉપરથી પડતી એક નાની છોકરીને બચાવે છે, જેને તે બંન્ને પકડી લે છે. આ રીતે છોકરીનો જીવ બચી જાય છે, નહીં તો તેટલી ઊંચાઈથી બાળકી નીચે પડત તો તે જીવ ગુમાવી દેત.
Heroes among us. pic.twitter.com/PumEDocVvC
— Lijian Zhao 赵立坚 (@zlj517) July 22, 2022
આ વીડિયો ચીનના સરકારી અધિકારી લિજિયન ઝાઓએ (Lijian Zhao) પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે. 13 સેકન્ડનો આ વીડિયો હ્રદયસ્પર્શી છે, જેને અત્યાર સુધીમાં 74 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે હજારો લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે અને વિવિધ પ્રતિક્રિયાઓ પણ આપી છે. કેટલાકે છોકરીનો જીવ બચાવનાર વ્યક્તિને ‘રિયલ હીરો’ ગણાવ્યો છે, તો કેટલાકે લખ્યું છે કે ‘રિયલ હીરો માત્ર ફિલ્મોમાં જ નથી હોતા, તે વાસ્તવિક દુનિયામાં પણ હોય છે’.