Viral Video: બાળક અદ્ભુત તીરંદાજ નીકળ્યો, પગ વડે પકડ્યું તીર-કમાન, એવું નિશાન લગાવ્યું કે જોતા રહી ગયા લોકો !
સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો જોવા મળશે, જેમાં બાળકો પણ અદભૂત તીરંદાજી કરતા જોવા મળે છે. આજકાલ આવા જ એક બાળકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ(Viral Video)થઈ રહ્યો છે, જેમાં લોકો તેની તીરંદાજીની સ્ટાઈલને ખૂબ પસંદ કરી રહ્યા છે.
પહેલાના સમયમાં લોકો ઘણા કામો માટે માત્ર તીર-કમાનનો ઉપયોગ કરતા હતા. પ્રાણીઓનો શિકાર કરવાનો હોય કે પછી રાજાઓ અને બાદશાહો વચ્ચે લડાઈ હોય, તીર-ધનુષ્યનો ઉપયોગ ન થાય એવું બની જ ન શકે. જો કે હવે આ હથિયારોનું સ્થાન મોટી બંદૂકોએ લઈ લીધું છે. હવે તીર-કમાનનો ઉપયોગ તીરંદાજી(Archery)ની રમતમાં જ થાય છે. હવે આ રમતે ઓલિમ્પિક ગેમ્સમાં મહત્વનું સ્થાન બનાવી લીધું છે. આ રમતમાં ખેલાડીએ સચોટ લક્ષ્યાંક રાખીને લક્ષ્યને સાધવાનું હોય છે. હવે તો બાળકો પણ આ ગેમના દિવાના બની ગયા છે. તમને સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો જોવા મળશે, જેમાં બાળકો પણ અદભૂત તીરંદાજી કરતા જોવા મળે છે. આજકાલ આવા જ એક બાળકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ(Viral Video)થઈ રહ્યો છે, જેમાં લોકો તેની તીરંદાજીની સ્ટાઈલને ખૂબ પસંદ કરી રહ્યા છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે બાળક પોતાના પગથી તીર-કમાનને પકડી રાખે છે અને તેના હાથને જમીન પર રાખી તેના પગ વડે એક અદ્ભુત નિશાન પર પ્રહાર કરે છે. તેણે ખૂબ જ સુંદર રીતે લક્ષ્ય સાધ્યુ અને એક જ ઝાટકે લક્ષ્ય પર તીર લગાવ્યું. આ બાળક નથી પણ તીરંદાજીમાં નિષ્ણાત છે. જ્યાં સામાન્ય રીતે લોકો તીર-કમાનને પણ બરાબર પકડી શકતા નથી ત્યાં નિશાન સાધવુ તો દૂરની વાત છે, જ્યારે આ નાનું બાળક જે રીતે પગ વડે તીરંદાજી કરી રહ્યું છે તે જોઈને લાગે છે કે તે કોઈ એક્સપર્ટ હશે. તેથી જ કહેવાય છે કે વિશ્વમાં નાના બાળકો સહિત પ્રતિભાશાળી લોકોની કોઈ કમી નથી. આવા પ્રતિભાશાળી બાળકો ભાગ્યે જ જોવા મળે છે.
View this post on Instagram
આ અદ્ભુત વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર techzexpress નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 2.5 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે, જ્યારે હજારો લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. ત્યારે લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. કેટલાકે બાળકની પ્રતિભાને ‘શાનદાર’ ગણાવી છે તો કેટલાકે કહ્યું છે કે ‘તે ટેલેન્ટ નહીં પણ મહેનતનું પરિણામ છે’.