AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : ઝાડ પર લટકતા હરણ માટે 6 સિંહો લડ્યા, વીડિયો જોઈ તમે પણ થઈ જશો સ્તબ્ધ !

આજકાલ સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક હરણ માટે 6 સિંહો લડતા જોવા મળી રહ્યા છે.

Viral Video : ઝાડ પર લટકતા હરણ માટે 6 સિંહો લડ્યા, વીડિયો જોઈ તમે પણ થઈ જશો સ્તબ્ધ !
Lions fighting for deer on tree
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2021 | 3:04 PM
Share

સામાન્ય રીતે IFS અધિકારીઓ ટ્વિટર પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ખૂબ જ સારી અને રસપ્રદ ટ્વીટ કરીને લોકોને વન્યજીવન પ્રત્યે જાગૃત કરવાનો પ્રયાસ કરે છે. ત્યારે IFS ઓફિસર સાકેત બડોલાએ (Saket Badola) પણ આવો જ એક ફની વીડિયો ટ્વિટ કર્યો છે, જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં, IFS ઓફિસર બડોલાએ લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે, જો તમે જંગલમાં ટકી રહેવા માંગતા હો, તો તમારે તમારા ખોરાક પર હક જમાવવો પડશે, નહિતર કોઈ અન્ય તેને લઈ લેશે.

45 સેકન્ડના આ વીડિયોમાં ઘણા સિંહો ઝાડ પર ચઢીને હરણને ખાવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એક પછી એક કુલ 6 સિંહો મૃત હરણને ખાવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છે. જ્યાં એક સિંહ હરણના (Deer) શબને તેની ગરદનથી પકડી રહ્યો છે, તો બીજો સિંહ તેને નીચેથી ખેંચવાનો પ્રયત્ન કરતો જોવા મળે છે અને બાદમાં વધુ એક સિંહ હરણને વચ્ચેથી પકડવાનો પ્રયત્ન કરે છે. કોઈ શિકારને જવા દેવા માંગતું નથી, જને કારણે ઘણા સિંહો જમીન પર પડતા જોવા મળી રહ્યા છે.

વીડિયો શેર કરતાં IFS અધિકારી સાકેત બડોલાએ કેપ્શનમાં (Caption) લખ્યું કે, ‘એક શિકારના અનેક હકદાર’. ઉલ્લેખનીય છે કે, આ વીડિયો આફ્રિકાના જંગલ (African Forest) સફારીનો લાગે છે, કારણ કે વીડિયોમાં જોવા મળેલા સિંહો આફ્રિકન છે. સાથે વીડિયો રેકોર્ડ કરનારાઓનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે. આ સિંહોને આવી રીતે લડતા જોઈને તેઓ કહી રહ્યા છે કે, નાસભાગ મચી ગઈ છે.

આ વિડીયોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે,એટલું જ નહિ પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. જેમાં એક યુઝર્સ લખ્યું કે, આ દાડમ અને બીમારનું એક ઉત્તમ ઉદાહરણ છે. જ્યારે ઘણા લોકો વન્યજીવોના આ પ્રકારના દ્રશ્યો જોઈને OMG કહી રહ્યા છે.

આ પણ વાંચો: Funny Video : બાળક મેટ્રોમાં જોરજોરથી રડતો હતો, તેની મમ્મીએ થપ્પડ બતાવતાં જ થઈ ગયો ચૂપ, જુઓ મજેદાર Video

આ પણ વાંચો: Video : ભાઇના લગ્ન પર બહેને કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો જોઈને તમે પણ થઈ જશો ખુશ !

g clip-path="url(#clip0_868_265)">