AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લક્ષદ્વીપની અદ્ભૂત સુંદરતાના વીડિયો મચાવવા લાગ્યા ધૂમ, જોઈને માલદીવ ભૂલાઈ જશે, જુઓ

PM મોદીની લક્ષદ્વીપ મુલાકાત સાથે જ માલદીવના સત્તાધારી પક્ષના પેટમાં તેલ રેડાયુ છે. તો હવે દેશ અને વિદેશમાં લક્ષદ્વીપ ખૂબ જ ચર્ચામાં આવી ચુક્યું છે. લક્ષદ્વીપના કુદરતી સૌંદર્યને ચર્ચા ખૂબ થવા સાથે હવે તસ્વીરો અને વીડિયો પણ ખુજ શેર થવા લાગ્યા છે. લક્ષદ્વીપની મુલાકાત લઈ ચુકેલા પ્રવાસીઓ પણ સોશિયલ મીડિયા પર અનુભવના અહેસાસ સાથે તસ્વીરો અને વીડિયો શેર કરી રહ્યા છે.

લક્ષદ્વીપની અદ્ભૂત સુંદરતાના વીડિયો મચાવવા લાગ્યા ધૂમ, જોઈને માલદીવ ભૂલાઈ જશે, જુઓ
લક્ષદ્વીપના વીડિયો થવા લાગ્યા વાયરલ
| Updated on: Jan 07, 2024 | 4:35 PM
Share

માલદીવની સત્તાધારી પાર્ટી હાલમાં ભારતીય ટાપુની ઈર્ષા કરવા લાગ્યુ છે. સત્તાધારી પક્ષના મેમ્બર દ્વારા હવે લક્ષદ્વીપને લઈ બોખલાઈ જઈને અલગ અલગ નિવેદન આપીને ભારતીયોનું અપમાન કરવા લાગ્યા છે. આ એ માલદીવ છે, જ્યાં સૌથી વધારે પ્રવાસીઓ ભારતથી આવે છે. ભારતીય બોલીવુડ સ્ટાર, ક્રિકેટના સ્ટાર ખેલાડીઓથી લઈને ઉદ્યોગપતિઓ અને અન્ય પ્રવાસીઓ માલદીવના ટાપુઓ પર રજાઓ મનાવે છે.

પરંતુ હાલમાં માલદીવના સત્તાધીશ નવા રાષ્ટ્રપતિ ચીનની આભામાં આવીને ભારત માટે ઈર્ષા ઠાલવી રહ્યા છે. જેને લઈ હવે માલદીવને પ્રવાસીઓ ખુદ પાઠ ભણાવવાના મૂડમાં આવી ચૂક્યા છે અને માલદીવ ટૂરને કેન્સલ કરાવી રહ્યા છે. આ દરમિયાન પ્રવાસીઓ હવે બોયકોટ માલદીવ ટ્રેન્ડ કરવા સાથે લક્ષદ્વીપની સુંદર તસ્વીરો અને વીડિયો શેર કરવા લાગ્યા છે.

ખૂબ વાયરલ થવા લાગ્યો આ વીડિયો

અઢળક વીડિયો અને તસ્વીરો છેલ્લા ચાર-પાંચ દિવસમાં સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર શેર થવા લાગી છે. જેમાં અનેક તસ્વીરોમાં લક્ષદ્વીપની સુંદરતાના વખાણ કરવા સાથે #BoycottMaldives ટેગ કરવામાં આવી રહ્યુ છે. મૂળ ભારતીય અને અમેરિકાના ઓહિયોમાં રહેલી ડો દીક્ષા શ્રીએ પણ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો બે દિવસથી સોશિયલ મીડિયામાં ધૂમ મચાવવા લાગ્યો છે.

વીડિયો લક્ષદ્વીપના સુંદર બીચનો છે. જેમાં એક લાલ સ્કર્ટ અને વ્હાઈટ શર્ટ પહેરલ યુવતી લક્ષદ્વીપના બીચને માણતી નજર આવી રહી છે. સાથે જ વીડિયોમં લખ્યુ છે કે ધીસ ઈઝ નોટ માલદીવ્સ, ધીસ ઈસ લક્ષદ્વીપ..

ડો દીક્ષાએ અન્ય વીડિયો પણ શેર કર્યા

તો વળી આ ઉપરાંત સમયાંતરે ડો દીક્ષા શ્રીએ એક બાદ એક અન્ય વીડિયો પણ શેર કર્યા છે. જેમાં સુંદર નારીયેળ વૃક્ષો વચ્ચેનો રસ્તો અને બીચ સહિતનો અદ્ભૂત નજારો જોવા મળે છે.

હનીમૂન માટે શ્રેષ્ઠ સ્થળ

તો વળી ડો દીક્ષા શ્રીએ વધુ વીડિયો શેર કરતા કહ્યુ છે કે, હનીમૂન માટે ભારતીયો માટે નવુ સ્થળ લક્ષદ્વીપ છે. આવી સલાહ સાથે જ તેણે કેટલાક વીડિયો શેર કર્યા છે.

મૂળ ભારતીય અને અમેરિકામાં રહેતી ડોક્ટર યુવતીએ આ ઉપરાંત એક 4K વીડિયો પણ શેર કર્યો છે. જુઓ

પીએમ મોદીની મુલાકાત બાદ લક્ષદ્વીપ ચર્ચામાં

સપ્તાહની શરુઆતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે દિવસ અને એક રાત્રીનો પ્રવાસ લક્ષદ્વીપનો કર્યો હતો. જ્યાં ગુજરાતી મૂળના પ્રશાસક પ્રફુલ પટેલે તેમનું સ્વાગત કર્યુ હતુ. વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપના વિકાસને લઈ પ્રોજેક્ટોની સમીક્ષા બેઠક પ્રશાસન સાથે યોજી હતી. પ્રશાસક પ્રફુલ પટેલે લક્ષદ્વીપમાં પર્યટન વિકાસ માટે મોટા પ્રોજેક્ટ હાથ ધર્યા છે. જેના થકી લક્ષદ્વીપ આગામી દિવસોમાં આંતરાષ્ટ્રીય પર્યટન સ્થળ તરીકે મહત્વનું સ્થાન દુનિયાના નક્શામાં ધરાવતુ હશે.

વડાપ્રધાન મોદીની મુલાકાત બાદ લક્ષદ્વીપ ખૂબ જ ચર્ચામાં રહ્યુ છે. વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપના ટાપુઓના સમુહમાં કુદરતે આપેલ સુંદરતાની ભેટને ખૂબ વખાણી હતી અને વિદેશી ટાપુઓને બદલે અહીંની મુલાકાત લેવા માટે ભારતીય પ્રવાસીઓને અપીલ કરી હતી. બસ ત્યાર બાદ ભારતીયોએ ગુગલ પર સૌથી વધારે સર્ચ કરતો શબ્દ લક્ષદ્વીપને બનાવી દીધો હતો.

આ પણ વાંચો:  ભારતીયો ધડાધડ કેન્સલ કરવા લાગ્યા માલદિવના બુકિંગ, ચીન સમર્થક ટચૂકડા દેશને મોટો ફટકો

રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજકોટમાં શિક્ષકોને BLOની જવાબદારી સોંપાતા વિરોધ બન્યો ઉગ્ર
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
રાજ્યમાં 48 કલાક બાદ શરૂ થશે ઠંડીનો આવશે ભીષણ રાઉન્ડ
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
માવઠા સામે હારી ગયેલા ખેડૂતોને હવે સતત બદલાતા વાતાવરણે રડાવ્યાં
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
ઋષિ ભારતી બાપુએ અલ્પેશ ઠાકોરનું ખોલ્યું મોટું રાજ, જુઓ Video
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
પનીર, ચીઝ, ઘીનું વેચાણ કરતી 41 દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
રણુજા જતા મિની ટેમ્પાનો થયો ગમખ્વાર અકસ્માત, 5 ગુજરાતીના મોત
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
દિલ્હી કાર વિસ્ફોટ સ્થળેથી પિસ્તોલ નહીં પણ 9mmના 3 કારતૂસ મળ્યાં
વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ
વડોદરા મનપામાં ₹3.81 કરોડના ફાયર સામાનના કૌભાંડનો મોટો પર્દાફાશ
જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ
જેતપુરમાં સાડી પ્રિન્ટિંગ કારખાનામાં લાગી ભીષણ આગ
ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા
ખનીજ માફિયાઓ સામે લાલ આંખ ! 11 ડમ્પર જપ્ત કર્યા
g clip-path="url(#clip0_868_265)">