Knowledge: શા માટે ઊંધા લટકતા રહે છે ચામાચિડિયા? તમે નહીં જાણતા હોવ આ ખાસ કારણ
તમે ચામાચિડિયાને ઊંધા લટકતા જોયા હશે. પરંતુ તમને ખ્યાલ છે કે કેમ તે હંમેશા ઊંધા લટકીને જ સુતા હોય છે. અને આમ કરવામાં તેમને કોઈ તકલીફ પડતી હશે કે નહીં?
જ્યારે પણ ચામાચિડિયાની વાત આવે ત્યારે ત્યારે તને ઉંધા લટકેલા પક્ષીઓ જ યાદ આવે. તેમજ માન્યતા પ્રમાણે નાક પર ચોંટી જવાનો ડર પણ લાગે. તમે પણ મોટાભાગે ચામાચિડિયાને ઊંધું લટકેલું જ જોયું હશે. પરંતુ શું તમે જાણો છો કે આવું કેમ હોય છે? ચામાચિડિયાના ઊંધા લટકવા પાછળનું કારણ શું હોય છે.
ચાલો આજે તમને જણાવીએ કે ચામાચિડિયા કેમ ઊંધા જ લટકતા હોય છે. જાણીએ ચામાચિડિયા વિશે કેટલીક ખાસ વાતો, જે ભાગ્યે જ તમને ખ્યાલ હશે.
ચામાચિડિયાના સ્નાયુઓ ઊંધું કામ કરે છે
ખરેખર, ચામાચિડિયાના સ્નાયુઓ ઊંધું કામ કરે છે. જેમ કે ચામાચિડિયાની પીઠ અને પંજા સ્નાયુઓની વિરુદ્ધ કામ કરે છે. તેમના ઘૂંટણ પાછળ તરફ હોય છે. આ સાથે, જ્યારે તેઓ આરામ કરે છે, ત્યારે તેમના વિશેષ પ્રકારનાં સ્નાયુઓ પગના અંગૂઠા અને આંગળીઓને પકડી લે છે. આને કારણે, જ્યારે પણ તેઓ લટકે છે, ત્યારે તેમને કોઈ ઉર્જા વાપરવાની જરૂર રહેતી નથી. અને આ સ્થિતિમાં પણ તેઓ આરામ કરે છે. ફક્ત ગુરુત્વાકર્ષણના બળને લીધ તેઓ અટકી રહે છે અને તેમને કોઈ સમસ્યા થતી નથી.
ઊંધા લટક્વાથી થાય છે કોઈ સમસ્યા?
કહેવાય છે કે જો કોઈ ઊંધું લટકે તો લોહી માથામાં અટકી જાય છે. જેના કારણે દરેકને થોડો સમય બાદ ઊંધા રહેવામાં તકલીફ થવા લાગે છે. પરંતુ ચામાચિડિયામાં એવું છે કે તેનું કદ ખૂબ નાનું છે અને લોહીની માત્રા ઓછી હોવાને કારણે, જ્યારે તે ઊંધું હોય ત્યારે પણ તેનું હૃદય પરિભ્રમણ જાળવવામાં મદદ કરે છે. અમેરિકન રેડ ક્રોસ અનુસાર, જો આપણે માનવ શરીર વિશે વાત કરીએ તો માણસમાં 2 ગેલન એટલે કે લગભગ 7.5 લિટર રક્ત હોય છે.
નેશનલ જિયોગ્રાફિકના એક રિપોર્ટ અનુસાર ચામાચિડિયા ખૂબ હલકા હોય છે, તેથી તેમને ગુરુત્વાકર્ષણ અને લોહીના પ્રવાહમાં વધારે સમસ્યા થતી નથી. તેઓ પોતાને ઊંધા રાખવા માટે સક્ષમ હોય છે અને તે વિશેષ રીતે સુવે છે જેના કારણે સારી રીતે ઉડી પણ શકે છે. જો ચામાચિડિયું ઊંધું લટકીને મરી જાય છે તો પણ તે મૃત્યુ પછી ઊંધું જ રહે છે.
ઉડવામાં મળે છે મદદ
ઊંધા લટકેલા રહેવાથી તે ખુબ સરળતાથી ઉડી શકે છે. હકીકતમાં, તેમની પાંખો પૂરતી ઉડાન નથી આપી શકાતી. તેમના પાછળના પગ એટલા નાના અને અવિકસિત હોય છે કે તેઓ દોડીને ગતિ પકડવામાં અસમર્થ હોય છે, જેના કારણે તેઓ અન્ય પક્ષીઓની જેમ જમીન પરથી ઉપડવામાં અસમર્થ રહે છે. ઉલટા સૂવાથી, તેઓ આરામથી ઉડે છે.
આ પણ વાંચો: માત્ર દિલીપ કુમાર જ નહીં, બોલીવુડના આ 13 સ્ટાર્સે બદલ્યા છે પોતાના નામ, જાણો સાચા નામ