AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

King Cobra Video : વિશાળકાય કિંગ કોબ્રાને પકડતી વખતે માણસને પરસેવો વળી ગયો, વીડિયો જોઈને લોકો કંપી ઊઠ્યા

King Cobra Video : ખતરનાક કિંગ કોબ્રાના બચાવનો આ વીડિયો તમને ચોક્કસથી હંફાવી દેશે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. તેને અત્યાર સુધીમાં હજારો વાર જોવામાં આવી ચુક્યો છે અને લોકો અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

King Cobra Video : વિશાળકાય કિંગ કોબ્રાને પકડતી વખતે માણસને પરસેવો વળી ગયો, વીડિયો જોઈને લોકો કંપી ઊઠ્યા
King Cobra Viral Video
TV9 Gujarati
| Edited By: | Updated on: May 07, 2023 | 9:17 AM
Share

King Cobra Video : સાપની પણ વિવિધ પ્રજાતિઓ હોય છે. એવું માનવામાં આવે છે કે વિશ્વમાં સાપની ઓછામાં ઓછી 2 હજાર પ્રજાતિઓ છે. એકલા ભારતમાં સાપની 200 થી વધુ પ્રજાતિઓ રહે છે. જોકે આ બધી પ્રજાતિઓ ઝેરી નથી. સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે તમામ સાપ ઝેરી હોય છે, જ્યારે આવું બિલકુલ નથી. કેટલાક સાપ એવા પણ હોય છે કે જેમાં ઝેર બિલકુલ જોવા મળતું નથી, જ્યારે કેટલાક ખૂબ જ ઝેરી હોય છે. જેમાં કિંગ કોબ્રા અને કરૈત જેવા સાપનો સમાવેશ થાય છે. આજકાલ કિંગ કોબ્રા સાથે જોડાયેલો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેને જોઈને કદાચ તમને પણ ગૂઝબમ્પ આવી જશે.

આ પણ વાંચો : VIRAL VIDEO: મામૂલી સાપ સમજી વ્યક્તિએ પકડી પૂંછડી, ફેણ ફેલાવી કિંગ કોબ્રા થયો ગુસ્સે

કિંગ કોબ્રાની ગણતરી વિશ્વના સૌથી ઝેરી સાપમાં થાય છે. તેમને પકડવા તો દૂર લોકો તેમની નજીક જવાની ભૂલ પણ કરતા નથી, પરંતુ આ વીડિયોમાં એક વ્યક્તિ કિંગ કોબ્રાને કોઈપણ ડર વગર પકડતો જોવા મળે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે માણસ મહાકાય કોબ્રાને પકડવાનો પ્રયાસ કરી રહ્યો છે. તે લાકડીની મદદથી તેને પકડે છે, પરંતુ તે સાપ એટલો મોટો હતો કે તેને પકડતી વખતે તેને પરસેવો વળી ગયો. જો કે, તે કોઈક રીતે કોબ્રાને એક થેલીમાં મૂકી દે છે અને તેને લઈ જાય છે અને જંગલમાં છોડી દે છે. ત્યારપછી સાપ પણ દોડતો-દોડતો જંગલમાં પ્રવેશી જાય છે.

જુઓ કિંગ કોબ્રાનો આ રેસ્ક્યૂ વીડિયો

આ વીડિયો IFS ઓફિસર સુસાંત નંદાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘કુદરતમાં સંતુલન જાળવવા માટે ફૂડ ચેઈનમાં કિંગ કોબ્રા મહત્વપૂર્ણ છે. અહીં લગભગ 15 ફૂટ લાંબા કોબ્રાને બચાવીને જંગલમાં છોડવામાં આવ્યો હતો. સ્નેક કેચરે સમગ્ર ઓપરેશન પાર પાડ્યું હતું. મહેરબાની કરીને આવું કરવાનો પ્રયાસ કરશો નહીં.

માત્ર 52 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 15 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે સેંકડો લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે અને વિવિધ કોમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે લખ્યું છે કે, કિંગ કોબરા એ સાક્ષાત મોત છે, જ્યારે બીજા યુઝરે લખ્યું છે કે, ‘આના માટે પણ જીગરની જરૂર છે’. પ્રકૃતિનું રક્ષણ કરનારા આ લોકોને સલામ.

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">