KGF ચેપ્ટર 2 નો ક્રેઝ જુઓ, ‘રોકી ભાઈ’ના જબરા ફેને લગ્નના કાર્ડમાં છપાવ્યો આ ડાયલોગ! ફોટો થયો વાયરલ

'KGF-2'નો ક્રેઝ જુઓ, ફિલ્મમાં 'રોકી ભાઈ'નો (Rocky Bhai) પ્રખ્યાત ડાયલોગ તેના લગ્નના કાર્ડ પર એક ફેન દ્વારા અલગ રીતે છપાયો છે. આ ફોટો સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ ગયો છે.

KGF ચેપ્ટર 2 નો ક્રેઝ જુઓ, 'રોકી ભાઈ'ના જબરા ફેને લગ્નના કાર્ડમાં છપાવ્યો આ ડાયલોગ! ફોટો થયો વાયરલ
kgf chapter 2 famous dialogue (Image Credit Source: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 11:53 AM

કન્નડ સુપરસ્ટાર યશ સ્ટારર ફિલ્મ ‘KGF ચેપ્ટર 2’ (KGF Chapter 2) બોક્સ ઓફિસ પર સુનામીની જેમ કમાણી કરી રહી છે. ફિલ્મને લઈને લોકોમાં જે પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે જોઈને કહી શકાય કે ‘રોકી ભાઈ’ હજુ અટકવાના નથી. KGF ચેપ્ટર 2 માત્ર બોક્સ ઓફિસ પર જ નહીં, પણ લોકોના દિલ અને દિમાગ પર પણ પ્રભુત્વ ધરાવે છે. આ જ કારણ છે કે, એક્ટર યશના એક જબરા ફેને કંઈક એવું કર્યું છે જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયું છે. યશના આ પ્રશંસકે પોતાના લગ્નના કાર્ડ (Wedding Card) પર રોકી ભાઈનો લોકપ્રિય ડાયલોગ હિંસા ‘વાયોલન્સ વાયોલન્સ (Violence Violence) અનોખી રીતે છાપ્યો છે. તો ચાલો આ વિશે વિગતવાર જાણીએ.

જો તમે KGF ચેપ્ટર 2 જોયું છે, તો તમે Violence, Violence, Violence…ના સ્વેગથી સારી રીતે વાકેફ હશો. જો તમે ના જોયું હોય તો તમને જણાવી દઈએ કે ફિલ્મમાં રોકી ભાઈ એટલે કે, એક્ટર યશ આ ડાયલોગ બોલે છે જ્યારે તે અધીરા એટલે કે સંજય દત્તની સામે ઊભો હોય છે અને તેના પર ગોળીઓ ચલાવે છે. આ દરમિયાન રોકી ભાઈ બોલે છે, Violence, Violence, Violence…I Don’t Like It. I Avoid! But… Violence Likes Me, I Can’t Avoid! આ ડાયલોગની જેમ યશના જબરા ચાહકે તેના લગ્નના કાર્ડ પર છાપ્યું છે – Marriage… Marriage…Marriage. I dont Like it, I avoid, but my relatives like Marriage i can’t avoid. આ કાર્ડ સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

અહીં જુઓ આ લગ્નનું કાર્ડ

લગ્નના કાર્ડનો ફોટો ટ્વિટર યુઝર @MISS_BINGG દ્વારા શેર કરવામાં આવ્યો હતો, જે હવે વાયરલ થયો છે. સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર લોકો આ ફોટોને વધુને વધુ શેર કરી રહ્યા છે. ચાલો આ પ્રતિક્રિયાઓ પર એક નજર કરીએ…

View this post on Instagram

A post shared by @gujju_bardhyas

આ પણ વાંચો: Gautam Adani 10 હજાર કરોડના રોકાણ દ્વારા 25 હજાર રોજગારીની તક ઉભી કરશે, જાણો વિગતવાર

આ પણ વાંચો: Maharashtra Open School Results 2022: મહારાષ્ટ્ર ઓપન સ્કૂલ ધોરણ 5 અને 8 નું પરિણામ થયું જાહેર, આ રીતે કરો ચેક.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">