Gautam Adani 10 હજાર કરોડના રોકાણ દ્વારા 25 હજાર રોજગારીની તક ઉભી કરશે, જાણો વિગતવાર

આ રોકાણ આગામી 10 વર્ષમાં વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવશે. તેનાથી 25,000 પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઉભી થશે. ગ્રૂપ કંપનીઓના શેરમાં તાજેતરના સમયમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.

Gautam Adani 10 હજાર કરોડના રોકાણ દ્વારા 25 હજાર રોજગારીની તક ઉભી કરશે, જાણો વિગતવાર
Gautam Adani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2022 | 10:04 AM

દેશના સૌથી મોટા કારોબારી ગૌતમ અદાણી(Gautam Adani) દેશમાં વધુ એક મોટું રોકાણની કરવા જઈ રહ્યા છે. દેશના અગ્રણી બિઝનેસ ગ્રુપ અદાણી ગ્રુપે(Adani Group) રૂ. 10,000 કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. ગ્રુપ દ્વારા આટલું મોટું રોકાણ(Investment) પ્રથમ વખત જાહેર કરવામાં આવ્યું છે. આ રોકાણ આગામી 10 વર્ષમાં વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવશે. તેનાથી 25,000 પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઉભી થશે. ગ્રૂપ કંપનીઓના શેરમાં તાજેતરના સમયમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે જેના કારણે આ ગ્રુપ ખૂબ ચર્ચામાં છે.અદાણી ગ્રુપનો વિકાસ તાજેતરના મહિનાઓમાં ખૂબ જ ઝડપી રહ્યો છે.

પોર્ટથી લોજિસ્ટિક પાર્ક સુધી રોકાણ કરવાનું આયોજન

અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ બુધવારે યોજાયેલી 6ઠ્ઠી બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટ 2022 (BGBS)માં રોકાણની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે તેમનું જૂથ રાજ્યમાં વિશ્વસ્તરીય પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આધુનિક ડેટા સેન્ટર, અંડર-સી કેબલ્સ, સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ડિજિટલ ઈનોવેશન, વેરહાઉસ અને લોજિસ્ટિક્સ પાર્કમાં રોકાણ કરશે. ગૌતમ અદાણી આ સમિટમાં પ્રથમ વખત હાજરી આપી છે. તેમણે કહ્યું કે અદાણી ગ્રુપ બંગાળમાં ગ્રીન એનર્જી વેલ્યુ ચેઇનમાં વિશ્વ કક્ષાની કુશળતા લાવશે.

તાજપુર પોર્ટ માટે સૌથી વધુ બોલી લગાવી

બંગાળમાં અદાણી ગ્રુપની હાજરી બહુ ઓછી છે. હાલમાં ગ્રુપ પાસે હલ્દિયામાં માત્ર એક ખાદ્ય તેલનો પ્લાન્ટ છે. આ પ્લાન્ટ અદાણી વિલ્મરનો છે. અદાણી ગ્રૂપ બંગાળના તાજપુર પોર્ટ માટે સૌથી વધુ બોલી લગાવી છે પરંતુ રાજ્ય સરકારે હજુ સુધી L1 બિડર તરીકે ગ્રુપનું નામ જાહેર કર્યું નથી. ગૌતમ અદાણીએ કહ્યું કે હું બંગાળમાં જે રોકાણની વાત કરી રહ્યો છું તેને પૂર્ણ કરવા માટે હું પૂરો પ્રયાસ કરીશ. આશા છે કે હું બંગાળના લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરીશ.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

અદાણી ગ્રુપનો વિકાસ તાજેતરના મહિનાઓમાં ખૂબ જ ઝડપી રહ્યો છે. ગ્રૂપની સાત કંપનીઓ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે. અદાણી એન્ટરપ્રાઇઝિસ ઉપરાંત અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ, અદાણી પોર્ટ અને અદાણી વિલ્મરનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Petrol Diesel Price Today : દેશની 85 ટકા ક્રૂડની જરૂરિયાત આયાત દ્વારા પુરી કરાય છે, જાણો આજે ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે પેટ્રોલ – ડીઝલ

આ પણ વાંચો :  આજે મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલનો IPO ખુલ્યો, જાણો કંપની અને તેની યોજનાને લગતી તમામ માહિતી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">