Viral : સોશિયલ મીડિયાની દુનિયામાં છવાયા કેરળના ઓટો ડ્રાઈવર, કારણ જાણીને તમને પણ આશ્વર્ય થશે

ઘણીવાર તમે ઓટો, ટ્રક અથવા કોઈપણ વાહનની પાછળ કંઈક લખેલું જોયું હશે, જે જોઈને ઘણીવાર હસવુ આવે છે. ત્યારે સોશિયલમ મીડિયા (Social media)પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કંઈક આવુ જ જોવા મળી રહ્યુ છે, આ ઓટો ડ્રાઈવરે તેમની ઓટોમાં કંઇક એવુ લખ્યું છે કે જેની દરેક જગ્યાએ ચર્ચા થઇ રહી છે.

Viral : સોશિયલ મીડિયાની દુનિયામાં છવાયા કેરળના ઓટો ડ્રાઈવર, કારણ જાણીને તમને પણ આશ્વર્ય થશે
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2021 | 9:47 AM

Viral: સોશિયલ મીડિયાની દુનિયામાં ક્યારે શું વાયરલ થઈ જાય કંઈ કહી શકાય નહિ, સોશિયલ મીડિયા પર (Social media) કેટલીક પોસ્ટ્સ એટલી રસપ્રદ હોય છે કે તે પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ જાય છે. આજકાલ આવી જ એક પોસ્ટ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. આપણે જે પોસ્ટ વિશે વાત કરી રહ્યા છીએ તે પ્રખ્યાત લેખક Paulo Coelho સાથે સંબધિત છે. આ ઓટો ડ્રાઈવરે તેની ઓટો પર Paulo Coelhoનું નામ લખ્યુ છે અને નામની નીચે મલયાલમમાં ‘અલકેમિસ્ટ’ લખ્યુ છે.

સોશિયલ મીડિયા (Social Media) પર આ પોસ્ટ ખુબ વાયરલ થઈ રહી છે.Paulo Coelhoએ આ તસવીર શેર કરી અને લખ્યું, “કેરળ, ભારત (ફોટો માટે ખુબ ધન્યવાદ ).” વાયરલ થઈ રહેલા આ ફોટામાં દેખાતી ઓટોની નંબર પ્લેટની મદદથી જાણી શકાય છે કે આ ઓટો એર્નાકુલમ શહેરની  છે. જોકે, ઓટોના (Auto Driver)માલિક કેએ પ્રદીપ ટ્વિટર પર એક્ટિવ નથી. પરંતુ જ્યારે તેના મિત્રોએ તેને તેના ઓટો ટ્વિટ વિશે જણાવ્યું ત્યારે તે ખુબ ખુશ થઈ ગયા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

જુઓ વાયરલ પોસ્ટ

પ્રદીપ 25 વર્ષથી ઓટોરિક્ષા ચલાવે છે

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ પોસ્ટને (Viral post)જોઈને ઘણા લોકો પ્રદીપની પ્રશંશા કરી રહ્યા છે, એક મીડિયા રિપોર્ટ અનુસાર, પ્રદીપને પુસ્તકો વાંચવાનો શોખ છે. આ શોખને કારણે, 55 વર્ષીય પ્રદીપે Paulo Coelhoના 10 પુસ્તકો વાંચ્યા છે, જેમ કે ધ ઝહીર મિનિટ્સ, વેરોનિકા ડિસાઇડ્સ ટુ ડાઇ, ધ પિલગ્રીમ વગેરે. પ્રદીપ 25 વર્ષથી ઓટોરિક્ષા ચલાવે છે જેને તે ‘અલકેમિસ્ટ’ કહે છે.

જ્યારે તેના ઓટોનો ફોટો વાયરલ થયો ત્યારે પ્રદીપ આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે જણાવ્યુ કે, “મારા માટે મોટું આશ્ચર્ય છે,હું જાણીને ઉત્સાહિત છું કે મારા પ્રિય લેખકે મારી ઓટો વિશે ટ્વિટ કર્યું. ” ઉપરાંત, તેણે Paulo Coelho ને મળવાની ઈચ્છા વ્યક્ત કરી.! તમને જણાવી દઈએ કે Paulo Coelho વર્તમાન યુગના સૌથી મશહુર લેખકોમાંના એક છે, તેમના પુસ્તકો સમગ્ર વિશ્વમાં વાંચવામાં આવે છે.

આ પણ વાંચો: Viral Video : બિલાડીને પણ અરીસામાં જોઇને તૈયાર થવાનાં શમણા જાગ્યા, જુઓ બિલાડીનો પોઝ આપતો વીડિયો વાયરલ

આ પણ વાંચો: Viral Video: ભાઈ બનવા ગયો ઉસૈન બોલ્ટ પણ થઈ ગયા શરીરનાં બધા બોલ્ટ ઢીલા, Video જોઈને તમે પણ હસી હસીને થઈ જશો લોટપોટ

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">