Viral Video : વિશ્વમાં પ્રતિભાશાળી લોકોની કોઈ કમી નથી.ઈન્ટરનેટ પર દરરોજ જુગાડ સંબધિત વીડિયો (Jugaad Video) વાયરલ થતા જોવા મળે છે.જેમાં કેટલાક જુગાડ જોઈને યુઝર્સ આશ્વર્ય ચકિત થઈ જાય છે.જ્યાકે કેટલાક ગજબના જુગાડ જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થઈ જાય છે.તાજેતરમાં આવો જ એક જુગાડનો રમુજી વીડિયો (Funny Video) ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.જેમાં એક કાકાએ દિમાગ લગાવીને જે રીતે બે માળની સાઈકલ બનાવી છે, તે જોઈને તમે પણ વિચારમાં પડી જશો.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કાકા તેમની ‘બે માળની સાઈકલ’ ચલાવતા જોવા મળે છે. કાકાની સાઇકલ રસ્તા પર ચાલતા લોકોમાં કુતૂહલનો વિષય બની રહે છે. તમે જોઈ શકો છો કે રસ્તા પર પસાર થતા લોકો તેને અને તેની સાયકલને આશ્ચર્યથી જોઈ રહ્યા છે. વાસ્તવમાં કાકાએ જુગાડથી આટલી ઉંચી સાઈકલ બનાવી, પણ લોકો વિચારતા હતા કે ટ્રાફિક જામ હશે તો તે કેવી રીતે ઉતરશે.આ રમુજી વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.
View this post on Instagram
આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર salman.king7650 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.વીડિયો જોયા બાદ એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યુ, ‘જુગાડ તો હો તો ઐસા…ચાચા, પણ જો તમારે ટ્રાફિકને કારણે સાઈકલ રોકવી પડે તો તમે નીચે કેવી રીતે ઉતરશો ?
આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ કાકાને સાઈકલમાં બ્રેક મારવા સહિતના ઘણા પ્રશ્નો પૂછી રહ્યા છે.જ્યારે કેટલાર યુઝર્સ વીડિયો પર રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.આ રમુજી વીડિયો યુઝર્સને (Users) ખુબ પસંદ આવી રહ્યો છે.
આ પણ વાંચો : VIDEO: આ નાની બાળકીની શાનદાર રમત જોઈને મોટા ખેલાડીઓ પણ દંગ, મજેદાર વીડિયો થયો વાયરલ