AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VIDEO: આ નાની બાળકીની શાનદાર રમત જોઈને મોટા ખેલાડીઓ પણ દંગ, મજેદાર વીડિયો થયો વાયરલ

IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ અદ્ભુત વીડિયો શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યુ કે, 'જે પોતાનામાં વિશ્વાસ રાખે છે તે મેદાન જીતે છે.'

VIDEO: આ નાની બાળકીની શાનદાર રમત જોઈને મોટા ખેલાડીઓ પણ દંગ, મજેદાર વીડિયો થયો વાયરલ
little girl playing amazing basketball game
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 03, 2022 | 12:26 PM
Share

Viral Video : સામાન્ય રીતે એવુ કહેવાય છે કે પોતાનામાં વિશ્વાસ રાખો, રસ્તો આપોઆપ જ મળી જશે. સાથે જ જો કોઈ પણ કામ સાચા દિલથી કરવામાં આવે તો અંતે તમને તેમાં સફળતા મળે છે. સોશિયલ મીડિયા (Social Media) પર અવારનવાર બાળકો સંબધિત વીડિયો વાયરલ થતાં જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયો જોઈને યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. તાજેતરમાં આવો જ એક રસપ્રદ વીડિયો ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે. જેમાં એક બાળકી જે રીતે બાસ્કેટ બોલ (Basket Ball)  રમી રહી છે,તે જોઈને તમને પણ આશ્ચર્ય થશે.

બાળકીએ બાસ્કેટબોલમાં મોટા ખેલાડીઓને આપી મ્હાત

ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક નાની છોકરી બાસ્કેટબોલ રમી રહી છે અને તે એટલી શાનદાર રીતે રમી રહી છે કે મોટા ખેલાડીઓનુ પણ કંઈ આવતુ નથી. 2-3 ખેલાડીઓને ડોજ કરતી વખતે તેણે આખરે બોલને બાસ્કેટમાં મૂક્યો. તેની શાનદાર રમત જોઈને તમે ચોક્કસ તેના ફેન બની જશો.આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.

જુઓ વીડિયો

વીડિયો ઈન્ટરનેટ પર થયો વાયરલ

IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વીટર હેન્ડલ પર આ અદ્ભુત વીડિયો શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યુ કે, ‘ઉંચા કદથી શું થાય છે ? જે પોતાનામાં વિશ્વાસ રાખે છે તે મેદાનમાં જીતે છે. આ વીડિયો જોઈને તમને પણ આ વાત સાચી લાગશે. આ મજેદાર વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.

માત્ર 8 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 17 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 2 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.વીડિયો પર કોમેન્ટ કરતા એક યુઝરે લખ્યુ કે, ‘પોતાની જાત પર વિશ્વાસ રાખવાથી દુનિયા પર વિજય મેળવી શકાય છે’.આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : યુવકે કર્યો ગજબનો સ્ટંટ, Viral વીડિયો જોઈ લોકોને Super Mario ગેમની આવી યાદ

Follow Us
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
g clip-path="url(#clip0_868_265)">