જાપાનના રાજદૂતે પહેલી વાર ખાધી પાણીપુરી, રિએક્શન જોઈ તમે પણ ખુશ થઈ જશો, જુઓ VIDEO

જાપાનના રાજદૂત હિરોશી સુઝુકી વારાણસીની મુલાકાતે છે ત્યારે આ દરમિયાન તેમણે શહેરના કેટલાક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડનો સ્વાદ માણ્યો હતો. જેમાં બટાટા ચાટ અને પાણીપુરીનો આનંદ માણવા ઉપરાંત બનારસી થાળીની પણ મજા માણી હતી.

જાપાનના રાજદૂતે પહેલી વાર ખાધી પાણીપુરી, રિએક્શન જોઈ તમે પણ ખુશ થઈ જશો, જુઓ VIDEO
Japan Ambassador has eaten Panipuri
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2023 | 3:11 PM

પવિત્ર શહેર વારાણસી તેના વિશ્વ પ્રસિદ્ધ પાન ઉપરાંત તેના સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ માટે પણ જાણીતું છે. તાજેતરમાં, જાપાનના રાજદૂત હિરોશી સુઝુકીએ શહેરના કેટલાક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડનો સ્વાદ માણ્યો હતો. આ દરમિયાન તેમણે બટાટા ચાટ અને પાણીપુરીનો આનંદ માણવા ઉપરાંત બનારસી થાળીની પણ મજા માણી હતી. પરંતુ તેમણે પાણીપુરી ખાતી વખતે જે રિએક્શન આપ્યું તેણે ભારતીયોના દિલ જીતી લીધા છે. તેમણે પોતે ટ્વિટર પર તેનો વિડિયો શેર કર્યો છે, જેમાં તે ગોલગપ્પાનો આનંદ માણતા જોઈ શકાય છે.

જાપાની રાજદૂતે વારાણસી સ્ટ્રીટ ફૂડની માણી મજા

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જાપાનના રાજદૂતને કાશીની ગલીઓમાં સ્ટ્રીટ ફૂડ શોધતા જોઈ શકો છો. આ પછી, હિરોશી એક રેસ્ટોરન્ટમાં ચાટ અને પાણીપુરી ખાવા જાય છે. ત્યારે પહેલા તે પાણીપુરીને કેવી રીતે ખાવી તે જોઈને અચકાય છે પછી તરત જ આખી પાણી પુરી મોં માં મુકી દે છે અને જે રિએક્શન આપે છે તે ખરેખર જોવા લાયક છે. પાણીપુરી ખાધા પછી તે ચાટનો પણ ઓર્ડર આપે છે જે ચાટ ખાધા પછી પણ તે ખુબ જ ખુશ થઈ જાય છે. આ ક્ષણ જોઈને ભારતીયો પણ ખુશ થઈ ગયા છે. વીડિયોના અંતે, તમે હિરોશીને ‘ખૂબ સારું’ કહેતા સાંભળી શકો છો.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ પણ વાંચો:લો બોલો ! અહીં પાણીપુરી ખાવા માટે બતાવવું પડે છે આધાર કાર્ડ, માત્ર પુરુષો જ ખાઈ શકે છે પકોડી, જુઓ VIDEO

પાણીપુરી ખાતો વીડિયો કર્યો શેર

ટ્વિટર પર પોતાનો વીડિયો શેર કરતા હિરોશીએ લખ્યું કે, હું ખરેખર પાણીપુરી ટ્રાય કરવા માંગતો હતો. કારણ કે મેં જાપાનના પીએમ ફુમિયો કિશિદાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પાણીપુરીનો આનંદ માણતા જોયા હતા. તમને જણાવી દઈએ કે હિરોશી માર્ચમાં થયેલી મીટિંગનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જ્યારે બંને નેતાઓ દિલ્હીના બુદ્ધ જયંતિ પાર્કમાં આમ પન્ના, પાણીપુરી, ફ્રાય ઇડલી અને ચાની મજા લેતા જોવા મળ્યા હતા.

વીડિયો પર લોકોની પ્રતિક્રિયા

એક યુઝરે કમેન્ટ કરી કે, તમે ભારતીય સંસ્કૃતિ, ફૂડ અને ભારત-જાપાન સંબંધોમાં ઘણું એક્સપ્લોર કરી રહ્યા છો તે જોઈને આનંદ થયો. તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું છે, આશા છે કે તમને પાણીપુરી પસંદ આવી હશે. અમને જાપાનીઝ ભોજન પણ ગમે છે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">