AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લો બોલો ! અહીં પાણીપુરી ખાવા માટે બતાવવું પડે છે આધાર કાર્ડ, માત્ર પુરુષો જ ખાઈ શકે છે પકોડી, જુઓ VIDEO

શું તમે ક્યારેય આવી કોઈ દુકાનનું નામ સાંભળ્યું છે, કે જે આધાર કાર્ડ બતાવ્યા પછી જ પાણીપુરી ખવડાવે છે? જો તમારો જવાબ ના હોય તો આ અદ્ભુત વીડિયો જોવો જ રહ્યો, જેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે.

લો બોલો ! અહીં પાણીપુરી ખાવા માટે બતાવવું પડે છે આધાર કાર્ડ, માત્ર પુરુષો જ ખાઈ શકે છે પકોડી, જુઓ VIDEO
VIRAL VIDEO
TV9 Gujarati
| Edited By: | Updated on: May 28, 2023 | 12:13 PM
Share

દુનિયાભરમાં ફૂડ લવર્સની કોઈ કમી નથી. આ જ કારણ છે કે ખાવાની બાબતમાં દરેક વ્યક્તિના સ્વાદને ધ્યાનમાં રાખીને બજારોમાં વધુને વધુ સ્વાદિષ્ટ ખાદ્યપદાર્થો આવતા રહે છે. બીજી તરફ, આજકાલ સ્ટ્રીટ ફૂડ વિક્રેતાઓ પણ નવા ફ્લેવરની શોધમાં ખાદ્યપદાર્થોનો આડકતરા પ્રયોગ કરવામાં ખચકાતા નથી.

જો કે બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકની ફૂડની પસંદગી અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ એક વસ્તુ છે જે દરેકની ફેવરિટ છે અને તે છે પાણીપુરી, જે એક એવું ફાસ્ટ ફૂડ છે, જેના માટે લોકો લાંબી લાઈનોમાં ઉભા રહે છે. હંમેશા પાણીપુરી માટે તો સૌ કોઈ પૈસા ખર્ચવા તૈયાર હોય છે. ત્યારે હાલમાં જ પાણી પુરીથી સંબંધિત એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો અને હસતા હસતા તમારી હાલત ખરાબ થઈ જશે.

પાણીપુરી ખાવા માટે આપવું પડે છે આધાર કાર્ડ

પૂચકા, ગોલગપ્પા અને પાણીપુરી તરીકે ઓળખાતા આ સ્ટ્રિટ ફુડનો એક જબરદસ્ત ફની વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ જોવામાં આવી રહ્યો છે અને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ખરેખર, શું તમે ક્યારેય આવી કોઈ દુકાનનું નામ સાંભળ્યું છે, કે જે આધાર કાર્ડ બતાવ્યા પછી જ પાણીપુરી ખવડાવે છે? જો તમારો જવાબ ના હોય તો આ અદ્ભુત વીડિયો જોવો જ રહ્યો, જેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, ‘આધાર કાર્ડ જોઈને જ અહીં મળશે પાણીપુરી.’

સોશિયલ મીડિયા પર રમુજી પ્રતિક્રિયાઓ સામે આવી

વીડિયોમાં જોઈ શકાય છે કે ફૂડ બ્લોગર કહી રહ્યા છે કે અહીં 20 રુપિયામાં 6 પાણીપુરી મળે છે. આશ્ચર્યની વાત એ છે કે અહીં પાણીપુરી માત્ર પુરુષોને જ ખવડાવવામાં આવે છે. વીડિયોમાં પાણીપુરીની કાર્ટ એટલે કે લારી પર લખેલું જોવા મળે છે કે, 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને પાણીપુરી ખવડાવવામાં આવશે નહીં. બીજી તરફ પાણીપુરી વેચનાર વ્યક્તિની વાત માનીએ તો આ પાણીપુરી સુગર અને હાર્ટ અટેક બંને માટે સારી છે. જો કે આ એક મજાક છે.

વીડિયો જોઈને કેટલાક યૂઝર્સ ગુસ્સો વ્યક્ત કરી રહ્યાં છે તો કેટલાક યૂઝર્સ ખૂબ એન્જોય કરી રહ્યાં છે. વીડિયો પર વિવિધ પ્રકારની ફની કોમેન્ટ્સ વાંચવામાં આવી રહી છે. એક યુઝરે લખ્યું, ‘જેને મરવું હોય તે આ ખાઓ.’ અન્ય એક યુઝરે લખ્યું, “પેટ નહીં માણસ સાફ થઈ જશે.

નોંધ: આ એક વાયરલ વીડિયો છે આ રીતનું ફૂડ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">