સડસડાટ અંગ્રેજી બોલે છે આ ‘ગામની મહિલા’, ઈન્ટરનેટ પર શીખવે છે અંગ્રેજી બોલતા, જુઓ વીડિયો
ઇન્સ્ટાગ્રામ યુઝર યશોદા લોધી એક હાઇસવાઈફ છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યું છે કે તેણે માત્ર 12મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. પરંતુ આ હોવા છતાં તેમણે અંગ્રેજી શીખવા અને શીખવવાના તેમના જુસ્સાને ઓછો થવા દીધો નથી. તેણીને અંગ્રેજીનો એટલો શોખ છે કે તે સોશિયલ મીડિયા પર અન્ય લોકોને અંગ્રેજી પણ શીખવે છે. તેના વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યા છે.

આજના સમયમાં જો કોઈ અંગ્રેજી ન બોલે તો તેને અભણ કે મૂર્ખ ગણવામાં આવે છે. અંગ્રેજીને લોકો માટે જ્ઞાનના માધ્યમ તરીકે સ્વીકારવામાં આવ્યું છે. પરંતુ લોકો ભૂલી જાય છે કે અંગ્રેજી માત્ર એક ભાષા છે, માનવ જ્ઞાનનું ધોરણ નથી. ગામડાંની એક મેડમ આવા વિચારો ધરાવતા લોકોને ચૂપ કરતી જોવા મળે છે.
હમણાંના દિવસોમાં એક મહિલા સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે, જે સડસડાટ અંગ્રેજી બોલે છે અને લોકોને શીખવે છે. આશ્ચર્યની વાત એ છે કે તે માત્ર 12મું પાસ છે. આ મહિલાએ દેહાતી મેડમના નામથી સોશિયલ મીડિયા પર પોતાને ફેમસ કરી છે.
લોકોને શીખવે છે અંગ્રેજી
ઇન્સ્ટાગ્રામ યુઝર યશોદા લોધી ઉત્તર પ્રદેશના સિરાથુમાં રહે છે અને ગૃહિણી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર જણાવ્યું છે કે તેણે માત્ર 12મા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. પરંતુ આ હોવા છતાં, તેમણે અંગ્રેજી શીખવા અને શીખવવાના તેમના જુસ્સાને ઓછો થવા દીધો નથી. તે સોશિયલ મીડિયા પર અન્ય લોકોને અંગ્રેજી પણ શીખવે છે.
સૌથી આશ્ચર્યજનક બાબત તેનો લુક છે. જો લોકો તેને પહેલીવાર જોશે તો તેઓ તેને ગામડાની સામાન્ય મહિલા જ ગણશે. પરંતુ જ્યારે લોકો તેનું અંગ્રેજી સાંભળે છે ત્યારે તેઓ દંગ રહી જાય છે.
જુઓ વીડિયો………..
View this post on Instagram
(Credit Source : Yashoda Lodhi)
મહિલા લોકોને શીખવે છે અંગ્રેજી
મહિલાના વીડિયોનું નામ ખુદ અંગ્રેજી વિદ દેહાતી મેડમ છે. તેના વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યા છે. તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કપડાંને ઈસ્ત્રી કરતી જોવા મળી રહી છે. તે અંગ્રેજીમાં કહે છે કે તેણે કપડાંને ઇસ્ત્રી કરવી છે, પરંતુ તે તે કરવા માંગતી નથી. તે જે રીતે લોકોને વસ્તુઓ સમજાવે છે તે ખૂબ જ આકર્ષક છે અને લોકો તેને સરળતાથી સમજી શકે છે.
View this post on Instagram
(Credit Source : Yashoda Lodhi)
વીડિયો વાયરલ થઈ રહ્યો છે
આ વીડિયોને 1 કરોડથી વધુ વ્યૂઝ મળ્યા છે જ્યારે ઘણા લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એકે કહ્યું કે, સ્ત્રીમાં ઘણો આત્મવિશ્વાસ છે. એકે કહ્યું કે માત્ર ચહેરો જ મહત્વનો નથી, પરંતુ વ્યક્તિની આવડત મહત્વ રાખે છે. એકે કહ્યું- શિક્ષિત સ્ત્રી, તે બીજા બધા કરતાં ચડિયાતી છે! લોકો આ મહિલાને ખૂબ સપોર્ટ કરે છે.