OMG : અહીં 76 દિવસ સુધી નથી આથમતો સૂર્ય ! જાણો આ અનોખા સ્થળના કેટલાક રસપ્રદ તથ્યો

|

Dec 31, 2021 | 6:52 PM

નોર્વેનું નામ તો તમે સાંભળ્યું જ હશે. કદાચ કેટલાક લોકો આ નામ પહેલીવાર સાંભળી રહ્યા હશે, તો અમે તમને જણાવી દઈએ કે નોર્વે એકમાત્ર એવી જગ્યા છે જ્યાં માત્ર 40 મિનીટ માટે જ રાત થાય છે.

OMG : અહીં 76 દિવસ સુધી નથી આથમતો સૂર્ય ! જાણો આ અનોખા સ્થળના કેટલાક રસપ્રદ તથ્યો
Norway (File Photo)

Follow us on

Norway : આપણે બધા જાણીએ છીએ કે આ દુનિયા (World) પ્રકૃતિ પ્રમાણે ચાલે છે. જો કે, તમે ચોક્કસપણે વિવિધ સ્થળોએ દિવસ અને રાત વચ્ચેનો તફાવત જોયો હશે. પરંતુ, તમને જાણીને નવાઈ લાગશે કે આ ધરતી (Earth) પર એક એવી જગ્યા છે જ્યાં રાત માત્ર 40 મિનીટ જ રહે છે. જી હા તમને આ સાંભળીને નવાઈ લાગશે, પરંતુ આ બિલકુલ સત્ય છે. તો આવો જાણીએ કઈ એવી જગ્યા છે કે જ્યાં માત્ર 40 મિનીટ જ રાત રહે છે.

નોર્વેને ‘કન્ટ્રી ઓફ મિડનાઈટ સન’ તરીકે પણ ઓળખવામાં આવે છે

નોર્વેનું (Norway) નામ તો તમે સાંભળ્યું જ હશે. કદાચ કેટલાક લોકો આ દેશનુ નામ પહેલીવાર સાંભળી રહ્યા છે. તો તમને જણાવી દઈએ કે નોર્વે એકમાત્ર એવી જગ્યા છે જ્યાં માત્ર 40 મિનીટ માટે જ રાત રહે છે. એવું કહેવાય છે કે સૂર્ય અહીં 12:43 કલાકે આથમે છે અને 40 મિનીટના અંતરે ફરીથી સૂર્ય ઉગે છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

રાતના દોઢ વાગ્યાની સાથે જ પક્ષીઓ કિલકિલાટ કરવા લાગે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ પ્રક્રિયા માત્ર થોડા દિવસો જ નહીં પરંતુ લગભગ અઢી મહિના સુધી ચાલે છે. નોર્વેને ‘કન્ટ્રી ઓફ મિડનાઈટ સન’ (Country Of Midnight Sun) તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ શહેરમાં 100 વર્ષથી નથી દેખાયો સૂર્ય

તમને જણાવી દઈએ કે, આ દેશ આર્ક્ટિક સર્કલ હેઠળ આવે છે. અહીં મે અને જુલાઈ મહિના વચ્ચે લગભગ 76 દિવસ સુધી સૂર્ય આથમતો નથી. નોર્વના હેમરફેસ્ટ શહેરમાં તમને આવો નજારો જોવા મળશે. આટલું જ નહીં, આ દેશમાં એક એવું શહેર છે જ્યાં છેલ્લા 100 વર્ષથી લોકોએ સૂર્ય પણ જોયો નથી. કારણ કે, આખું શહેર પહાડોથી ઘેરાયેલું છે. ઉપરાંત નોર્વ તેની સુંદરતા માટે ખુબ જ પ્રખ્યાત છે, અહીનો નજારો જોવા માટે અહી પ્રવાસીઓની ભીડ ઉમટતી જોવા મળે છે.

 

આ પણ વાંચો : US Russia News : અમેરીકા-રશિયા વચ્ચે સંબંધોનો આવશે અંત, બાઈડેને પુતિનને આપી ચેતવણી, યુક્રેન સહિતના મુદ્દે શાબ્દિક યુદ્ધ

Next Article