AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good news : દુનિયાના આ દેશે કોરોના રસીના ચોથા બૂસ્ટર શોટને આપી મંજૂરી, નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને મળશે ડોઝ

ઓમિક્રોન વેરિઅન્ટમાંથી કોરોનાના વધતા જતા કેસો વચ્ચે ચોથા બૂસ્ટર શોટને મંજૂરી આપનારો ઈઝરાયેલ વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના મહાનિર્દેશક નચમન એશે કહ્યું, 'આજે મેં નબળા રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે ચોથા બૂસ્ટર શોટને મંજૂર કર્યું છે.'

Good news : દુનિયાના આ દેશે કોરોના રસીના ચોથા બૂસ્ટર શોટને આપી મંજૂરી, નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને મળશે ડોઝ
fourth Vaccine booster Dose (File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2021 | 1:24 PM
Share

વિશ્વભરમાં કોરોના વાયરસના(Corona virus) નવા ઓમિક્રોન વેરિઅન્ટના ( Omicron variant)  કેસ સતત વધી રહ્યા છે. આ નવા વેરિઅન્ટના પણ ઝડપથી કોરોના કેસમાં વધારો કર્યો છે. સ્પેન, અમેરિકા સહિત તમામ દેશો કોરોનાની ભયંકર અસરનો સામનો કરી રહ્યા છે. જો કે, ઘણા દેશો કોરોના રસીની અસર પર સતત સંશોધન કરી રહ્યા છે અને તેના વિશે નવા પ્રયોગો કરી રહ્યા છે. ઘણા નિષ્ણાતોએ સંક્ર્મણનો સામનો કરવા માટે બૂસ્ટર ડોઝની અસરકારકતા પર પણ ભાર મૂક્યો છે.

આ દરમિયાન ઇઝરાયલે (Israel) ગુરુવારે તેના નાગરિકોને રસીનો ચોથો બૂસ્ટર શોટ (Fourth Booster Dose) ભેટમાં આપ્યો છે. ઓમિક્રોન વેરિઅન્ટમાંથી કોરોનાના વધતા જતા કેસો વચ્ચે ચોથા બૂસ્ટર શોટને મંજૂરી આપનારો ઈઝરાયેલ વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. આરોગ્ય મંત્રાલયના મહાનિર્દેશક નચમન એશે કહ્યું, ‘આજે મેં કમજોર રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે ચોથો બૂસ્ટર શોટ મંજુર કર્યો છે.

ઇઝરાયેલમાં કોરોનાના 4,000 કેસ

તેમણે કહ્યું, ‘મેં આ અભ્યાસના પ્રકાશમાં કર્યું છે જે દેશની નબળી રોગપ્રતિકારક શક્તિ માટે ચોથી વેક્સિન સહિત અન્ય રસીઓના ફાયદા દર્શાવે છે. આ લોકો ઓમિક્રોન દરમિયાન સૌથી વધુ જોખમમાં છે. આરોગ્ય અધિકારીઓએ ગુરુવારે 4,000 થી વધુ નવા કેસ નોંધ્યા છે. જે સપ્ટેમ્બર પછી જોવા મળ્યા નથી. આરોગ્ય પ્રધાન નિત્ઝેન હોરોવિટ્ઝે કહ્યું કે ઇઝરાયેલમાં “પાંચમી લહેર” છે. અહીં મોટાભાગના કેસો ઓમિક્રોન વેરિઅન્ટના હતા.

4.2 મિલિયન લોકોને વેક્સિનના ત્રણ ડોઝ મળ્યા

વડા પ્રધાન નફતાલી બેનેટે જણાવ્યું હતું કે ઇઝરાયેલ જેણે સામાન્ય લોકોને રસીનો ત્રીજો ડોઝ ઓફર કર્યો હતો. આ દેશ હવે ચોથી વેક્સિન શૉટ માટે ટ્રેલબ્લેઝર હશે. તેમણે કહ્યું કે નાગરિકોને ચોથી રસી આપનારા દેશોમાં ઈઝરાયેલ મોખરે રહેશે. નોંધપાત્ર રીતે, ઇઝરાયેલની 9.4 મિલિયન વસ્તીમાંથી લગભગ 4.2 મિલિયન લોકોએ કોરોના વાયરસ રસીના ત્રણ શોટ લીધા છે.

સંક્ર્મણના કેસોમાં વધારો થવાનું કારણ ‘ઓમિક્રોન’ છે

દરમિયાન સ્થાનિક ન્યૂઝ એજન્સીએ માહિતી આપી હતી કે, છેલ્લા સાત દિવસમાં વૈશ્વિક સ્તરે કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે. સંક્ર્મણના આ કેસોમાં વધારો થવાનું મુખ્ય કારણ ઓમિક્રોન વેરિઅન્ટ છે, જે નિયંત્રણની બહાર થઈ ગયું છે. અહેવાલ આપ્યો છે કે 22 થી 28 ડિસેમ્બરની વચ્ચે વિશ્વભરમાં દરરોજ સરેરાશ 9,00,000 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો : Year Ender 2021: ‘કભી ખુશી કભી ગમ’ની 25 તસ્વીર સાથે કરીએ 2021ના 12 મહિનાની સફર, જાણો દેશ અને દુનિયામાં શું થયું ?

આ પણ વાંચો : પ્રેગ્નેન્ટ ભારતી સિંહે જણાવ્યું કયારે ગુંજી ઉઠશે કિલકારી ? તો એક સવાલના જવાબમાં કહ્યું કે, આખરે બધાને મામા બનાવી દીધા

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">