US Russia News : અમેરીકા-રશિયા વચ્ચે સંબંધોનો આવશે અંત, બાઈડેને પુતિનને આપી ચેતવણી, યુક્રેન સહિતના મુદ્દે શાબ્દિક યુદ્ધ

તમામ મુદ્દાઓ પર તણાવ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેન અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એકબીજા સાથે ફોન પર વાત કરી છે.

US Russia News : અમેરીકા-રશિયા વચ્ચે સંબંધોનો આવશે અંત, બાઈડેને પુતિનને આપી ચેતવણી, યુક્રેન સહિતના મુદ્દે શાબ્દિક યુદ્ધ
Biden warns Putin of complete rupture of U.S.-Russia relationship over Ukraine
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2021 | 3:20 PM

અમેરીકી રાષ્ટ્રપતિ જો બાયડેને  (Joe Biden) ગુરુવારે તેમના રશિયન સમકક્ષ વ્લાદિમીર પુતિનને (Vladimir Putin) ચેતવણી આપી હતી કે જો રશિયા વધુ સૈન્ય કાર્યવાહી કરશે તો અમેરીકા યુક્રેન પર નવા પ્રતિબંધો લાદી શકે છે, પુતિને જણાવ્યું હતું કે અમેરીકાનું આવું કોઈપણ પગલું બંને દેશો વચ્ચેના સંબંધોને સંપૂર્ણપણે ખતમ કરી શકે છે. બંને નેતાઓએ લગભગ એક કલાક સુધી યુક્રેન નજીક રશિયન સેનાની વધી રહેલી દખલ પર ખુલીને (Biden Putin Phone Call) વાત કરી.

પુતિનના વિદેશી બાબતોના સલાહકાર યુરી શાકોવે કહ્યું કે વધારાના યુએસ પ્રતિબંધો લાદવા એ “ભયાનક પરિણામો સાથેની એક મોટી ભૂલ” હશે. શેકોવે આ માહિતી મોસ્કોમાં પત્રકારોને આપી. તેમણે કહ્યું કે પુતિને બાયડેનને કહ્યું કે જો અમેરીકી સરહદો પાસે આક્રમક શસ્ત્રો તૈનાત કરવામાં આવશે તો રશિયા પણ અમેરીકાની જેમ કામ કરશે.

વ્હાઇટ હાઉસના અધિકારીઓએ ફોન પર વાતચીત અંગે કોઈ ખુલ્લી માહિતી આપી ન હતી. તેમણે કહ્યું કે નેતાઓ સંમત થયા હતા કે એવા ઘણા ક્ષેત્રો છે જ્યાં બંને પક્ષો અર્થપૂર્ણ પ્રગતિ કરી શકે છે. પરંતુ એવા તફાવતો પણ છે કે જેને ઉકેલવું અશક્ય હોઈ શકે છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ જણાવ્યું હતું કે બાયડેને “રશિયાને યુક્રેન સાથે તણાવ ઓછો કરવા વિનંતી કરી હતી” અને “એ સ્પષ્ટ કર્યું હતું કે જો રશિયા યુક્રેન પર આક્રમણ કરશે તો યુએસ, તેના સાથી અને સહયોગીઓ નિર્ણાયક જવાબ આપશે”.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

9 અને 10 જાન્યુઆરીએ જિનીવામાં વરિષ્ઠ યુએસ અને રશિયન અધિકારીઓ વચ્ચેની વાટાઘાટો પહેલા આ વાતચીત થઈ રહી છે, જ્યાં બંને નેતાઓએ 7 ડિસેમ્બરે વીડિયો કૉલ પર પણ વાત કરી હતી. જિનીવા મંત્રણા પછી, રશિયા-નાટો કાઉન્સિલ 12 જાન્યુઆરીએ અને સુરક્ષા અને સહકાર સંગઠન 13 જાન્યુઆરીએ વિયેનામાં બેઠક કરશે. આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે યુક્રેન પર રશિયન આક્રમણનો ખતરો વધી ગયો છે.

આ પણ વાંચો –

Good news : દુનિયાના આ દેશે કોરોના રસીના ચોથા બૂસ્ટર શોટને આપી મંજૂરી, નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને મળશે ડોઝ

આ પણ વાંચો –

Year Ender 2021: ‘કભી ખુશી કભી ગમ’ની 25 તસ્વીર સાથે કરીએ 2021ના 12 મહિનાની સફર, જાણો દેશ અને દુનિયામાં શું થયું ?

આ પણ વાંચો –

Fire in US Colorado: ભીષણ આગને કારણે આખું શહેર કરાવવામાં આવ્યું ખાલી, સેંકડો ઘર બળીને ખાખ થતા ઈમરજન્સી જાહેર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">