Delhi IAS Transfer : IAS કપલની લદ્દાખ-અરુણાચલમાં ટ્રાન્સફર, લોકોએ કહ્યું હવે કૂતરો ક્યાં જશે મીમ્સ વાયરલ

દિલ્હીના સ્ટેડિયમમાં કૂતરાને ફેરવવાના મુદ્દે IAS કપલના ટ્રાન્સફર પછી, હવે ટ્વિટર પર લોકો #IASOfficer અને Kutta હેશટેગ્સ લખીને રમુજી મીમ્સ શેર કરી રહ્યા છે.

Delhi IAS Transfer : IAS કપલની લદ્દાખ-અરુણાચલમાં ટ્રાન્સફર, લોકોએ કહ્યું હવે કૂતરો ક્યાં જશે મીમ્સ વાયરલ
IAS કપલની લદ્દાખ-અરુણાચલમાં ટ્રાન્સફર, લોકોએ કહ્યું હવે કૂતરો ક્યાં જશે Image Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 27, 2022 | 1:35 PM

Delhi IAS Transfer: દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં ડોગ વોક કરવી એક IAS કપલને મોંઘી પડી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે IAS સંજીવ ખિરવાર (Sanjeev Khirwar) અને તેમની IAS પત્ની રિંકુ દુગ્ગા (Rinku Dugga) ની બદલી કરી છે અને તેમને દિલ્હીથી સેંકડો કિલોમીટર દૂર મોકલી દીધા છે. સંજીવ ખિરવારને લદ્દાખ મોકલવામાં આવ્યા છે, જ્યારે રિંકુ દુગ્ગાને અરુણાચલ પ્રદેશમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. હવે આ સમગ્ર મામલાને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. ટ્વિટર પર ટ્રેડ છે #WhereWillTheDogGo અને #IASOfficer લોકો સવાલ કરી રહ્યા છે કે તે VVIP કૂતરો હવે ક્યાં હશે,

જેના માટે સ્ટેડિયમ ખાલી કરાવવામાં આવતું હતું. તે જ સમયે, કેટલાક લોકો ગૂગલ પર એ પણ સર્ચ કરી રહ્યા છે કે અરુણાચલ અને લદ્દાખ વચ્ચે કેટલું અંતર છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

રમતગમતની પ્રવૃત્તિઓ બંધ કરી દેવામાં આવી

વેબસાઈટ ઈન્ડિયન એક્સપ્રેસે એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં નિર્ધારિત સમય પહેલા રમતગમતની પ્રવૃત્તિઓ બંધ કરી દેવામાં આવી છે જેથી વરિષ્ઠ IAS અધિકારીઓ તેમના કૂતરાને ત્યાં વૉક કરાવી શકે. આ પછી એક તસવીર વાયરલ થઈ હતી, જેમાં આઈએએસ કપલ સંજીવ ખિરવાર અને રિંકુ દુગ્ગા સ્ટેડિયમની અંદર ટ્રેક પર પોતાના કૂતરા સાથે ચાલતા જોવા મળ્યા હતા.

આ પછી આઈએએસ દંપતી દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયું હતું અને ત્યારબાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તરત જ તેમની બદલી કરી દીધી હતી. હવે ટ્વિટર પર લોકો #IASOfficer અને Kutta હેશટેગ્સ લખીને રમુજી મીમ્સ શેર કરી રહ્યા છે અને પ્રશ્ન કરી રહ્યા છે કે શું તેમને વિરુદ્ધ દિશામાં મોકલવામાં આવ્યા હતા, પરંતુ તે કૂતરો હવે ક્યાં જશે.

IAS કપલના ટ્રાન્સફર બાદ ફની મીમ્સ વાયરલ થયા હતા

સોશિયલ મીડિયા પર IAS કપલના ટ્રાન્સફર પર લોકોના અભિપ્રાય આવી રહ્યા છે. કેટલાક લોકોએ ગૃહ મંત્રાલયના આ નિર્ણયને આવકાર્યો છે તો કેટલાક તેની વિરુદ્ધ છે. લોકોનું કહેવું છે કે આનાથી અધિકારીઓના મનોબળને અસર થશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">