ખેલાડીઓને બહાર કાઢીને સ્ટેડિયમમાં કુતરો ફેરવવાનું IAS દંપતીને પડ્યું મોંઘું, એકની લદ્દાખ તો બીજાની અરૂણાચલપ્રદેશમાં બદલી

ખેલાડીઓને બહાર કાઢીને સ્ટેડિયમમાં કુતરો ફેરવવાનું IAS દંપતીને પડ્યું મોંઘું, એકની લદ્દાખ તો બીજાની અરૂણાચલપ્રદેશમાં બદલી
Thyagraj Stadium, Dilhi

ત્યાગરાજા સ્ટેડિયમમાં (Thyagraj Stadium) કૂતરો ફેરવવો IAS અધિકારી અને તેની IAS પત્ની બંનેને મોંઘો પડ્યો છે. સ્ટેડિયમમાંથી ખેલાડીઓને બહાર કાઢીને કૂતરા ફેરવાના સમાચાર વાયરલ થયા બાદ હવે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બંને અધિકારીઓની અલગ અલગ રાજ્યમાં બદલી કરી નાખી છે.

TV9 GUJARATI

| Edited By: Bipin Prajapati

May 27, 2022 | 8:30 AM

નવી દિલ્લી ત્યાગરાજ સ્ટેડિયમમાં (Thyagraj Stadium) ડોગ વોક કરાવવું IAS અધિકારી (IAS officers) અને તેમની IAS પત્ની બંનેને મોંઘુ પડ્યું છે. સ્ટેડિયમમાંથી ખેલાડીઓને બહાર હાંકી કાઢીને, કૂતરા ફેરવવાના સમાચાર સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બંને અધિકારીઓની અન્ય રાજ્યોમાં બદલી કરી નાખી છે. ત્યાગરાજ સ્ટેડિયમમાં સુવિધાઓના દુરુપયોગના મામલામાં સંજીવ ખિરવાર (Sanjeev Khirwar) અને તેમની પત્ની રિંકુ દુગ્ગાને (Rinku Dugga) દિલ્લીથી લદ્દાખ અને અરુણાચલ પ્રદેશમાં ખસેડવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે IAS ઓફિસર સંજીવ ખિરવાર અને તેમની પત્ની રિંકુ દુગ્ગા પર આરોપ છે કે સંજીવ ખિરવાર તેમના કૂતરા સાથે ફરવા માટે ત્યાગરાજ સ્ટેડિયમ આવતા હતા, જેના કારણે ખેલાડીઓ અને કોચને પ્રેક્ટિસ કરવામાં મુશ્કેલી પડતી હતી. પ્રેક્ટિસમાં વિક્ષેપને કારણે નારાજ કેટલાક ખેલાડીઓએ જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં તેમની ટ્રાન્સફર કરાવી લીધી છે.

ખેલાડીઓને સમય પહેલા સ્ટેડિયમ છોડી દેવાની ફરજ પડી હતી

નોંધનીય છે કે IAS અધિકારીને વોક કરવામાં કોઈ તકલીફ ન પડે તે માટે ખેલાડીઓને સાંજે સાત વાગ્યે સ્ટેડિયમમાંથી બહાર નીકળવાનું કહેવામાં આવે છે જેથી અધિકારીઓ તેમના કૂતરા સાથે ત્યાં જઈ શકે. જેના કારણે ખેલાડીઓની નિયમિત તાલીમ પર માઠી અસર પડી રહી છે. સંજીવ ખિરવાર 1994 બેચના IAS અધિકારી છે. તમને જણાવી દઈએ કે ત્યાગરાજ સ્ટેડિયમ 2010 કોમનવેલ્થ ગેમ્સ માટે બનાવવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના ખેલાડીઓ અને ફૂટબોલ ખેલાડીઓ આ ત્યાગરાજ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરે છે.

પ્રિન્સિપલ સેક્રેટરી અને ડિવિઝનલ કમિશનરના પદ પર નિમણૂક

ખિરવાર, 1994 બેચના IAS અધિકારી, દિલ્લીમાં અગ્ર સચિવ (મહેસૂલ) અને વિભાગીય કમિશનર તરીકે પોસ્ટ કરવામાં આવ્યા હતા. ખિરવારે 2009 થી 2014 દરમિયાન મહિલા અને બાળ વિકાસ મંત્રી કૃષ્ણા તીરથના ખાનગી સચિવ તરીકે સેવા આપી હતી. ત્યારબાદ તેમને વાણિજ્ય મંત્રાલયમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા અને 2018 માં તેમની બદલી દિલ્લીમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ સચિવ તરીકે કરવામાં આવી હતી. વર્ષોથી, તેઓ પર્યાવરણ, સામાન્ય વહીવટ અને મહેસૂલ વિભાગોમાં પોસ્ટેડ છે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati