નતાશા સાથે છૂટાછેડા બાદ ફરી ઘરમાં મોટું આયોજન.. દીકરા અગસ્ત્ય સાથે જોવા મળ્યો ક્રિકેટર હાર્દિક પંડ્યા, જુઓ Video
ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તેના પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ વિતાવી રહ્યો છે. હાર્દિકે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે તેના આખા પરિવાર સાથે ભજન-કીર્તન કરતો જોવા મળી રહ્યો છે.

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં ક્રિકેટથી દૂર છે અને તેના પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ વિતાવી રહ્યો છે. તેણે એક વીડિયો શેર કર્યો છે જેમાં તે ભક્તિમાં ડૂબેલો જોવા મળી રહ્યો છે.
હાર્દિકે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે તેના આખા પરિવાર સાથે ભજન-કીર્તન કરતો જોવા મળી રહ્યો છે. તેના હાથમાં માઈક છે અને તે પોતે ‘મહાદેવ’ ભજન ગાઈ રહ્યો છે. મહત્વનું છે કે આવું જ આયોજન અગાઉ એન કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે આ દરમ્યાન નતાશા પણ ઘરમાં હજાર હતી, જોકે નતાશા સાથે હાર્દિકના છૂટાછેડા બાદ ફરી અઅ પ્રકારનું આયોજન ઘરમાં કરવામાં આવ્યું છે.
હાર્દિક પંડ્યાએ વીડિયો શેર કરીને લખ્યું, “આપણા કવીર, જે પોતાનો ત્રીજો જન્મદિવસ ઉજવી રહ્યા છે, તે પોતાના જન્મદિવસ પર કીર્તન કરવા માંગતા હતા, તેથી આખો પરિવાર ઉજવણી કરવા માટે ભેગા થયો. જન્મદિવસની શુભકામનાઓ કવુ.
વાયરલ વીડિયોમાં, તમે જોઈ શકો છો કે હાર્દિક પંડ્યા તેના પુત્ર અગસ્ત્ય સાથે ભજનમાં સંપૂર્ણપણે ડૂબી ગયો છે. આ દરમિયાન, તેનો પુત્ર ‘મહાદેવ’નું નામ પણ જપતો જોવા મળે છે.
Instagram पर यह पोस्ट देखें
તમને જણાવી દઈએ કે આ કીર્તન હાર્દિકના મોટા ભાઈ કૃણાલ પંડ્યાના પુત્ર કવીરના ત્રીજા જન્મદિવસ નિમિત્તે આયોજિત કરવામાં આવ્યું હતું. કવીરનો જન્મ 18 જુલાઈ, 2022 ના રોજ થયો હતો.
હાર્દિક પંડ્યા માટે, પુત્ર અગસ્ત્ય અને કૃણાલનો પરિવાર જ હવે બધું છે. ગયા વર્ષે નતાશાથી છૂટાછેડા થઈ ગયા. ત્યારથી, અગસ્ત્ય ક્યારેક તેની માતા સાથે રહે છે તો ક્યારેક હાર્દિક સાથે.
